Abtak Media Google News

૧૯૫૬માં અંજારમાં આવેલ ભૂકંપ અને ૨૦૦૧માં કચ્છમાં આવેલ ભૂકંપે મોટી ભયાનક હોનારત સર્જી હતી. સમગ્ર કચ્છ, મોટાભાગનો ઉત્તર, મધ્ય અને ઉત્તર દરિયા કાંઠાના સમગ્ર સૌરાષ્ટ્રનો ભાગ અતિશય ભારે તીવ્રતા ભૂકંપઝોનમાં આવે છે. કચ્છ જિલ્લો અતિશય ઉંચો જોખમી ભૂકંપના ૫માં ઝોન હેઠળ આવેલ છે.છેલ્લા ૨૦૦ વર્ષમાં રાજયે ૯ વખત ૧૮૧૯, ૧૮૪૫, ૧૮૪૮, ૧૮૬૪, ૧૯૦૯, ૧૯૩૮ અને ૨૦૦૧માં મોટા ભૂકંપો સહન કર્યા છે જેમાં કચ્છનો ભૂકંપ બે સદીઓ પૈકી ત્રીજો સૌથી મોટો અને બીજા ક્રમનો વિનાશકારી ભૂકંપ હતો.

કુટુંબના સભ્યોને ભૂકંપની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરયા. ભૂકંપ સલામતી ધોરણો મુજબ નવા બાંધકામો કરવા.  પરિવાર અને ઘરની સલામતી જાળવી. પ્રાથમિક સારવારની તેમજ ફાયર સેફટી અંગેની મુળભૂત તાલીમ મેળવવી. કાચની બારીઓ પાસે સુવાની વ્યવસ્થાઓ રાખવી નહીં. પથારી પાસે દિવાલ પર ફોટોફ્રેમ, અરીસો, કે કાચની વસ્તુઓ ટીંગાળવી નહીં.  મહત્વના દસ્તાવેજ-પુરતા નાંણા અને જરૂરી સાધન સામગ્રી બેગમાં હાથ વગા રાખવા.  ઘરનો વીમો કરાવી રાખવો. તમારી આસપાસના ખાસ કૌશલ્ય ધરાવતા જેવા કે મેડીકલ, ટેકનીકલ વગેરે લોકોની યાદી રાખવી રાખો જેથી જરૂર પડે આપદા સમયે તેમનો ઉપયોગ લઇ શકાય. ગભરાવવું નહીં ગભરાવા દેવું નહીં. જો તમે ભૂકંપગ્રસ્ત બિલ્ડીંગ-ઘરમાં ફસાયા છો તો મજબૂત ટેબલ નીચે પોતાને સલામત રાખો જો આગ ફાટી નીકળે તો ધીમેથી સાચવીને બહાર નીકળી જવું. જો ભૂકંપ સમયે તમે બહાર છો તો બિલ્ડીંગો, ઝાડ અને વીજળીના થાંભલાઓ કે તારથી દુર રહેવું. જો તમે વાહન ચલાવી રહયા છો તો ઝડપથી સાવેચતીપૂર્વક તમારા વાહનને ટ્રાફીકથી દુર લઇ જવું અને શકય હોય તો સ્ટોપ કરી દેવું, પરંતુ પુલ, ઝાડ, વીજળીના થાંભલા કે સાઇન બોર્ડ નીચે વાહન રોકવું કે ઉભું રાખવું નહીં. જો તમે સ્કુલમાં છો તો બેચ કે ટેબલ નીચે પોતાની જાતને સલામત રાખો.

ભૂકંપ પછી શું કરવું: 

ભૂકંપના આંચકા કે ભૂકંપ બાદ ખોટો ભય ફેલાવવો નહીં. ટીવી અને રેડીયો કે બીજા માધ્યમો પર સરકાર દ્વારા અપાતી સૂચનાઓને અનુસરવું.તમને અને તમારી આસપાસ કોઇને ઈજા નથી પહોંચીને તેની ખાતરી કરો અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અપાવવાનો પ્રયત્ન કરો.જો આગ લાગી હોય તો તરત જ બુજાવવા પ્રયત્નો ચાલુ કરવા.કોઇપણ જોખમકારી કે અસલામત ઘર, બિલ્ડીંગ કે અન્ય જગ્યાએ નવું નહીં. જો ગેસ લીકેજની સંભાવના દેખાય તો ઝડપથી ઘરની બારીઓ ખોલી બહાર નીકળી જવું. આ પરિસ્થિતિમાં ગેસ ચાલુ કરવો નહીં. બિનજરૂરી ટેલીફોનલાઇન બિઝી ના રાખો. બિનજરૂરી ફોન પર ચર્ચા ન કરો. ઈલેકટ્રીક મેઇન લાઇન બંધ કરી દેવી. જાણકારી અને સાવધાનીએ કોઇપણ આપદા સામે બચવા કે ઝઝુમવાનો મહત્વપૂર્ણ માર્ગ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.