Abtak Media Google News

વડોદરામાં સયાજીબાગમાં આવેલી સંકલ્પ ભૂમિ લાખો દલિતોને આપે છે પ્રેરણા

ડો. બી.આર. આાંબેડકરે ૧૯૧ર માં બી.એ.ની પરીક્ષા પાસ કરી. વડોદરા રાજ્યની ૧૦ વર્ષની નોકરી કરવાની શરતે વડોદરાની મહારાજાની સ્કોલરશીપ મેળવીને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા. ઉચ્ચ અભ્યાસ કરી ડિગ્રી મેળવી ૧૯૧૭ માં ભારત પરત ફર્યા. શરત મુજબ વડોદરા રાજ્યમાં નોકરી માટે હાજર યા. ભીમરાવની તેજસ્વીતા જોઈ વડોદરાના મહારાજાએ લશકરી સચિવના હોદ્દા પર નિયુક્તિ કરી. મહારાજાએ તેઓને પદ તો આપ્યું, પણ પ્રતિષ્ઠા ન અપાવી શક્યા. ડો.આંબેડકરને અપાયેલ ઉચ્ચ હોદ્દો મનુવાદીઓને આંખના કણાની જેમ ખૂચતો. વડોદરામાં કોઈ મકાન ભાડે ન આપે. ખૂબ જ રજળપાટના અંતે નામ  અટક બદલીને એક પારસીની વીસીમાં રહેવા લાગ્યા. નોકરીના સ્ળે પણ માનસિક રોગગ્રસ્ત સહયોગી મનુવાદીઓ ડગલેને પગલે ધૃણિત કટાક્ષો કરતા, અપમાનજનક વ્યવહાર કરતા એક સામાન્ય પટ્ટાવાળો પણ સ્પર્શ ઈ ન જાય તે માટે દૂરી ફાઈલો ફેંકતો અને સાંજના ઓફિસ છોડે ત્યારબાદ ગૌમૂત્ર અને ગંગાજળનો છટકાવ કરવામાં આવતો.

પારસી ધર્મશાળામાં રહેનાર ડો. આંબેડકર અછૂત છે. તેનો ખ્યાલ આવતા એક ટોળું લાકડીઓ સો ઘસી આવ્યું. ખૂબ જ અપમાનજનક શબ્દોી નવાજ્યા અને ધર્મશાળાને અભડાવી મારી કહી સામાન બહાર ફેંકી દીધો. અમાનવીય વહેવાર કરવામાં કોઈ કમી ન રાખી. પારસીઓ હિન્દુ ન હતાં, પણ એક અછૂત ધર્મશાળામાં રહે તે મંજૂર ન હતું. આાંબેડકર સાહેબે આવા અસ્પૃશ્યતાના ભયાનક વાતાવરણી ત્રાસીને વડોદરા રાજની નોકરી છોડી મુંબઈ પરત ફરવાનો નિર્ણય કર્યો.

ર૩, સપ્ટેમ્બર, ૧૯૧૭ નો સૂરજ હમેશની જેમ જ ઉગ્યો હતો. પણ આ દિવસ ભારતમાં ઐતિહાસિક બની જશે એ વિધાતાને પણ કલ્પના ન હતી. ભીમરાવ આાંબેડકરે વડોદરાની નોકરી છોડી સાંજના ૫:૦૦ ની ગાડીમાં મુંબઈ જવા નીકળ્યા પણ ટ્રેન ચાર કલાક મોડી હતી. તેી આાંબેડકર સાહેબ વડોદરાના કમાટીબાગ (હાલના સયાજી બાગ)માં એક વૃક્ષ (જે બૌધી વૃક્ષ) નીચે હતાશ દશામાં બેઠા અને બે કલાક ખોબે ખોબે, ચોધાર આંસુએ રડયા. પણ ત્યાં છાનું રાખનાર કોણ હોય ! પણ રડવાી શું વળશે? તેમ સમજી સ્વસ્ યા અને મનોમંન કર્યું કે, મારા જેવા એક ભણેલા-ગણેલા, વિદેશની ઉચ્ચડિગ્રી લીધેલા અને સર્વ રીતે યોગ્ય હોવા છતાં મારી સો આવો અમાનવીય વહેવાર થાય છે, મારાી આભડાય છે તો, ગામડામાં વસ્તા મારા સમાજના અભણ બાંધવોની શું હાલત હશે? ત્યારે જ ભીમરાવ આંબેડકરે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે, મારા સમાજને આ અસ્પૃશ્યતાની ગુલામીમાંથી   બહાર કાઢીશ. મારા સમાજને સમાનતા અપાવીશ. તેમજ માનવીય શોષણની ભયંકર બિમારીને નાબૂદ કરી સમાજના તમામને અધિકારી અપાવવા અંતિમ શ્વારા સુધી સંઘર્ષ કરીશ અને આ મનુવાદીઓની જડ ઉખેડી નાંખીશ. તેમ કરવામાં નિષ્ફળ જઈશ તો, થાભલે લટકીને મરી જઈશ. આ એક યુવાન ભીમરાવનો વડોદરાની ભૂમિ પર કરેલ દ્રઢ સંકલ્પ છે.

દ્રઢ સંકલ્પ કરી બાબાસાહેબ બેસી ન રહ્યાં પણ પોતાના જીવનના તમામ વર્ષો દલિત સમાજનો ઉદ્ધાર કરવામાં આપી દીધા. સમાનતા અપાવી, માનવીય અધિકારો અપાવ્યા. આ બધું કરવામાં બાબા સાહેબે પોતાના ચાર ચાર સંતાનોના બલિદાનો પણ આપ્યા છે.  ભીમરાવ આાંબેડકરે જે સ્ળે સંકલ્પ કર્યો તે સ્ળને સંકલ્પ ભૂમિ નામ આપવામાં આવ્યું છે. આજે લાખો દલિતો આ ભૂમિએ આવીને શીશ ઝુકાવીને પવિત્ર ભૂમિને કોટીકોટી વંદન કરે છે. સંકલ્પ ભૂમિ એ એક પ્રેરણાદાયી ભૂમિ છે. ર૩, સપ્ટેમ્બર, ૨૦૧૭ ની સંકલ્પ દિવસે સો વર્ષ પૂરા થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.