Abtak Media Google News

દેશનો આર્થિક વિકાસદર ૬.૫ વર્ષનાં તળીયે

તમામ ક્ષેત્રની સરખામણીમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રનો ગ્રોથ ‘-૧’એ પહોંચ્યો: ગત ત્રિમાસિકમાં જીડીપીનો દર ૪.૫ ટકા

ભારતની અર્થવ્યવસ્થા હાલ ડામાડોળ જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા એવા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ હાલની સ્થિતિ જોતા જે લક્ષ્ય આગામી ૨૦૨૫ સુધીમાં રાખવામાં આવ્યો છે કે દેશની અર્થવ્યવસ્થા ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચશે તે અત્યંત અઘરું લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ જે ૮ ટકા જીડીપી ગ્રોથનું પણ સ્વપ્ન સેવવામાં આવ્યું છે તે પણ ધુંધળું લાગી રહ્યું છે.

એનએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાકિય માહિતી મુજબ દેશનો આર્થિક વિકાસ દર ૬.૫ વર્ષનાં તળીયે પહોંચી ૪.૫ ટકાએ પહોંચ્યો છે. હાલ દેશની આર્થિક પરિસ્થિતિ જોતા અને જીડીપી ગ્રોથ તળીયે જતાં દેશને અનેકવિધ ક્ષેત્રે તેની માઠી અસરનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે. ભારત દેશમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્ર કે જે અર્થવ્યવસ્થા માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે તેનો વિકાસ દર માઈન્સમાં પહોંચ્યો છે જે સ્થિતિ પરથી અવલોકન કરી શકાય કે ભારત દેશની આર્થિક સ્થિતિ અત્યંત કથળેલી છે. સવિશેષ વાત કરવામાં આવે તો ઘણા ખરા મેન્યુફેકચરીંગ યુનિટો બંધ થઈ જતા અને બંધ હાલતમાં હોવાથી રોજગારીને પણ અસર પહોંચશે. ગત ત્રિમાસિક એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દેશનો વિકાસદર ૪.૫ ટકા જેટલો રહેવા પામ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય આર્થિક કાર્યાલય એટલે કે એનએસઓએ જાહેર કરેલા વિકાસ દરનાં આંકડામાં ત્રિમાસિક ગાળામાં જીડીપીનો દર ૫ ટકાથી નીચે ઉતરી ૪.૫ ટકાએ પહોંચ્યો છે જે ૨૦૧૨-૧૩માં ૪.૪ ટકાએ પહોંચી ગયો હતો. આર્થિક અનવેશન દ્વારા જે જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં રોજગારી સેકટરમાં આવતા કોલસા ઉધોગ, ફુડ ઉધોગ, કુદરતી ગેસ રીફાઈનરી, સિમેન્ટ કે ઔધોગિક ઉત્પાદનમાં ૪૦ ટકાનો મહત્વપૂર્ણ હિસ્સો ધરાવે છે. તજજ્ઞો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું જે સ્વપ્ન જોવામાં આવ્યું છે તે અત્યંત ધુંધળું દેખાઈ રહ્યું છે.

