Abtak Media Google News

દુકાન માલિક પર હુમલો કર્યા બાદ રૂ.૨૦ હજારની લૂંટ ચલાવી: દુકાન માલિકને ઈજા પહોચતા હોસ્પિટલમાં ખસેડાયો

સુરેન્દ્રનગર જીલ્લા મા કાયદો વ્યવસ્થા કથળતી જતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા એક માસ મા ગુના ખોરી મા ખૂબ વધારો થયો છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ખંડણી ખોરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે.સુરેન્દ્રનગર જીલ્લા મા એક માસ મા ૩ થી વધુ ખંડણી ખોરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે.

ત્યારે થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર એલસીબી ની પણ પનુ: રચના ગુનાખોરો ને ડામવા માટે કરવા મા આવી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ખંડણી અને લૂંટ ના વધતા કેસો થી સમગ્ર પંથક માં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે કાયદો વ્યવસ્થા ખૂબ સઘન બને તેવી માંગ લોકો દ્વારા કરવા મા આવી રહી છે.

ત્યારે એક માસ મા સુરેન્દ્રનગર જીલ્લા ના જોરાવરનગર , મૂળી વગેરે તાલુકાઓ મા ખંડણી અને લૂંટ ના બનાવો સામે આવીયા છે ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લા ના મૂળી ના સરલા મા ઝેરોક્સ ની દુકાન માલિક પર દારૂ પી ને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા દંગલ કરી હુમલો કરી દુકાન મા નુકસાન કરવા મા આવ્યું હતું.અને સાથે દુકાન મા પડેલા ૨૦ હજાર રૂપિયા ની લૂંટ ચલાવવા મા આવી હતી.

દારૂ પી ને આવેલા અજાણ્યા પાંચ થી છ યુવાનો દવારા દુકાન મા અચાનક ઘૂસી આવી ને સરલા મા આવેલી ઝેરોક્ષ અને સ્ટુડિયો ની દુકાન મા આવી દુકાન માલિક ને અપશબ્દો બોલવા લાગ્યા હતા ત્યારે દુકાન માલિક દ્વારા મચક ના આપતા ઝેરોક્સ અને સ્ટુડિયો ની દુકાન મા પડેલા વિવિધ સર સમાન ને નુકસાન આ નસા ની હાલત મા આવેલા પાંચ થી છ વ્યક્તિઓ દવારા પહોંચાડવા મા આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.