Abtak Media Google News

સાવચેતી માટે ગુજરાતમાં શાળા-કોલેજો, મોલ, મલ્ટીપ્લેક્સ ૨૯મી સુધી બંધ રહેશે :  વાયરસના ઝડપી નિદાન સારવાર માટે કેન્દ્ર સરકારની ઝડપી ડિસ્ચાર્જ પોલિસી

વિશ્ર્વભરમાં કોરોના વાયરસના કારણે થયેલા મોતના કારણે ભયનો માહોલ જોવા મળ્યો છે. સતત વધી રહેલા સંક્રમણનાં કેસના પરિણામે કોરોના વાયરસને ડામવા માટે વિશ્ર્વની સરકારો ઉંધા માથે થઈ છે. આવા સંજોગોમાં ભારત સરકારે લીધેલા સાવચેતીનાં પગલાના કારણે ભારતમાં મોતના કેસ નોંધાયા નથ જોકે, સંક્રમણના કેસ વધે નહી તે માટે તમામ રાજયોને એલર્ટ કરી દેવાયા છે. ભય નહી પરંતુ લોકો સાવચેત રહે તે માટે સરક્રે કવાયત હાથ ધરી છે.

કોરોના વાયરસને ડામવામાં એક તરફ આખું વિશ્ર્વ એક છત હેઠળ આવી ગયું છે. બીજી તરફ એશિયાના દેશોમાં ભારત બીગ બ્રધરની ભૂમિકામાં આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનમાંથી ઉદ્દામથીને સમગ્ર વિશ્ર્વ માટે ચિંતાનો વિષય બનેલા કોરોમાં વાયરસ સામે દક્ષિણ એશિયાના વિશાળ ભુખંડને સુરક્ષીત રાખવા સહિયારા પુરૂ ષાર્થ અને સંકલનની સૌ પ્રથમ હિમાયત કરીને શાર્ક દેશોના શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના સામેની લડત માટે ખાસ સ્વાયત્તા ભંડોળ ઉભું કરવાની હિમાયત કરી મહત્વના સુચનો આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને શાર્કના તમામ સભ્ય દેશોએ સામુહિક ધોરણે જબ્બર પ્રતિસાદ આપી વડાપ્રધાનના સુચનોને સ્વીકાર્ય રાખવાની સહમતી આપી હતી.

1.Monday 2

બીજીતરફ કોરોનાને પગલે સાવચેતીના પગલા માટે ગુજરાત પણ ભારતના અન્ય રાજય જેવા કે પંજાબ, હરિયાણા, બિહાર, કેરલ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સાથે ર૯મી માર્ચ સુધી શાળા કોલેજો બંધ રાખવાના નિર્ણયમાં જોડાયો છે. કોરાના વાયરસને ફેલાવતો અટકાવવા આ પગલાં લેવાયા છે. ગુજરાતમાં ૮૦ શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા. પરંતુ સદનસીબે એકપણ પોઝીટીવ કેસ મળ્યો નથી તેમ છતાં સાવચેતીના પગલા રુપ સરકારે લોકોની ભીડ, મેળાવવા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખરીદારો અને સાથે ભેગા ન થાય તે માટે શાળા કોલેજો અને મલ્ટીપ્લેક્ષ ને ર૯મી માર્ચ સુધી બંધ રાખવાનું નકકી કર્યુ હોવાનું સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક શિખર પરિષદના શાર્ક દેશોને સંબોધીને નોવેલ કોરોના વાયરસ સામે સામુહિક રણનીતીની હિમાયત કરી હતી. વડાપ્રધાને કોરોના વાયરસ માટે સ્વાયત્તા ભંડોળ ઉભુ કરી સમગ્ર સાર્શ દેશોના મહાપ્રદેશમાં સામુહિક ધોરણે તબીબી અને સહાયકારક પરિવહન ક્ષેત્રે સહયોગથી પગલા લેવાની હિમાયત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી હિમાયતના મુખ્ય ૧૧ જેટલા સુઝાવોમાં કોરોના વાયરસની આ મહામારી સામે સામુહિક ધોરણે કામગીરી ઉપાડી લેવાની હિમાયત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સંબોધનમાં જણાવ્યું હતું કે આપણી પાડોશી સહયોગની ભાવના સમગ્ર વિશ્ર્વ માટે એક આદર્શ ઉદાહરણ બનવું જોઇએ. અમે આ યુઘ્ધ સૌ સાથે મળીને લડશું અને તેમાં સૌ સાથે મળીને વિજય પણ મેળવીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો પણ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે તેમની ટીમ સાવચેતીપૂર્વક તમામ પરિણામોની નોંધ અને સહયોગી રાષ્ટ્રના દવઓ અને સાધન સહાય માટેના પ્રસ્તાવની ગંભીરતાથી નોંધ લઇને તેની તૈયારી હાથ ધરી છે. હું તમને વિશ્ર્વાસ આપું છું કે અમે અમારા પાડોશીઓને શકયતા તમામ રીતે મદદરૂ પ થશું તેવું વડાપ્રધાન વિશ્ર્વાસ વ્યકત કર્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા શાર્ક દેશોને પૃથ્વીની સ્વાસ્થ્ય માટે તાત્કાલીક પગલાની હિમાયત કરીને એક ટવીટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે મને વિશ્ર્વાસ છે કે જો આપણે સાથે આગળ આવશું તો આપણા નાગરીકો માટે ખુબ જ અસરકાર લાભ આપનારી પરિસ્થિતિ ઉભુ કરી શકશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલ દિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમદ સોલે, શ્રીલંકાના પ્રમુખ ગૌતાબયિા રાજપક્ષે ભુતાનના સુપ્રિમો, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાલના વડાપ્રધાન ઉર્વશર્મા ઓલી, અફઘાનના વડાપ્રધાન અહરફધાની, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના ખાસ સચિવ ડો. જફરમિર્ઝાને આ શિખર બેઠકમાં જરુરી સાથની અપીલ કરી હતી. ચીનના વુહાનમાં પ્રાંતમાંથી શરુ થઇને ચીનને ભરડો લીધો બાદ સમગ્ર વિશ્ર્વમાં ફેલાઇ રહેલો કોરોના વાયરસથી વિશ્ર્વભરમાં અત્યારે હેલ્થ ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. ભારતે પણ બચાવ રાહત અને સુરક્ષાના પગલામાં કોઇપણ કચાશ ન રહે તે માટે ભારતે પણ આગવી વ્યવસ્થાના પગલા લેવાનું શરુ કર્યુ છે.

