Abtak Media Google News

સ્ત્રીઓ ઉપર થતા અત્યાર, ઘરગથ્થુ હિંસા તથા સવિશેષ રીતે તરુણીઓ અને યુવતિઓની પજવણી સામે ત્વરીત સહાય અર્થે ૧૮૧ હેલ્પલાઇના માઘ્યમથી ત્વરીત સહાય તમામ જરુરીયાત મંદો સુધી પહોંચે તે માટે અખિલ હિંદ મહીલા પરિષદે ૨૫ હજાર જેટલી મહીલાઓના પ્રત્યક્ષ સંપર્ક દ્વારા ૧૮૧ હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરાવવાનું ભગીરથ કાર્ય ઉપાડયું છે.

અખિલ હિંદ મહિલા પરિષદના પ્રમુખ ભાવનાબેન જોશીપુરાના પ્રેરણા અને પ્રત્યક્ષ માર્ગદર્શનથી શરુ થયેલ આ મહા અભિયાનનો પ્રારંભ પરિષદ સંકુલ જામટાવરથી શરુ થયેલ છે. ડો. ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યુઁ હતું કે સરકાર દ્વારા ૧૮૧હેલ્પલાઇનની સેવા ઉપલબ્ધ બનાવાયેલ છે. પરંતુ પીડિતો અને ભોગ બનનારને કેવી રીતે મદદ મેળવવી તથા તેની એપ કેવી રીતે ડાઉનલોડ કરવી તેની પ્રત્યક્ષખબર નથી ત્યારે પરિષદે વ્યાપક સ્વરુપનું આ જન અભિયાન ચાલુ કર્યુ  છે.

ભકિતનગર સ્થિત મોબાઇલ વાન તેમજ રેસકોર્સ મહીલા પોલીસ સ્ટેશન સ્થિત મોબાઇલ વાનમાં મહીલા પોલીસ અધિકારી, કાઉન્સીલર કાર્યકર સાથેનો સંપૂર્ણ સ્ટાફ ખડે પગે કાર્યરત છે.

૧૮૧ હેલ્પલાઇનના કાલજબેન રમેશભાઇ કોલડીયાએ જણાવ્યું હતું કે, ૧૮૧ હેલ્પલાઇન મોબાઇલમાં તેની એપ ડાઉનલોડ કરવાથી મુશ્કેલીમાં મુકાયેલી કોઇપણ મહીલા માત્ર એપનું બટન દબાવે કે તરત જ પોલીસને એટલે ૧૮૧ હેલ્પલાઇનને આ મહીલા કઇ જગ્યાએ છે તેનું લોકેશન પણ મળી જાય છે. એટલું જ નહી જેણે આ એપ ડાઉનલોડ કરીછે તે વ્યકિતએ તેના નજીકના સગા કે સંબંધીના જે નામ અને ફોનનંબરનો ઉલ્લેખ કર્યો હોય તે વ્યકિતને પણ મુશ્કેલીમાં મુકાયેલી મહીલા વિશેની માહીતી તે જ સમયે મળી જાય છે.

કાર્યક્રમને સફળ બનાવવા અખીલ હિંદ મહીલા પરિષદના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. સંસ્થા સંચાલીત કુટુંબ સલાહ કેન્દ્ર તેમજ વિકાસ ટ્રસ્ટ સંચાલીત વિવિધલક્ષી મહીલા  કલ્યાણ કેન્દ્ર તેમજ તમામ વિસ્તારના પ્રતિનિધિઓ આ કાર્યક્રમને દરેક મહીલા સુધી પહોંચાડવા કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.