Abtak Media Google News

ક્ષત્રિય સમાજનું ગૌરવ

હાલ બી.ટી. સવાણી કિડની હોસ્પિટલમાં યુરોલોજીસ્ટ અને સિનિયર રેસીડન્ટ ડોકટર તરીકે સેવા આપી રહ્યા છે

કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામના વતની અને હાલ રાજકોટ ખાતે રહેતા ક્ષત્રિય સમાજના  કુળદીપક ડો. પાર્વરાજસિંહ આર. જાડેજા એ વર્ષ ૨૦૦૬  માં એચ.એસ.સી. સાયન્સમાં : ૯૯ ટકા ગુણ સાથે રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કરી રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છને ગૌરવ અપાવ્યું હતું, ત્યારબાદ, બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ માં એડમિશન મેળવી સતત  ફર્સ્ટ કલાસ સાથે એમ.બી.બી.એસ. ૨૦૧૨ માં કમ્પ્લીટ કર્યું. પી. જી. સરકારી ખર્ચે કરવા માટે તેની એન્ટ્રેસ માં  ફર્સ્ટ ક્લાસ મેળવી કરી ત્યાંજ (બી.જે.મેડિકલ કોલેજમાં જ ) એમ. એસ. જનરલ સર્જરી ફર્સ્ટ કલાસ ડિસ્ટ્રીકશન સાથે કમ્પ્લીટ કર્યું. રાજકોટના સુપર સ્પેશ્યાલીસ્ટ સર્જન યુરોલોજીનું સ્વપ્ન સાકાર કરવું હતું.  ફરી તેની એન્ટ્રેસ એક્ઝામમાં ટોપ મેરીટ સાથે ક્લિયર  કરી ડી. એન. બી. યુરોલોજી નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન ફોમ બી.ટી.સવાણી કિડ્ની હોસ્પિટલરાજકોટથી ટોપ મેરીટ સાથે કમ્પ્લીટ કરતા સમગ્ર ક્ષત્રિય સમાજ સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટનું શિક્ષણ જગત ગૌરવની લાગણી અનુભવે છે.

ડો. પાર્થરાજસિંહ .આર. જાડેજાને ગળથુથીમાં જ શિક્ષણ અને ઉજવળ કારકિર્દી મળી છે. દાદા સ્વ.પ્રભાતસિંહ જાડેજા શિક્ષક અને સ્વતંત્ર સેનાની હતા. મોટા બાપુજી જયવતસિંહ જાડેજા લોકભારતી સણોસરાના વિદ્યાર્થી અને સહકારી ક્ષેત્રના અગ્રણી છે. બીજા મોટા બાપુ નરેન્દ્રસિંહ જાડેજા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ અને કેળવણીકાર પિતા રવિન્દ્રસિંહ  જાડેજા એન્જીનીયર છે. માતા ભારતી બા સુશિક્ષિતના પુત્ર પાર્થરાજસિંહેએ પરિવારનું નામ રોશન કર્યું છે.

હાલમાં બી.ટી.સવાણી કીડની હારપીટલ રાજકોટમાં યુરોલોજીસ્ટ અને સિનિયર રેસીડન્ટ ડોકટર તરીકે સેવા આપી રહ્યા છે. એમ.એસ. પૂર્ણ કર્યા બાદ વચ્ચે સમય મળતા ૮/૧૦ માસ ભુજ જી.કે. મીસલ હોસ્પીટલ અને મેકિલ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર અને ક્ધસલ્ટન્ટ સર્જન તરીકે પણ સેવા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.