Abtak Media Google News

                    ધ્રાગધ્રા સહિત સમગ્ર જીલ્લામા કેટલાક ગૃન્હાઓ ડીકેક્ટ નહિ થતા આ ગૃન્હાઓમા સંડોવાયેલ શખ્સો પર પણ કાયદેસર કાયઁવાહી થઇ નથી ત્યારે સમગ્ર ગુજરાતમા અસંખ્ય ગૃન્હાઓના તોહમતદારો હજુ પણ પોલીસ ગીરફ્તથી દુર નાશતા-ફરતા દેખાય છે તેવામા ગાંધીનગર પોલીસ મહાનિઁદેસકની સુચના તથા કડક આદેશને લઇને સમગ્ર રાજ્યમા જુના ગૃન્હામા નાશતા-ફરતા શખ્સોને પકડી પાડવા એક મહિના માટે ખાસ ડ્રાઇવ રાખેલ છે જે સંદઁભે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મનીંદરસીંગ પવાર દ્વારા કડક સુચનાના પગલે ધ્રાગધ્રા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા દ્વારા સીટી પોલીસના સ્ટાફને એકાટીવ કરી નાશતા-ફરતા તોહમતદારોને ઝડપી પાડવા જણાવાયુ હતુ જે બાદ ગઇકાલે રાત્રી દરમિયાન ધ્રાગધ્રા સીટી પોલોસના કોન્સ્ટેબલ કુળદીપસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ, ભરતભાઇ સીતાપરા સહિતનાઓ દ્વારા પેટ્રોલીંગમા હોય જે દરમિયાન અગાઉ ધ્રાગધ્રા સીટીમા નોંધાયેલ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૪૫૨, ૨૨૩, ૫૦૪, ૫૦૬(૨) સહિતના અગાઉ ગૃન્હામા નાશતા-ફરતા નાગજી ડોશાભાઇ હાડગડાને ઝડપી લઇ સીટી પોલીસ સ્ટેશને લઇ જઇ કાયદેસરની કાયઁવાહી કરી જામીનની પ્રક્રિયા હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.