Abtak Media Google News

રાજકોટના પ્રમ મહિલા મેયર, વરિષ્ઠ ધારાશાી અને અખિલ હિન્દ મહિલા પરીષદના ઝોનલ ઓર્ગેનાઈઝર તા રાજકોટના પ્રમુખ ડો.ભાવના જોશીપુરાની સંયુકત રાષ્ટ્ર સંઘ ખાતે યુએન-સીએસડબલ્યુ૬૨ (કમીશન ઓન ધી સ્ટેટસ ઓફ વુમન) ફોરમમાં મુખ્ય વકતા તરીકેની પસંદગી ઈ છે. આ ફોરમમાં વિશ્વમાંથી ત્રણ અગ્રણી મહિલા ક્રિયાશીલોની પસંદગી કરવામાં આવી છે તે પૈકી એક ડો.શ્રીમતી ભાવના જોષીપુરાનો સમાવેશ થય છે.

આગામી તારીખ ૧૧મી માર્ચી સંયુકત રાષ્ટ્ર સંઘ મુખ્ય મક, ન્યૂયોર્ક ખાતે શ‚ ઈ રહેલ મહિલાઓ માટેના વૈશ્વિક ફોરમ એક સપ્તાહ ચાલનાર છે અને તારીખ ૧૩મી માર્ચ, ૨૦૧૮ મંગળવારે ડો.ભાવના જોશીપુરાનું વકતવ્ય આયોજિત કરવામાં આવ્યું છે. ‘ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સમક્ષના પડકારો અને તકો’ની કેન્દ્રવર્તી થીમ સો વૈશ્વિક સ્તરની અગત્યની આ મીટ આયોજીત ઈ રહી છે. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની બહુમૂલ્ય તક ડો.શ્રીમતી ભાવના જોષીપુરાને પ્રાપ્ત થઈ રહેલી છે. ડો.ભાવના જોશીપુરા ઉપરાંત કેનેડીયન ફેડ્રેશન યુનિવર્સિટી ઓફ વુમનના ટેરી શો, કેનેડીયન વુમન ફાઉન્ડેશનના પોલેટ સીમીયર તેમજ યંગ વુમન ક્રિશ્ર્ચન એસોસીએશનના કોલેટ પ્રીવેસ્ટ છે અને કેનેડીયન ફેડ્રેશન યુનિવર્સિટી ઓફ વુમનના વાઈસ પ્રેસીડન્ટ (આંતરરાષ્ટ્રીય સંબંધો) શ્રીમતી ચેરી હેઈલ્સ મોડરેટર તરીકે છે.

આ પહેલા આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર યુનીસેફ પુરસ્કૃત સામૂદાયીક લોકવિકાસ (કોમ્યુનિટી ક્ધર્વઝન્ટ એકશન) પ્રકલ્પમાં ડો.ભાવના જોશીપુરાએ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોને સાંકળી લઈ રાજકોટ જિલ્લામાં વ્યાપકસ્તરે વિવિધ યોજનાઓના અમલીકરણમાં કયાં તૃટી રહી જાય છે તે બાબતને કેન્દ્રમાં રાખી વ્યાપક સર્વેક્ષણ કર્યું હતું તેમજ ગ્રામ્ય મહિલા જૂોના સશક્તિકરણ સંદર્ભમાં પણ પાયાની કામગીરી કરેલી છે.

તારીખ ૧૩મી માર્ચ ઉપરાંત ૧૫ અને ૧૬ માર્ચના રોજ વકતા તરીકે ડો.ભાવના જોશીપુરાની પસંદગી કરવામાં આવી છે. ડો.શ્રીમતી ભાવના જોશીપુરા દ્વારા ભારતના ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓમાં પડેલી શક્તિ, હુન્નર, કલા તેમજ પરંપરાગત આવડતને કેવી રીતે વ્યવસાયગત સજ્જતા આપી શકાય અને કૌશલ્યવર્ધન યોજના મારફત કેવી રીતે વૈશ્વિકસ્તર ઉપર આદર્શ મોડેલ તરીકે રજૂ કરી શકાય તેના ઉપર કેન્દ્રવર્તી પ્રવચન આપશે. ભારતનો જયાં સુધી સવાલ છે ત્યાં સુધી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અસંગઠિત શ્રમના ક્ષેત્રે કાર્યરત મહિલાઓ માટે સામાજિક સુરક્ષા, આરોગ્ય સેવાઓ તેમજ કુશળતા પ્રશિક્ષણ જેવા વિષયોને આવરી લઈ અને વિશ્ર્વના તખતા ઉપર પોતાના સ્વઅનુભવોના આધાર ઉપર મહિલા સ્વાવલંબન અને સ્કીલ ડેવલપમેન્ટ એમ બંને વિષય ઉપર વકતવ્ય રજૂ કરશે. ગ્રામ્ય વિસ્તારમાં વસતી મહિલાઓને હજુ પણ કયા પ્રકારના પડકારનો સામનો કરવો પડે છે તેનો પણ અભ્યાસ અને તારણ રજૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.