ગુજરાત સરકારના મુખ્ય સચિવ અનિલે રવિવારે માઘ્યમોને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂ પાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલની ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો કે શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનો બે અઠવાડીયા માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર અને રાજયસરકારની સલાહકાર સમિતિઓએ ચેપ ન ફેલાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષાને કોઇ અવરોધ નહિ મુકાય તેમ મુકીએ જણાવ્યું હતું. મુખ્ય સચિવે એવું પણ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન મોલ, મલ્ટીપ્લેક્ષ અને સ્વીમીંગ પુલ પણ રાજયભરમાં બંધ રહેશે. એક મહત્વના નિર્ણયમાં સરકારે સ્થાનિક સ્વરાજય સંસ્થાઓ, કોર્પોરેશન, નગરપાલિકા, ગ્રામ પંચાયતો અને જાહેરમાં થુંકનાર પાસેથી રૂ ૫૦૦ નો દંડ લેવાની હિમાયત કરી જન આરોગ્ય માટે જોખમી બનનાર જાહેરમાં થુંકવાને નિયંત્રણમાં લેવાનો મુકિમે જણાવ્યું હતું. આરોગ્ય મુખ્ય સચિવ જયંત રવિએ જણાવ્યું હતું કે સદનસીબે રાજયમાં હજુ કોઇપણ કોરોના કેસ નથી પરંતુ આપણે સાવચેતી ના પગલામાં ગંભીર છીએ. અને નાગરીકોને યોગ્ય રીતે હાથ ઘોવા, મેળાવડા અને જાહેર સમારંભો ટાળવા અને કોરોના લક્ષણ દેખાય તો તાત્કાલીક હેલ્પ લાઇનનો સંપર્ક કરવા હિમાયત કરી છે.

  • ચીન, ઇરાન પછી હવે કોરોનાએ ઇટલીનો ‘વારો’ કાઢયો

ચીનમાંથી ઉદભવેલા અને વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસે ઈરાનને ભરડામાં લીધા બાદ હવે ઈટલીનો વારો કાઢ્યો છે. ઈટલીમાં એક જ દિવસમાં કોરોનાથી ૩૬૮ ના મોત થયા છે. જે અત્યાર સુધીના એક જ દિવસમા આ વાયરસથી થયેલા સૌથી વધુ મોત છે. ઈટલીના નાગરીક સુરક્ષા સેવાના જણાવ્યા મુજબ કોરોના અસરગ્રસ્તોનો આંકડો ૨૪૭૪૭ ઉપર પહોચ્યો છે. યુરોપમાં કોરોના રોગચાળાનુયં એપી સેન્ટર બનેલા મિલાન આસપાસનાં ઉતરીય લોમ્બાર્ડી વિસ્તારમાં અત્યાર સુધીમાં ૧૨૧૮ મોત થયા છે. જે ઈટલીમાં થયેલા મોતના ૬૭ ટકા છે. જોકે રવિવારે બારી શહેરનાં દક્ષિણ યુગલીયા વિતારમાં મોતનો આંક ૮માંથી વધીને ૧૬ પહોચ્યો હતો. ઈટલીની રાજધાની સહિતના લેમીયોવિસ્તારમાં શનિવાર સુધીમાં ૧૬ના મોત થયા છે.

