Abtak Media Google News

થેલેસેમિયા રોગગ્રસ્ત બાળકોની માહિતી મેળવી મદદરૂપ થવા ખાત્રી આપી

 

વિવેકાનંદ યુથ કલબ દ્વારા સંચાલિત થેલેસેમિયા જન-જાગૃતિ અભિયાન સમિતિનાં અગ્રણીઓ અનુપમ દોશી અને ઉપેનભાઈ મોદી ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરૂ મળીને કુદરતે જમેની સાથે અન્યાય કર્યો છે અને રકત જેમનો ખોરાક છે તેવા થેલેસેમિયા પીડીત બાળકોની વેદના, લાચારી અને મુશ્કેલીઓ વિશે અધ્યક્ષને જાણ કરેલ તથા આ બાબત ગુજરાતનાં થેલેસેમિયા પીડીત બાળકો માટે જે કોઈ જ‚રીયાત હોય જેવી કે દવા, ઈંજેકશન તથા એસ.ટી.બસમાં બલ્ડ ટ્રાન્સફયુઝન કરવા માટે આવવા-જવા માટે ભાડા માફી વગેરે રજુઆત કરી હતી.

આ બાબત તેઓએ સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી અને તેઓ અવાર-નવાર થેલેસેમિયાગ્રસ્ત બાળકોનાં કાર્યક્રમમાં અચુક હાજરી આપે છે તેમ જણાવેલ. રાજકોટમાં થેલેસેમિયા જન-જાગૃતિ અભિયાન સમિતિનાં પ્રયાસોને બિરદાવી હતી અને શુભેચ્છા પાઠવી હતી. તેમની સાથેની મુલાકાતમાં ‘દિકરાનાં ઘર’ વૃદ્ધાશ્રમ સ્થાપક મુકેશભાઈ દોશી સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.