“ડ્રાઇવર વગર”ના વાહનોથી અકસ્માતો ઓછા થશે !!

ભારતમાં અકસ્માતોની સંખ્યામાં લગાતાર વધારો થઈ રહ્યો છે. અકસ્માતો માટે ઘણા બધા કારણોને જવાબદાર માનવામાં આવે છે જેમ કે યુવાનોની બેદરકારી, રોડ રસ્તાઓનું યોગ્ય રીતે બાંધકામ ન થવું,રાતના સમયે રસ્તાઓ ઉપર લાઇટનો અભાવ વગેરે. આજના યુવાનો પોતાની યુવાનીના જોશમાં વાહનો તેજ ગતિએ ચલાવે છે અને છેવટે તે કોઈ વાહન સાથે અથડાયને મૃત્યુનો ભોગ બને છે.

સરકાર દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે નિયમો બહાર પાડવામાં આવ્યા છે પરંતુ તે નિયમોનું પાલન થતું નથી.ટુ વ્હીલર જે વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે તેને ફરજીયાત હેલ્મેટ પહેરવું અને ફોર વ્હીલર ચલાવનાર વ્યક્તિએ સિટબેલ્ટ ફરજીયાત પહેરવો.આ નિયમોથી વાહન ચલાવનાર વ્યક્તિનું જો અકસ્માત થાય તો તેને નુકસાન જતું નથી.

આ વાહનોના અકસ્માતથી બચવા માટે વિદેશોમાં ડ્રાઈવરલેસ કારનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. આ કારમાં એવા સેન્સર મુકવામાં આવે છે જેનાથી અકસ્માત થતું અટકાવી શકાય છે. આ સેન્સર દ્વારા જો કારની સામે અચાનક કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પ્રાણી આવી જાય તો કાર આપોઆપ થંભી જાય છે.આવા સેન્સરના કારણે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે.આવા કર્યો આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવે છે.

ભારતના બેગલુરૂમાં અકસ્માતો ઘટાડવા માટે એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો .ભારતીય વિજ્ઞાન સંસ્થા દ્વારા ઝૂમકાર અને નેત્રદિન સાથે મળીને કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ભારતમાં વધતા જતા અકસ્માતોને 2035 સુધીમાં ઘટાડી શકશે.કારમાં એવા વોઇસ ચેતવણી અને કેમેરાઓ મુકવામાં આવ્યા જે બાહ્ય ઘટનાઓને રેકોર્ડ કરી શકે અને બહાર અકસ્માતનો અવાજ પણ સાંભળી શકે .ફક્ત વોઇસ ચેતવણીના સેન્સેરથી જ અકસ્માતમાં 14%નો ઘટાડો કરી શકાય છે.

એક સર્વે અનુસાર કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના કારના અકસ્માતો થાક,અપૂરતી ઊંઘ અને સીટબેલ્ટ ન પેહરવાને કારણે થાય છે .વોઇસ ચેતવણી સેન્સર અને કેમેરા મુકવાથી આ સમસ્યામાં ઘટાડો થઈ શકશે .

Loading...