  • ન હોય…આતંકીઓ પણ કોરોનાથી ફફડયા

વિશ્ર્વભરમાં ફફડાટ ફેલાવનાર કોરોના વાયરસથી આતંકીઓ પણ ફફડી ઉઠ્યા છે. કોરોના વાયરસના ફેલાવાના પગલે યુરોપના દેશોમાં પ્રવેશવા સામે આઈએસઆઈએ સર્તક થયું છે. પોતાની સાથે સંકળાયેલા આતંકીઓને યુરોપથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. વર્તમાન સમયમાં ઈરાક અને સિરાયામાં અઈએસઆઈએસની પકડ મજબુત છે. બીજા તરફ ઈટાલી, ફ્રાન્સ સહિતના યુરોપીયન દેશોમાં કોરોના વયરસનાં સંક્રમણ અને તેનાથી થતા મોતના કિસ્સા સતત વધી રહ્યા છે. જેના પરિણામે આઈએસનાં આતંકીઓ યુરોપમાં પગ મૂકવાથી ડરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આઇએસઆઇએસના આકાઓએ આતંકવાદીઓને યુરોપીયન દેશોમાં પ્રવેશવું નહીં તેવી સ્પષ્ટ ચેતવણી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • વાર્યા વળે નહીં તે હાર્યા વળે કોરોનાના ફફડાટથી વિશ્ર્વભરના નેતાઓ એક છત નીચે આવ્યા

સમયાંતરે એકબીજા સાથે બાખડી પડનાર વિશ્ર્વના દેશોમાં અંતે કોરોનાની બીકે ભાઈચારાની ભાવના જાગી છે કોરોનાથી લડવા વિશ્ર્વના દેશોએ કદમથી કદમ મિલાવવાનું શરૂ  કર્યું છે ભારતનાં પ્રતિનિધિત્વ હેઠળ યોજાયેલા સાર્ક દેશોની વિડિયો કોન્ફરન્સ જેમ જી સેવન દેશોએ પણ વિડિયો કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સ ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેકરોનની આગેવાનીમાં મળી હતી. સ્પેઈનમાં વાયરસના સંક્રમણના નવા ૨૦૦૦ કેસ, ઈટાલીમા ગંભીર પરિસ્થિતિ સહિતના મુદે સહયોગ સાધવાનો મત વ્યકત કરવામા આવ્યો હતો. વાયરસથી બચવા વર્તમાન સમયે ઘણા દેશો પોતાની સરહદો બંધ કરી રહ્યા છે. બીજા દેશો સાથેનો વ્યવહાર કરતી રહ્યા છે. સંક્રમણ અને મોતની સંખ્યા ઘટાડવા માટે યુરોપના વિકસીત દેશોએ કવાયત હાથ ધરી છે કોરોના વાયરસના ભયના કારણે દેશો વચ્ચે હાયતાનાં સંબંધો મજબુત બન્યા છે.

  • વિશ્ર્વની કોરોનાની ‘છીંકે’ શેરબજારને માંદુ કર્યું!

વિશ્ર્વમાં કોરોના વાયરસના ફેલાવાના કારણે શેરબજાર સતત નીચે પટકાઈ રહ્યું છે. ગત ટ્રેડીંગ દિવસે ઉંધી સર્કિટ લાગ્યા બાદ આવેલી તેજી બાદ આજે ફરી માર્કેટમાં મુંજારો જોવા મળ્યો હતો. રોકાણકારોમાં અફરા-તફરીનો માહોલ છે. બજાર આજે પણ ખુલતાની સાથે નીચે પટકાયું હતું ત્યારબાદ રિકવર થવાનો પ્રયત્ન કર્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧૬૦૫ પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થયો છે. નીફટી ૫૦માં પણ ૪૫૮ પોઈન્ટનો ઘટાડો થયો છે. બેન્ક નિફટી વર્તમાન સમયે ૧૪૭૩ પોઈન્ટના કડાકા સાથે ૨૩,૬૯૫ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. વિશ્ર્વના તમામ બજારો છેલ્લા ૧૦ દિવસથી રેડમાં ટ્રેડ થયા છે ત્યારે ભારતીય બજારને પણ કોરોના વાયરસે માંદુ પાડયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.