Abtak Media Google News

૮મીએ હું આત્મકથા છું ટીમનું નવું સોપાન

૩૦ થી વધારે કલાકાર– કસબીના કૌશલ્યનો થશે પરિચય: જેલ, સ્ટીમર, ટ્રેન, કાર બધું એક મંચ પર: ૧લી થી ચાર સ્થળે પાસનું વિતરણ

 

જુલાઇ માસમાં રાજકોટના ભાષા પ્રેમી નાટય રસિકો માટે હું આત્મકથા છું નામનો સરસ નાટય પ્રયોગ જે ટીમ રાજકોટ, જામનગર, ભરુચ અને ગાંધીનગરમાં કર્યો એ જ ટીમ કેટલાક નવા કલાકાર સાથે વિશાળ ફલક પર એક મોટા ગજાનો નાટય પ્રયોગ લાવી રહી છે. મહાત્મા ગાંધીજીના જન્મના ૧૫૦માં વર્ષ નીમીતે ગાંધીજી અને મેડેલીન સ્લેડ, મીરાબહેનના વિશિષ્ટ સંબંધ પર આધારીત નાટય પ્રયોગ રંગી મોહન કે રંગ તા.૮મી ફેબુચારી ૨૦૧૯ ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ વાગ્યે ભજવાશે. રાજકોટના આ કલાકારોની આ કોશિશને ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી ગાંધીનગરને સહયોગ મળ્યો છે. ગાંધી વિચાર જેના કેન્દ્રમાં છે એવો આ નાટયપ્રયોગ એકેડેમીના આર્થિક સહયોગથી યોજાઇ રહ્યો છે. શો નું આયોજન સેવન્થ સેન્સ કન્સેપ્ટ હારિત ઋષિ પુરોહિત દ્વારા કરાયું છે. બે અંકના આ નાટકનું લેખન પત્રકાર જવલંત છાયાએ કર્યુ છે. જયારે દિગ્દર્શન રક્ષિત વસાવડાનું છે. ભવ્ય અને અત્યંત કળાત્મક મંચ રચના અને અન્ય સામગ્રી કેયુર અંજારીયાની સુઝબુઝની દેણ છે. રાજકોટના રંગ મંચ પર આટલા વિશાળ પાયા પર આવી ટેનીકલ અને કળાના સમન્વય સાથે નજીકના ભૂતકાળમાં આવો પ્રયોગ થયો નથી.

જંગી ખર્ચ અને વિશાળ આયોજન માંગી લેતો આ નાટય પ્રયોગ રાજકોટમાં થઇ રહ્યો છે. એનું મોટું શ્રેય ગુજરાત રાજય સંગીત નાટક એકેડેમી અને એના અઘ્યક્ષ પંકજ ભટ્ટને છે. રાજકોટના કલાકારોએ તૈયાર કરેલી આ કૃતિનું મંચન થાય એ માટે પંકજ ભટ્ટે અંગત રસી લીધો હતો.

સમગ્ર પ્રયોગનું વિચારબીજ, આલેખન, સંશોધન, નાટય ‚પાંતર અન પરિકલ્પના ચિત્રલેખાના પત્રકાર જવલંત છાયાના છે. રંગી મોહન  કે રંગ નાટકનું દિગ્દર્શન હું આત્મ કથા છું. ના દિગ્દર્શક રક્ષિત વસાવડાએ કયુૃ છે. અત્યંત ગહન અને નાજુક વિષયને ઉપસાવવામાં એમની કળાસૂઝના પારખાં રાજકોટને થશે. એક સાથે ૩૦ કળાકાર અને પ૦ થી વધુ દ્રશ્ય મંચ ઉતારવા કપરું કામ એમણે કર્યુ છે. તો નાટક માટે ભવ્ય અને ટેકિનનક તથા કળાત્મકતાથી ભરપુર મંચસંરચના કેયુરી અંજારીયાએ કરી છે. મંચ પર જે વાત અશકય જ લાગે  એ એમણે આમા કરી બતાવી છે. દરેક પ્રસંગને અનુરુપ વાસ્વવિક ફોટો, સંદર્ભ શોધવામાં પણ એમણે અગત્યની ભૂમિકા ભજવી છે. ગાંધી વિચારનું વહન કરતું છતાં આધુનિક લાગે, નવી પેઢી જેને ગાઇ શકે. ગણગણી શકે એવું સુરિલુ સંગીત રાજકોટના જ વતની હાલ હૈદરાબાદ વસતા ફલક છાયાએ ખાસ આ શો માટે તૈયાર કર્યુ છે. નીરજ શાહના સ્ટુડીયો હાર્મનીમાં થયેલું રેકોડીંગ અને સંગીત પણ આ નાટકનું અગત્યનું પાસું છે.

મહાનપાત્રોલ મંચ પર

ગાંધીજીના જીવન અને દેશના સ્વતંત્રતા સંગ્રામ દરયિમાન અનેક વ્યકિતત્વો આ દેશમાં થયા. એમાંથી ગાંધીજી અને મીરાંબહેન એ બે મુખ્ય પાત્ર ઉપરાંત સરદાર પટેલ, મહાદેવ દેસાઇ, સ્વામી આનંદ વગેરે પણ મંચ પર આવશે. ફ્રેન્સ નવલકથાકાર રોમાં રોલા પણ આ કથાનો મહત્વનો હિસ્સો છેે.

પાસ મેળવવા સંપર્ક કરવો

રંગી મોહન કે રંગ નાટય પ્રયોગના પ્રવેશ પત્રોનું વિતરણ તા.૧ ફેબ્રુઆરીની સાંજથી થશે. ટી પોસ્ટ- રેસકોર્સ રીંગ રોડ, અને લીમડા ચોક તથા ટીપોસ્ટ  દેશી કાફે, કાલાવડ રોડ ખાતે પ્રવેશ પત્ર મળી શકશે. રોટરી મીડટાઉન લાયબ્રેરી અમીન રોડ ખાતેથી પણ પાસ પ્રાપ્ત થશે. નાટકના શો માં પ્રવેશ નિ:શૂલ્ક છે પરંતુ પાસ મેળવી લેવો હિતાવહ છે. પાસ હશે ત્યાં સુધી જ આપશે.

શું છે આ પ્રયોગ?

ગાંધીજીના ગાંધી વિચારના ચાહક જેમ ભારતમાં હતા એમ પરદેશમાં પણ હતા. એમાના એક મેડેલીન સ્લેડ, સ્લેડ, ઇગ્લેડના લશ્કરના એડમિરલના આ પુત્રી સંપૂણપણે પશ્ચીમી વાતાવરણમાં ઉછર્યા. જીવનમાં અચાનક કેટલાક પરિવર્તન આવ્યા અને એ ગાંધી વિચારથી પ્રભાવિત થયાં. ગાંધીજીને મળ્યા વગર એમની વાતો મેડેલીનને સ્પર્શી ગઇ. ગાંધીજીની પરવાનગી લઇને એ પોતાનું ઘર, દેશ  બધું છોડી ભારત આવ્યા. સાદાઇ અને સેવા અપનાવી ૩૪ વર્ષ ભારતમાં રહ્યા. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં પણ હિસ્સો લીધો અને ગાંધીજીના અહિંસા, અસ્પૃશ્યતા, પશુપાલન  જેવા વિચારો પર કામ પણ કર્યુ. ગાંધીજીએ એમને મીરા નામ આપ્યું હતું. ગાંધીજી અને મીરાબહેનના સંબંધી વિશેષ છે. આ સમગ્ર નાટય પ્રયોગ આ સબંધો પર આધારીત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.