7537D2F3 5

આ તકે ભૂતપૂર્વ નાણામંત્રાલયનાં સચિવ સુભાષચંદ્ર ગર્ગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત દ્વારા જે લક્ષ્ય સાધવામાં આવ્યું છે કે, ૨૦૨૪-૨૫માં દેશની અર્થવ્યવસ્થા ૫ ટ્રિલીયન ડોલરે પહોંચશે અને ૨૦૩૦ સુધીમાં દેશની અર્થવ્યવસ્થા ૧૦ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચશે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે, ભારત દેશે તેનાં લક્ષ્યને સિઘ્ધ કરવા વધુ એક વર્ષનો સમયની આવશ્યકતા રહેશે. વિશ્ર્વભરમાં સૌથી ઝડપે ચાઈનાની અર્થવ્યવસ્થા જોવાઈ રહી છે કે જેનો જીડીપી ગ્રોથ સપ્ટેમ્બરનાં અંતમાં ૬ ટકાએ રહ્યો હતો ત્યારે ભારતનો જીડીપી દર ૫ ટકાથી પણ ઘટી ૪.૫ ટકા રહેવા પામ્યો છે.  ભારતની અર્થવ્યવસ્થા હાલમાં ઘણી કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તેવામાં વર્તમાન નાણાકિય વર્ષના બીજા ત્રિમાસિક એટલે કે જૂલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને ૪.૫ ટકા પર આવી ગયો છે. છેલ્લા ૨૬ ત્રિમાસિક ગાળામાં આ ભારતીય અર્થવ્યવસ્થાનો સૌથી ધીમો વિકાસ દર છે. એક વર્ષ અગાઉ આ સાત ટકા હતો જ્યારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં આ પાંચ ટકા હતો. આ ઉપરાંત ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટર્સનો ઈન્ડસ્ટ્રિયલ ગ્રોથ ૫.૮ ટકા રહ્યો છે. રાજકોષીય ખોટના મોરચે પણ ખરાબ સમાચાર છે. ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રણ મહિના એટલે કે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે જ રાજકોષીય ખોટ વર્તમાન નાણાકિય વર્ષના લક્ષ્યાંકથી વધારે થઈ ગઈ છે. પ્રથમ સાત મહિનામાં રાજકોષીય ખોટ ૭.૨ ટ્રિલિયન રૂપિયા રહી છે જે બજેટમાં વર્તમાન નાણાકિય વર્ષ માટે રાખવામાં આવેલા ટારગેટની ૧૦૨.૪ ટકા છે. સરકાર તરફથી શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં સરકારને ૬.૮૩ ટ્રિલિયન રૂપિયાની આવક થઈ છે જ્યારે ખર્ચ ૧૬.૫૫ ટ્રિલિયન રૂપિયા રહ્યો છે.

મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યનનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે. ત્રીજા ત્રિમાસિક(ઓક્ટોબર-ડિસેમ્બર)થી જીડીપી ગ્રોથ વધવાની શક્યતા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જીડીપી ગ્રોથમાં ઘટાડાને લઈને સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું- જીડીપી ગ્રોથ ૬ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે, છતાં પણ ભાજપ જશ્ન કેમ મનાવી રહી છે ? ભાજપ માટે જીડીપી ગોડસે ડિવાઈસિવ પોલિટિક્સ છે. સુરજેવાલાએ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરના નિવેદન સંદર્ભે આ ટિપ્પણી કરી. પ્રજ્ઞાએ નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યાં હતા, જોકે તેમણે શુક્રવારે લોકસભામાં બે વાર માફી માંગી લીધી. જીડીપીની સામાન્ય માણસો પર અસર પડે છે. દર નીચે જતા સરેરાશ આવક ઘટે છે અને લોકો ગરીબી રેખા નીચે જતા રહે છે. નવી નોકરીઓનું સર્જન ધીમું પડે છે, તથા બચતો અને રોકાણ ઘટે છે. આ સ્થિતિમાં લોકો ખરીદી ઓછી કરે તેથી ઉત્પાદન ઓછું થાય છે. રાજકોષીય ખાધના મોરચે સરકારને આંચકો લાગ્યો છે. ૨૦૧૮-૧૯ના પ્રથમ ૭ મહિના એટલે કે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે રાજકોષીય ખાધ હાલના નાણાંકીય વર્ષના લક્ષ્યાંકથી વધુ થઈ ગઈ છે. પહેલાં ૭ મહિનામાં રાજકોષીય ખાધ ૭.૨ ટ્રિલિયન રૂપિયા (૧૦૦.૩૨ અબજ ડોલર)ની થઈ જે બજેટમાં હાલના નાણાંકીય વર્ષમાં નક્કી કરેલા લક્ષ્યાંકના ૧૦૨.૪ ટકા વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.