Abtak Media Google News

ડ્રોન ટેકસીમાં બે સીટ અને હેલીકોપ્ટરની જેમ ૧૮ ખાંખિયા હશે જે મુસાફરોને પીકઅપ કરશે

આજના સમયે ટેકનોલોજીના ઉપયોગથી અવનવી ચીજવસ્તુઓના સંશોધન ઝડપી અને સરળ બન્યા છે. આવા સંશોધનો માનવજીવનને તદ્દન સરળ કરી આપે છે. વાત કરીએ એક નવા સંશોધનની તો દુબઇમાં જર્મન ડ્રોન ફર્મ વોલોકોપ્ટર દ્વરા એક ડ્રાઇવરલેસ હોવર એટલે કે ડ્રોન ટેકસીનું નવીનતમ સંશોધન કર્યુ છે. વિશ્ર્વની આ પહેલી ડ્રોનની ટેકસ હશે. જે દેખાવમાં હેલિકોપ્ટર જેવું હશે. પરંતુ આ ડ્રોન ટેકસીની સાઇઝ નાની તેમાં બે સીટ અને હેલીકોપ્ટરની જેમ ૧૮ પાંખીયા હશે.

આ ડ્રોન ટેકસીમાં એ વાત રસપ્રદ લાવશે કે તે રીમોર્ટ કંટ્રોલ વગર અને વધુમાં વધુ અડધી કલાક સુધી ચાલશે જેમાં બેકઅપ બેટરી, રોટર્સ હશે. આ ડ્રોન ટેકસીનું માળખું સાયન્સ ફેકશન  પર આધારીત છે જે બેટરી પર ચાલશે. જો કે, આ યંત્ર મુશ્કેલીના સમયે તદ્દન નિષ્ફળ નીવડે તેવા અણસાર છે. આ માટે તેમાં પેરાશુટની પણ સવલત પણ ઉપલબ્ધ કરાઇ છે.

જર્મન ડ્રોન ફર્મ વોલોકોપ્ટરના સીઇઓ ફલોરીન રયુટરી આ અંગે માહીતી આપતા જણાવ્યું કે, આ ડ્રોન ટેકસી લોકોને પીક અપ કરશે અને તેમને તેમની મંઝીલ સુધી પહોચાડશે. આ ઉપરાંત આ યંત્ર જીપીએસ સીસ્ટમથી સજજ છે. જેથી કરીને ઓચિંતી અડચણરૂપ પરિસ્થિતિને જાણી શકાશે અને તેને રોકી શકાશે. ડ્રોન ટેકસીને બનાવનારા ડેવલોપર્સનું કહેવું છે કે તેઓ આવનારા પાંચ વર્ષમાં હજુ વધુ સંશોધનો કરી આ યંત્રને વધુ વિકસાવશે. દુબઇના ફાઉન પ્રિનસ શેખ હમદન બીન મોહમદ બીન રસીદ અબ ના સેરેમની ફંકશનમાં આ ડ્રોન ટેકસીનું ટેસ્ટ કરાશે. આ ડ્રોન ટેકસી ૨૦૦ મીટર સુધી ઉંચે ઉડવાની ક્ષમતા ધરાવે છે. શેખ હમદને કહ્યું કે, આ ઇનોવેશન અને તદ્દન નવી ટેકનોલોજીનો વિકાસએ માત્ર કોઇ એક દેશના વિકાસ પુરતુ નથી પરંતુ આ સંશોધનો ભવિષ્યના એક વિજ સમાન છે જે આવનારા સમય માટે અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.