Abtak Media Google News

૧૫ હજારથી વધુ સ્ટેપસ ચાલવાથી વજનમાં ઘટાડો નહીં પરંતુ વધારો નોંધાયો

વિશ્વભરમાં અત્યારે મનુષ્ય જાત માટે મેદસ્વીતા એટલે ખુદનો ભાર જ ખુદને ભારે પડી રહ્યો છે. તબીબી જગતમાં અત્યારે સૌથી વધુ કમાણી મેદસ્વીતા પ્રતિરોધક સારવારમાં થઈ રહી છે. આપણી સામાન્ય માન્યતા છે કે, ચાલવાથી આરોગ્યને ખુબ ફાયદો થાય છે. પરંતુ શરીરનો વજન ઘટાડવા માટે ચાલવાને કોઈ સંબંધ ન હોવાનો તાજેતરના અભ્યાસમાં બહાર આવ્યું છે.

અમેરિકાની બ્રિગહામ યંગ યુનિવર્સિટી દ્વારા ૧૨૦ કોલેજમાં કરવામાં આવેલા સર્વેમાં એવું તારણ બહાર આવ્યું છે કે, ગમે તેટલું ચાલો પણ ચાલવાથી વજન ઘટાડવામાં કોઈ લાભ તો નથી. દરરોજના ૧૦,૦૦૦ પગલાં ચાલનારાને પણ વજન વધારાની સમસ્યામાં કોઈ જ ફરક પડતો નથી.

Kato

ફ્રેશમેન કોલેજના પગલાં ગણવાના પ્રયોગમાં પ્રથમ છ મહિનાના સમયગાળા માટે સામેલ થયો હતો. આ અભ્યાસ અંગેના જનરલ ઓબેસીટીમાં પ્રસ્તુત યેલ અભ્યાસ તારણમાં જાહેર યેલી આંકડાકિય વિગતોમાં ૧૦ હજાર, ૧૨૫૦૦ અને એક દિવસના ૧૫,૦૦૦ પગલાં, છ દિવસ અઠવાડિયું અને ૨૫ અઠવાડિયાનો સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં વિજ્ઞાનિકોએ કેલેરીની ગણતરી અને વજનના તફાવતના કરેલા અભ્યાસમાં વિજ્ઞાનિકોએ ૧૦ હજાર પગલા એક દિવસમાં ચાલનારા વિર્દ્યાીઓનું વજન અને ચરબીના ઘટાડા અંગેના અભ્યાસમાં વિર્દ્યાીઓએ ૧૫૦૦૦ પગલાનું રોજનું ચાલવાનું રાખ્યું હતું. તેમના વજનમાં પણ નજીવો ફેરફાર દેખાયો હતો.

વજનના ફાયદા માટે ચાલવાનું કોઈ મહત્વ ન હોવાનું બહાર આવ્યું હતું. ૧૦,૦૦૦ પગલા જેટલું ચાલવાી વજનમાં કોઈ ફાયદો તો ન હોવાનું વિજ્ઞાનિકોએ નવા અભ્યાસમાં શોધી કાઢયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.