Abtak Media Google News

વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં રાજકોટના રાહુલ મહેતા નામના એક યુવાન ગંભીર કાર અકસ્માતમાં ઘવાતા તેને તાત્કાલીક વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. અકસ્માતમાં દર્દીને બંને હાથ અને બંને પગમાં તેમજ થાપામાં ખૂબ જ ગંભીર ઈજા અને ફેકચર થતા હોસ્પિટલનાં ઓથોપેડીક સર્જન ડો. ધરમ ચંદ્રાણી દ્વારા સારવાર ચાલુ કરી અને સર્જરી કરવામાં આવી હતી. સર્જરીમાં સૌ પ્રથમ ડાબા હાથમાં તથા બંને પગમાં પ્લેટ અને સળીયા નાખવામાં આવેલ તથા જમણા હાથમાં પ્લાસ્ટર કરવામાં આવ્યું હતુ આ કેસમા મલ્ટીપલ ફેકચર સાથે હાથની લોહીની નળી પણ કપાયેલ હોવાથી લોહીની નળીનું રિપેરીંગ હોસ્પિટલના કાર્ડીયોથોરાસીક વાસ્કયુલર સર્જન ડો. ચિરંતન માગુંકીયા દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતુ.

કેસ વિશેની માહિતી આપતા ડો. ધરમ ચંદ્રાણીએ જણાવેલ હતુ કે આ પ્રકારનાં ગંભીર મલ્ટીપલ ફ્રેકચર સાથે લોહીની નળીને ઈજા થયેલ હોય તેવા કેસમાં ઓપરેશન સકસેસ જતા નથી પરંતુ આ દર્દીના કેસમાં ૧૦૦% સફળતા પ્રાપ્ત થયેલ છે. આ દર્દીના કેસમાં મલ્ટીપલ ફેકચર હોય સર્જરી ઘણા કલાકો સુધી ચાલેલ હતી દર્દીને ૭ દિવસ સુધી આઈસીયુમાં રાખવામાં આવ્યોહતો. સામાન્ય રીતે આટલી ગંભીર સર્જરીમાં દદનિ કોઈક ખોટ રહી જતી હોય છે. પરંતુ આ કેસમાં દર્દીને બીલકુલ ખોટ રહેલ નથી અને ઉપરથી નીચે સુદી ગંભીર ઈજાઓ થવા છતા અને બંને હાથ પગ તુટી ગયા હોવા છતા સામાન્ય વ્યકિતની જેમ જીવન જીવી રહેલ છે અને ડાન્સ પણ કરી શકે છે.આ યુવાન ઈવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરી રહેલ છે. જો કોઈપણ પ્રકારની ખોટ રહી ગઈ હોતતો યુવાન વયના આ છોકરાની કારકીર્દી ખતમ થઈ જાત પરંતુ વોક્હાર્ટ હોસ્પિટલ ખાતે સમયસર અને ઝડપી આધુનિક અને ડો. ધરમ ચંદ્રાણી જેવા નિપુણ તબીબની સારવાર મળતા યુવાનની કારકીર્દી રોળાતી બચી હતી. વોકહાર્ટ હોસ્પિટલની આ ઝડપી અને સફળ સારવારથી રાહુલ મહેતાના પરિવારજનો ખૂબજ ભાવવિભોર બની ડો. ધરમ ચંદ્રાણીનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.