પરિવારોને તૂટવા ન દો, મહાજન પ્રથાનો લોપ ન થવા દો

ઘરના દીવાઓને ઓલવાવાની ફરજ ન પાડો, આપણા સમાજને ખંડિત થતા જવાની પરિસ્થિતિમાં ન મૂકો, આપણી માતૃભૂમિને એટલી હદે છિન્ન વિછિન્ન થવા ન દો કે એને પૂર્વવત કરી લેવાનું અશકય બને !

આપણે સહુએ દરરોજ એક એવો વિચાર કરવો જ જોઈએ કેહું આગળ વધવાના દરરોજ પ્રયાસ ક‚છુંકેકેમ? અને તે બાબત મેં આજે શું કર્યું? અમે ગરીબ છીએ એમ કહ્યા કરવું એમ કહ્યા કરવાને બદલે મારે ગરીબ ન જ રહેવું એમ કહેતાં રહીને એને હટાવવામાં લાગી જવું એજ મહત્વનું છે !

આપણા વડીલોએ અપનાવેલી જીવન પધ્ધતિ અને આપણી વર્તમાન જીવન પ્રણાલી વચ્ચે ઘણો બધો તફાવત છે એ વાત અને આપણા પૂર્વજોએ અપનાવેલી જીવન પધ્ધતિ અને આપણી વર્તમાન જીવન પ્રણાલી વચ્ચે કેટલો બધો ફેર છે એ વાત આપણામાંના કેટલાકને સાવ ક્ષુલ્લક લાગે છે, તો અન્ય કેટલાકને અત્યંત મહત્વની અને સતત નજરે ચઢતી હોવાનું જણાય છે ! આનું કારણ એ હોય છે કે, મનુષ્યો ઘણે ભાગે એક સરખા હોતો નથી. એમના વિચારો, એમના અંતનો, એમના અભિપ્રાયો એમની આદતો, એમની રહેણી કરણી અને કેટલીયે વખત એમના આચારવિચાર, વર્તણુંક, વર્તાવ, માનસિકતા અને સ્વભાવમાં ભિન્નતા હોય છે. એમની પ્રકૃતિ કલ્પના બહાર અલગ હોય છે. એનાં કારણો પણ જુદા જુદા હોય છે.

માનવ સમાજ એમને ઘણું ઘણું શિખવે છે. બોધપાઠ પણ પામે છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે, એ મેન ઈઝ એ સોશિયલ એનિમલ, હી નીડઝ કેમ્પેનિયન….

માનવ સમાજે પણ મનુષ્યોને એમના પોતાના હિતોની અને સામાજિક હિતોની અનેક બાબતો શિખવે છે એ રીતે એમનામાં ‘બદલાવ’ આવતા રહે છે. ‘એ ચેન્જ ઈઝ ધી અનચેઈજીંગ લો ઓફ લાઈફ.’

આવા અવનવા પરિવર્તનો-બદલાવોનો ‘જાયજો’ કાઢવાનું અને સામાજિક હિતોની યોજનાઓ-આયોજનો કરતા રહ્યા ભલા લોકો સમાજને માટે જે કાંઈ કરી ચૂકયા છે એમાંથી બોધપાઠ લેવા જેવો છે.

જયાં એક બીજા પ્રત્યે પ્રેમ હોય, આત્મીયતા તથા સન્માન હોય, સહકારની ભાવના હોય એને જ પરિવાર કહેવાય છે. પરિવારના સભ્યોને પ્રેમની દોરી જ એકબીજા સાથે બાંધી રાખે છે. આત્મીયતાથી કૌટુંબીક સંબંધો મજબુત બને છે. જો એક બીજા પ્રત્યે મન ઉંચા થઈ જાય તો મનભેદ ઉભો થાય છે. અને પછી પરિવાર તૂટવા માંડે છે.

પરિવાર ફકત લોહીના સંબંધો હોય તો જ નથી બનતો, પરંતુ પ્રેમ અને આત્મીયતાનો વિસ્તાર થતાં પરિવારનો વ્યાપ વધી જાય છે. જો સાથે રહેનારા લોકોમાં એકબીજા પ્રત્યે વિશ્ર્વાસ હોય, પ્રેમભાવ હોય, એકબીજા પ્રત્યે સહયોગ અને આત્મીયતાનો ભાવ હોય ત્યાં પણ પરિવાર બની જાય છે. અનાથાલયો તથા વૃધ્ધાશ્રમોમાં પણ પરિવાર બની જાય છે. વિદ્યાર્થીઓ છાત્રાલયોમાં રહે છે ત્યાં પણ પરિવાર બની શકે છે. આનાથી ઉલ્ટું, જો કુટુંબમાં મતભેદ તથા મનભેદ હોય, ઝઘડા થતા હોય, એકબીજાને મેણા મારવામાં આવતા હોય, સહયોગ તથા સહકારના હોય ત્યારે પરિવાર તૂટી જાય છે.

