Abtak Media Google News

પ્રદુષણ માટે ભયજનક ગણાતી સપાટી તૂટવાની દહેશત

ભારતમાં અત્યારે વાયુ પ્રદુષણનું જોખમ દિન પ્રતિદિન વધતું જાય છે. પરિસ્થિતિ જો આવીને આવી રહેશે તો શ્ર્વાસ લેવું પણ મુશ્કેલ બની જશે. દિલ્હીમાં તો વારંવાર પ્રદુષણનું સ્તર જોખમી સીમાઓ વટી જાય છે. હવે માયાનગરી મુંબઇમાં પણ હવે હવા શ્ર્વાસ લેવા જેવી રહી નથી. મુંબઇના બોન્ટ્રીકુર્લા કોમ્પ્લેકસમાં હવાનું પ્રદુષણ ૩૦૦ના જોખમી સ્તરને પાર કરીને ભયજનક ગણાય તેવા ૩૪૦ના અંકને પાર કરી ગયું હતું. મુંબઇના બાંન્દ્રામાં વાયુનું પ્રદુષણની સ્થિતિ માટેના પ્રયોગમાં કૃત્રીમ ફેફસાની એક જોડી પ્રદુષણની અસર માટે વાતાવરણમાં મૂકવામાં આવતા આ ફેફસા વાતાવરણમાં મુકવામાં આવતા આ ફેફસા વાતાવરણના પ્રદુષણને કારણે એક જ અઠવાડીયામાં કાળા પડવા લાગ્યા હતા અને ભયંકર પરિસ્થિતિનો અણસાર  આપ્યો હતો.

7537D2F3 10

મંગળવારે વાયુની શુઘ્ધાતાનો ગુણાંક શ્ર્વાસ લેવા માટે ભયજનક ગણાંતા ૩૦૦ના ગુણાંકથી આગળ વધીને ૩૪૦ સુધી પહોંચી ગયું હતું. સામાન્ય રીતે ડીસે. મહિનામાં મુંબઇનું પ્રદુષણ સ્તર અસ્વસ્થ સ્તર ર૦૦માં પાર થાય છે હવાનું પ્રદુષણ ગુણાંક ર૩ ગણુ વધી ને ૩૦૦ સુધી  આજ વિસ્તારમાં પહોંચી ચુકયું છે. આજે મલાડમાં આ આંકડો ૩૦પ નો છે મુંબઇમાં કૃત્રિમ ફેફસાનો આ પ્રયોગ વાયુ પ્રદુષણની ભયંકર પરિસ્થિતિનો તાગ મેળવવો માટે કરવા માટે આવ્યો હતો. આ ઉ૫રાંત દિલ્હી લખનઉ બેંગ્લોરમાં પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં દિલ્હીમાં છ દિવસમાં જ ફેફસા કાળા પડી ગયા હતા લખનઉમાં પ દિવસમાં અને બેંગ્લોરમાં રપ દિવસે ફેફસા કાળા પડી ગયા હતા.

પર્યાવરણ માટે કાર્યરત સંસ્થા વાતાવરણ ભગવાન ભટ્ટે જણાવ્યું હતું કે ખાનગી વાહનો મુંબઇનું પ્રદુષણ વધારી રહ્યા છે. વેપારીઓ, ઉઘોગપતિઓ ખાનગી મોટરો વાપરે છે. દરરોજ બાન્દ્રા કુર્લા કોમ્પલેકસમાં ૩ લાખ મોટરો આવે છે. આ મોટરોના ઘુંવાડા અને બીજું બાંધકામની ધુળ વાતાવરણને પ્રદુષીત બનાવે છે. પર્યાવરણ જાગૃતિ અંગેનો અભિયાન ચલાવતા શીખાકુમારે જણાવ્યું હતું કે હવે મુંબઇમાં ૩૦૦૦ ઝાડવાઓને બચાવવા પુરતુ પર્યાવરણ અભિયાન સિમિત રહ્યું નથી. હવે તો મહાનગર મુંબઇને બચાવવા માટે આખું હરિયાળુ વન ઉભું કરવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.