Abtak Media Google News

કાંઠમંડુમાં યુએસ બાંગ્લા એરલાઈનના વિમાનમાં લેન્ડીંગ સમયે દુર્ઘટના સર્જાઈ જયારે પાયલોટ ધુમ્રપાન કરી રહ્યાનું તપાસમાં ખુલ્યું

 

યુ.એસ.બાંગ્લા એરલાઈનનું વિમાન ગત વર્ષના માર્ચ માસમાં કાંઠમંડુમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતુ આ અકસ્માતના તપાસ રીપોર્ટમાં બહાર આવેલી વિગતો મુજબ વિમાનનો પાયલોટ પોતાની કેબીનમાં ધ્રુમપાન કરી રહ્યો હતો. જેના કારણે લેન્ડીંગ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. અને તેમાં ૫૧ મુસાફરો મોતના મુખમાં ધકેલાયા હતા.

ગત વર્ષના ૧૨ માર્ચ માસમાં કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર લેન્ડીંગ કરી રહેલા યુ.એસ. બાંગ્લા એરલાઈનનું વિમાનમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનાની તપાસ કરવા રચાયેલી તપાસ સમિતિએ કોકપીટના વોઈસ રેકોર્ડરની તપાસ કરતા તેમાં વિમાનના પાઈલોટ પોતાની કેબીનમાં ધુમ્રપાન કરી રહ્યાના અવાજો મળ્યા હતા.

આ એરલાઈનમાં ધુમ્રપાન કરવાની મનાય હોવા છતા પાયલોટે જ ખૂદ નિયમોને તોડીને ધુમ્રપાન કરતા આ દુર્ઘટના બની હોવાનું તપાસ સમિતિએ જણાવ્યું છે આ દુર્ઘટના પાછળ પાયલોટની લાપરવાહીને જ મુખ્ય જવાબદાર ગણાવી છે. આ સમિતિએ વિમાનના ક્રુ મેમ્બરની સાથે ત્રિભુવન એરપોર્ટનાં કન્ટ્રોલ ટાવરને પણ જવાબદાર ઠેરવી છે સમિતિએ તેનો રીપોર્ટ નેપાળના સાંસ્કૃતિક પ્રવાસન અને નાગરીક ઉડ્ડયન મંત્રાલયને સોંપી છે.

આ દુર્ઘટના પછી લાગેલી આગમાં ઘટના સ્થળે જ ૪૫ મુસાફરો અને વિમાનના ચાર ક્રુ. મેમ્બરોનાં મૃત્યુ થયા હતા. જયારે બે મુસાફરોના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયા હતા આ બનાવમાં મોટાભાગના મૃતકોના પોસ્ટમોર્ટમ રીપોર્ટોમાં તેમના મૃત્યુ માથામાં ભારે ઈજા થવાના કારણે જયારે અમુક યાત્રીકોના મૃત્યુ સળગી જવાથી થયાનું બહાર આવ્યું હતુ.

૨૦૧૩માં અમેરિકા અને બાંગ્લાદેશ દ્વારા સંયુકતરૂપે બનાવાયેલી યુએસ બાંગ્લા એરલાઈનનું આ વિમાન ઢાંકા થી ઉડ્યું હતુ. આ વિમાન ૧૨મી માર્ચ ૨૦૧૮ના રોજ કાઠમંડુ ના ત્રિભુવન એરપોર્ટ પર પહોચ્યું અને લેન્ડીગ કરી રહ્યું હતુ જયારે અચાનક રનવે પરથી બહાર ચાલ્યું ગયું હતુ અને ફૂટબોલ મેદાનમાં ક્રેસ થઈને આગ લાગી હતી. જેથી આ દુર્ઘટના સર્જાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.