પરિવાર જો શ્રેષ્ઠ હોય તો ત્યાં શ્રેષ્ઠ વ્યકિતત્વનો વિકાસ થાય છે, સાચા માનવો તૈયાર થાય છે. એવા કુટુંબોનો પણ વિકાસ થતો રહે છે આજકાલ પારિવારિક ભાવના ન રહેવાના કારણે કુટુંબો તૂટતા જાય છે. ઘરમાં અવાર નવાર ઝઘડા થતા રહે છે. ઘણીવાર તો ઘરનાં સભ્યો એક બીજાનું મો જોવાનું પણ પસંદ કરતા નથી. તેઓ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે. પત્ની સાથે પતિને ન બને તો છૂટાછેડા સુધી વાત પહોચી જાય છે. અને પતિપત્ની અલગ થઈ જાય છે.

દરેક માણસ માટે પ્રેરણા અને ભાવનાત્મક સહયોગ આ બે બહુ મોટી જ‚રૂરીયાતો હોય છે. જો તેને આ બંને વસ્તુ ન મળે તો માણસનો ઉત્સાહમંદ પડી જાય છે. અને તેની હિંમત તૂટી જાય છે. પરંતુ જો પરિવાર માણસની પડખે હોય તો એનો ઉત્સાહ બેવડાઈ જાય છે. તેના માંનવી હિંમત પેદા થાય છે. પરિવારને તૂટતો બચાવવા માટે એક બીજાને હુંક આપીને મદદ કરતા રહેવું જોઈએ. આ માટે પરિવારમાં બધાના જન્મદિવસ, લગ્નદિવસ તથા બીજા તહેવારો હળીમળીને ઉત્સાહથી ઉજવવા જોઈએ. એમ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ, આત્મીયતા તથા વિશ્ર્વાસ વધે છે. જેનો જન્મદિવસ કે લગ્નદિવસ ઉજવાય તેને ઘરમાં પોતાનું પણ મહત્વ છે. એવુંલાગે છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ઉપર દર્શાવ્યું છે એ બધી, એટલે કે પ પરિવારોને તૂટવા ન દેવાની, દાનવીરો તેમની સંપત્તિના દાન વડે જુદા જુદા પ્રકારની હોસ્પિટલો, શિક્ષણ સંસ્થાઓ, પુસ્તકાલયો, વસ્ત્રો અને રાષ્ટ્રીય સંસ્કાર-સંસ્કૃતિને લગતી માનવ સેવાઓની હિમાયત કરી હતી અને ધનપતિઓને તેમની અઢળક મિલ્કતોના ટ્રસ્ટી બની જવાનો અનુરોધ કર્યો હતો.

પરિવારોને તૂટવા નહિ દેવાનો, મૂઠી ઉંચેરા માનવો સમા ઘરના દીવાઓને ઓલવાવા નહિ દેવાનો, આપણા સમાજને બૂરી રીતે ખંડિત ન થવા દેવાનો અને આપણી માતૃભૂમિને બેસુમાર છિન્નભિન્ન નહિ થવા દેવાનો અને કોમી એખલાસ તથા હેવાનિયતનું સ્વરૂપ નહિ આપવાનો અનુરોધ કર્યો હતો.

આ લખતી વખતે આપણા દેશની સામાજીક હાલત ડામાડોળ છે. અમ આદમી મુશિબતોની હારમાળા સાથે અને કોરોના વાયરસના ઝેરી ડંખ વચ્ચે આર્થિક-સામાજિક રાજકીય તેમજ રાષ્ટ્રીય અનિશ્ર્ચિતતાઓ વચ્ચે જીવી રહ્યો છે.

મહાત્મા ગાંધીએ આપણા દેશની ગરીબાઈ વિષે એવી ટકોર કરી હતી કે, શુ આપણા દેશના ગરીબો આખી જિન્દગીમાં કદાપિ શ્રીમંત નહિ બની શકે ? આપણા દેશ આ માંગ જલ્દી જલ્દી સંતોષાઈ જાય એમ આપણે સહુ ઈચ્છીએ અને પ્રાર્થીએ

મહાત્મા ગાંધીનું તપ જીત્યું હતુ. આપણી પ્રાર્થના પણ ફળશે! સાદા દિલની કોઈ પ્રાર્થના ખાલી જતી નથી.

Loading...