Abtak Media Google News

લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા ચાલી રહેલી આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણી શું કરીએ તો સદાય સાજા રહીએ અંતર્ગત કાલે રવિવારે સવારે ૧૦ થી ૧૧.૩૦ દરમિયાન લાઇફ બીલ્ડીંગ રેસકોર્સ રીંગ રોડ ખાતે ડો.કમલ પરીખ તમને અને ભગવતગીતા વિષય ઉપર પ્રવચન આપશે. શું કરીએ તો સદાય સાજા રહીએ પ્રવચન શ્રેણી વર્ષ ૨૦૦૧ ની નિયમિત રીતે પ્રોજેકટ લાઇફ માં ચાલે છે જેના ક્રમમાં આ ર૦૦મું પ્રવચનનું આયોજન થઇ રહી છે.

આ પ્રવચન નિ:શુલ્ક છે જેની વધુ વિગત માટે મો. ૮૫૧૧૩ ૩૧૧૩૩ અથવા ૦૨૮૧ ૨૪૭૯૧૩૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

માનવ જીવનમાં અનેક પ્રતિકુળ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કોઇપણ સંજોગોમાં સમભાવમાં રહેવાની કળા ગીતાના દર્શનથી શીખવા મળે છે.

ગીતા દ્વારા અંહકારને નષ્ટ કરી જીવનને અહંકાર મુકત બનાવી શકાય છે એવા સંદેશ મળે છે. ખરેખર અહંકાર મુકત માનવ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.

ગીતા ઉપર વિદેશોમાં અનેકો રીસર્ચ થઇ ચુકયા છે. આ પવિત્ર ગ્રંથના ઉપદેશો આપના જીવનને માર્ગદર્શન આપે છે અને સત્યના માર્ગ ઉપર ચાલવાની શીખઆપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.