Abtak Media Google News

જામવણંથલીના સ્વ. ચંદુલાલ છગનલાલ મહેતાના પૌત્ર અને શૈલેષભાઈ મહેતા (પૂજા એન્ટરપ્રાઈઝ – ગ્રેઈન માર્કેટ, જામનગર) તથા બીનાબેન શૈલેષકુમાર મહેતા (લેબ ટેકનિશ્યન, આરોગ્ય શાખા, જામનગર)ના પુત્ર રત્ન એવા ડો. માનવ મહેતાને આઈ.આઈ.એમ. અમદાવાદમાં પ્રવેશ મળ્યો છે.

ડો. માનવ મહેતા સત્યસાઈ વિદ્યાલયમાં ધો. ૧ર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અને સારા ગુણ મેળવી અમદાવાદમાં એલ.જી. હોસ્પિટલ મણીનગરમાં અભ્યાસ કરી અને એમ.બી.બી.એસ.ની ડીગ્રી મેળવી આ દરમિયાન ડો. માનવ મહેતાને મેનેજમેન્ટમાં રસ પડતા તેઓએ વિચારેલ કે એક સારા ડોક્ટર તરીકેની તમારી સેવા અમુક લોકો પૂરતી સીમિત રહી જતી હોય છે. જ્યારે સારા મેનેજર આરોગ્ય ક્ષેત્રે પોલિસી ચેન્જીસ લાવી મોટા પ્રમાણમાં લોકોની મદદ કરી શકે આવો વિચાર તેમના મનમાં આવતા એમ.બી.એ.ની એન્ટ્રેસ એક્ઝામ સીએટી આપવાનો નિર્ણય કર્યો. એક્ઝામની તૈયારી દરમિયાન તેમના પિતાને કેન્સરની બીમારી થતા સંજોગોવસાત એક વર્ષ માટે અભ્યાસ પડતો મૂકી દીધો હતો. પરંતુ બીજા વર્ષે પરિવારના મક્કમ મનોબળના કારણે તેઓએ અભ્યાસ આગળ વધારી તેમાં તેમને જવલંત સફળતા પણ મળી આ સફળતા પાછળ તેઓ રોજનું પ થી ૬ કલાકનું વાચન તથા જુના વર્ષના પેપર સોલ કરી તેનો અભ્યાસ કર્યો. આમ સીએટી-ર૦૧૯ માં આશરે ર,૪૪,૦૦૦ વિદ્યાર્થીઓએ એન્ટ્રેસ એક્ઝામ આપી હતી. તેમાંથી ૧ર૪૦ વિદ્યાર્થીઓને આઈ.આઈ.એમ. અમદાવાદે ઈન્ટરવ્યૂ માટે બોલાવેલ અને તેમાં ફક્ત ૪૩૦ વિદ્યાર્થીઓને એડમિશન લેટર મોકલેલ છે. આમ આઈ.આઈ.એમ. અમદાવાદમાં એડમિશન ડો. માનવ મહેતાને મળતા સમગ્ર જામનગર શહેર અને જૈન સમાજનું ગૌરવ વધાર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.