Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છના ખાલી જળાશયો નર્મદાનીરથી ભરી દેવાશે, વિસાવદરમાં કૃષિ મહાશિબિરમાં મુખ્યમંત્રીનું પ્રેરક સંબોધન

જૂનાગઢના વિસાવદર ખાતે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી એ ખેડુત મહાશબિરનું ઉદઘાટન કરી ખેડુતોને સંબોધન કર્યું હતું તેમણે  જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો, ગામડાં, ખેતી, અને ગરીબો, માટેની છે. તેમના કલ્યાણ માટે જે કંઇ કરવાનુ થશે તે કરવા માટે સરકાર કટીબદ્ધ છે.

ચાલો એક નયા ભારતનુ નિર્માણ કરીએ જેમાં કોઇ બેકાર ન હોય, ગરીબ ન હોય, ભ્રષ્ટાચાર ન હોય. આપણો ખેડૂત સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે દિશામા આગળ વધીએ તેવું આહવાન પણ આ તકે મુખ્યમંત્રીએ કર્યું હતું.

ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો છે તેનો લાભ લઇને ખેતીને સમૃદ્ધ બનાવવા  મુખ્યમંત્રીએ ખેડૂતોને પ્રતિબદ્ધ બનવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રી એ સૌની યોજનાની વિગતો આપતાં જણાવ્યું કે, આ યોજનામાં હાલ ચોથા તબક્કાનું અંતિમ કામ ચાલી રહેલ છે. રૂા. ૧૬ હજાર કરોડની આ યોજના દ્વારા નર્મદાના નીર સિંચાઇ તથા પીવા માટે અપાશે. દુષ્કાળ ભૂતકાળ બને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.

Drought-In-Gujarat-Is-Going-To-Be-Famine-In-The-Past-Farmers-Will-Earn-In-Dollars-Cm
drought-in-gujarat-is-going-to-be-famine-in-the-past-farmers-will-earn-in-dollars-cm

ગત વર્ષે અછતમાં નર્મદાના નીર ૮૦૦૦ ગામડાંઓ અને ૧૧૫ શહેરોને પહોંચાડ્યા હતા તેમજ વિવિધ જળાશયો નર્મદાના નીરથી ભરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ચાલુ વર્ષે સારા વરસાદના કારણે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયો છે ત્યારે ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છના જે જળાશયો અધુરા હશે તે ડેમો નર્મદાના નીરથી ભરવામાં આવશે તેમજ ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ યોજનાના  જળાશયો ભરવામાં આવશે ત્યારે વાસ્તવમાં નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી સમાન બની રહેશે.

તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોના બાકી વીજ કનેક્શનો આપી દેવામાં આવશે ત્યાર પછી કોઇ ખેડૂતને કૃષિ વીજ કનેક્શન જોતાં હશે તો આઠ દિવસમાં મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકાર ખેડૂતો માટે વીજ-પાણીની વ્યવસ્થા કરી રહેલ છે. ત્યારે તેની સાથે ખેડૂતોને ચોખ્ખું બિયારણ મળે તેની પણ તકેદારી સાથે વ્યવસ્થા કરી છે.આ ઉપરાંત ખેડૂતોને કૃષિ પેદાશના પુરતા ભાવો મળે તેની પણ સરકાર ચિંતા કરે છે. મગફળી તેમજ અન્ય કૃષિ પેદાશની મોટા પાયે ટેકાના ભાવે ખરીદી  સરકાર કરી છે.વધુમા ખેડૂતોને શૂન્ય ટકાના વ્યાજે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ભારત સરકારની કૃષિ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષ દેશના ખેડૂતોને કુલ રૂ. ૭૫ હજાર કરોડની સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ આ તકે ખેડૂતોને  પ્રેરણા આપતાં કહ્યું કે, દુનિયામાં કઇ વસ્તુની જરૂરીયાત છે, તેને ધ્યાનમાં રાખીને કૃષિ પાકોમાં બદલાવ લાવીને આધુનિક ખેતી તરફ  ધરતી પુત્રોએ આગળ વધવું જોઇએ.

Drought-In-Gujarat-Is-Going-To-Be-Famine-In-The-Past-Farmers-Will-Earn-In-Dollars-Cm
drought-in-gujarat-is-going-to-be-famine-in-the-past-farmers-will-earn-in-dollars-cm

આપણા ખેડૂતો ડોલર કમાતો થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે તેનો ઉલ્લેખ કરતા વિજયભાઈ રૂપાણીએ કૃષિ પેદાશોના સંગ્રહ માટે સરકાર વ્યાપક રીતે ગોડાઉનો તથા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરશે તેમ પણ ઉમેર્યું હતું.

આ તકે મંત્રી જવાહરભાઇ ચાવડાએ પોતાના ભાસણ માં જણાવ્યું હતું કે, ખેડૂતોને ૦ ટકા વ્યાજે લોન આપવામાં આવે છે. રીવોલ્વીંગ ફંડ દ્વારા ખેડૂતોની સમસ્યા દૂર થઇ છે. ખેડૂત સન્માનનિધિ યોજના હેઠળ રૂા. ૬ હજારની સહાય આપવામા આવે છે. આ યોજના હેઠળ રૂા. ૧,૭૦૨ કરોડની સહાય ચુકવવામાં આવી છે.

સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેકવિધ કૃષિ વિકાસ અંગેની યોજનાઓ બનાવી છે. આગામી વર્ષ ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારશ્રી યોજનાકીય વિકાસ દ્વારા આગળ વધી રહી છે.

પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ ગોરધનભાઇ ઝડફીયાએ જમીનને ફળદ્રુપ કરવા ઓર્ગેનિક-પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સત્તાધારની સુપ્રસિદ્ધ ધાર્મિક  આપાગીગાની જગ્યાની દર્શનાર્થે મુલાકાત લીધી હતી અને ૯૩ વર્ષની જેફ ઉમર ધરાવતા મહંત શ્રી જીવરાજબાપુની નાદુરસ્ત તબીયત અંગે ખબર અંતર પૂછયા હતા. આ પ્રસંગે જગ્યાના લઘુમહંત શ્રી વિજયદાસ બાપુ, મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.