Abtak Media Google News

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંઘનો સપાટો

તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યની વાડીમાં કટીંગ થાય તે પૂર્વે આર.અર.સેલ નો દરોડો:વાડી માલિકની ધરપકડ: ૨૨૬૮ બોટલ શરાબ અને બે કાર મળી રૂ. ૧૪.૧૬ લાખનો મુદામાલ કબ્જે

કોટડા સાંગાણીની તાલુકાના રામોદ ગામે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યની વાડીમાંથી સ્થાનીક પોલીસને ઉંધતી રાખી રાજકોટ રેન્જ દ્વારા રૂ. ૯.૦૭ લાખની કિંમતનો વિદેશી દારુનો જથ્થો પકડી વાડી માલીકને ઝડપી લઇ આર.આર.સેલે બે કાર અને દારૂ મળી રૂ. ૧૪.૧૬ લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા બુટલેગરની શોધખોળ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉતરાયણ પૂર્વે બુટલેગરો મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની રેન્જ આઇ.જી. સંદીપસિંહ ને મળેલી માહીતીના આધાર રેન્જમાં કડક હાથે ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરવા આવેલી સુચનાને પગલે પી.આઇ. એમ.પી.વાળા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે રહેતો નરેશ  કનુ પડાલીયા નામના શખ્સની વાડીમાં વિદેશીદારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કોન્સ્ટેબલ રસીકભાઇ પટેલ, કુલદીપસિંહ ચુડાસમા, શિવરાજસિંહ ખાચર, અને દિગ્વીજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.કટીંગ વેળાએ દરોડા પાડતા નાશભાગ મચી જવા પામ્યો હતો. પોલીસે રૂ. ૯.૦૭ લાખની કિમતનો ૨૨૬૮ બોટલ વિદેશી દારુ સાથે વાડી માલીક નરેશ કનુ પડાલીયાની ધરપકડ કરી શરાબ, બે કાર અને રોકડ મળી રૂ. ૧૪.૧૬ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સ નરેશ પાડલીયાની પ્રાથમિક તપાસમાં આ દારુનો જથ્થો રાજકોટના દુધ સાગર રોડ પર આવેલી એચ.જે. સ્ટીલ સામે રહેતો દિપક વલ્લભ મકવાણા નામના શખ્સનો હોવાનું ખુલ્યું છે. તે બન્ને પરિચયમાં આવ્યા બાદ વાડી દારૂનો જથ્થો ઉતારવા આપેલો અને તેના બદલામાં બુટલેગર રૂપિયા આપતો હતો તેમજ ઝડપાયેલો શખ્સ તાલુકા પંચયતનો પૂર્વ સદસ્ય હોવાનું બહાર આવ્યું છે.

રામોદ ગામે રેન્જ આઇ.જી. સંદીપસિંહ પાડેલા દરોડાથી સ્થાનીક પોલીસ અને બીટના સ્ટાફના તપેલા ચડી જાય તો નવાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.