માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ પર શંકા જાગી!

માઉન્ટ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે. આ પર્વત નેપાળમાં તિબ્બતની સીમા પર આવેલો છે. માઉન્ટ એવરેસ્ટ પર્વતની ઊંચાઈ 8848 મીટર સુધીની હોવાનું માનવામાં છે. જોકે, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈના આંકડા ઉપર શંકા જાગે છે. જેથી અનેક નિષ્ણાંતો તેની ઊંચાઈના આંકડા અલગ અલગ જાણવી રહ્યા છે.

2015માં આવેલા ભયાનક ભૂકંપ બાદ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇમાં ફેરફાર થયો હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યા પછી નેપાળ સરકારે આ મહાકાય પર્વતને માપવા માટે અભિયાન હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. અલબત્ત વર્ષ ૧૯૫૪માં ભારત દ્વારા એક સર્વે કરાયો હતો જે મુજબ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ 8848 મીટર છે. વર્ષ ૧૯૭૫માં ચાઈનીઝ સંશોધકોએ પણ માઉન્ટ એવરેસ્ટ માપવાનો પ્રયાસ કર્યો હતો, જેના આંકડા પણ ભારતના સર્વેને મળતાં મળતાં આવ્યા હતા. 2005ના સર્વે મુજબ 8844.43 મીટર પથ્થર જ્યારે 3.5 મીટર બરફની લેયર હોવાનું કહેવાય છે.

આ પર્વત પર બારેમાસ બરફવર્ષા થતી રહે છે અને પવન પણ પ્રતિ કલાકે ૨૦૦ માઈલની ઝડપે ફૂંકાતો રહે છે. નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને સાગરમાથા કહે છે, જેનો અર્થ સ્વર્ગની ટોચ એવો થાય છે.

દરમિયાન હવે માઉન્ટ એવરેસ્ટ અને નેપાળ અને ચીન સાથે મળીને માપવા જઈ રહ્યા છે. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઇ અંગે અલગ-અલગ મત મતાંતર પ્રવર્તી છે. વિશ્વનો સૌથી મોટો પર્વત હોવાથી તેને માપવા માટેના સાધનો પણ ટાંચા છે આવી સ્થિતિમાં નેપાળ અને ચીન ના ખાસ વિભાગ દ્વારા આ પર્વતની ઊંચાઈનો તાગ લગાવાશે.

Loading...