Abtak Media Google News

ગાવો વિશ્ર્વસ્ય માતર:

માતર: સર્વ ભૂતાનાં ગાવ :સર્વ સુખપ્રદા

વંદે ધેનુમાતરમ

મા અને ગા જયાં હશે ત્યાં ગોવિંદ વસે.

ભારત એ તિર્થ ભૂમિનો દેશ છે, પરંતુ ખ‚ તિર્થ દર્શન કયુ? દેવાલયમાં બિરાજતા દેવ, દેહ મંદિરમાં પ્રવિષ્ટ થાય રાંકની રતન  એવી ગાય માતાનું જીવની જેમ જનત થાય એજ સાચું તિર્થ.

આપણા સમાજની ઘણી વિશિષ્ટતાઓ છે, તો કયાંક ત્રુટીઓ પણ ઉડીને આંખે વળગે ખૂંચે એવી છે.અતિતની સરખામણીમાં વર્તમાનમા કશુંક ખૂટતું હોય એમ દેખાય છે. કશીક ઉણપ વર્તાય છે. એવી કઈ કઠોર કડી છે જે કુદરતને ક્રોધાયમાન, કોપાયમાન થવાનું કાર્ય કરે છે? કવિ શ્રી ઉમાશંકર કહે છે.

વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી,

પશુ છે. પંખી છે, પુષ્પોની છે વનસ્પતિ.

આપણે કેવળ માનવીના મહિમાવાન યશોગાન ગાવાને બદલે માનવેતન પ્રાણીઓ અને પ્રકુતિનું જતન કરવું પણ જરૂરી છે આજના કહેવાતા આધુનિક માનવીએ સફળતાના અનેક ગીરી શિખરો સર કર્યા પરંતુ એની સાથોસાથ માનવ સંવેદનામાં શૂન્ય થતો જાય છે.આવી માનવતાની મૂડી ખુટી પડે એે કોઈ પણ સમાજને ન પરવડે , એવું જયારે સર્જાય ત્યારે સમાજે જાગૃત થવું પડે, આજે એ દિશામાં વિચારવાનો વખત આવી ગયો છે, એમ કહી શકાય કે, અત્યારે જ એની તાતી અને સાચી માંગ છે, જ‚રીયાત છે, આપણે આપણી ખેવના અને ચાહના કરીએ એની સાથો સાથ મુંગા,અબોધ ધનનુ જીવની જેમ જતન કરવાનો પણ સમય પાકી ગયો  છે.જેઓ  આપણા જીવન રક્ષક, પાલક, પોષક, દુ:ખહારક, ઉપકારક અબોલ જીવ પ્રત્યે કૃત્જ્ઞતાનો ભાવ વ્યકત કરવો, એમના અહેસાનને આંખે અડકાવવા, એમના માટે કશુંક  કરી છૂટવું એ દરેક મનુષ્ય માત્રની  નૈતિક,આધ્યાત્મિક, સામાજીક અને વ્યવહારિક  ફરજ નહી પણ કર્તવ્ય ધર્મ છે.અને દરેક ધર્મ-સંપ્રદાયો અબોલ જીવનું જકન એની સેવા, સારવાર અને સંવર્ધનના પક્ષે છે, કારણકે આવી  કરૂણા સાથે માનવી જન્મજાત સહાનુભૂતિથી સંકળાયેલો છે, જોડાયેલો છે.કરૂણા વગરનો માનવ પશુ જેવો છે.!!

સેવા અને પરોપકાર ભાવ તો હિન્દુ ધર્મના મુળભૂત સિદ્ધાંતો માનો એક છે. ધર્મની ત્રણ શાખા છે.યજ્ઞ, સ્વાધ્યાય, અને દાન, આમા દાન પ્રથમ સ્થાને છે. ખુબ આવા સાચા અને સારા સેવા કાર્યો માટે દાન કરવું જોઈએ ,શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવું  જોઈએ,ભગવાન શ્રીકૃષ્ણે પણ શ્રી મુખે કહ્યું છે.યજ્ઞ, દાન ,તપ જ્ઞાનીઓને પણ પવિત્ર કરનારા છે.શાસ્ત્રોમાં પણ કહ્યુ છે. હાથનું આભુષણ દાન છે, કંઠનું આભુષણ સત્ય છે.અથર્વેવેદ કહે છે.સેકડો  હાથે કમાઓ અને હજારો હાથે વહેચો, પૂ. રણછોડદાસ બાપુ પણ કહેતા  સુખ ચાહતે હો તો દુસરો કો સુખ દો એટલે જ આપણાં શાસ્ત્રોેએ અને સંતોએ સરસ કહ્યું છે. તન પવિત્ર સેવા ક્રિયે,ધન પવિત્ર કર દાન, મન પવિત્ર હરિ ભજન કરે, હોત ત્રિવિધ કલ્યાણ માનવી જે પણ કઈ કમાય છે.તે આ અવની ઉપરથી જ કમાય છે. ધરતી માતાની આ દેન છે. એટલે જ તેને  વસુધા જગત આખુ પ્રકુતિના દાન ઉપર નિર્ભર  છે સૂર્ય પ્રકાશનું દાન કરે છે.ચંદ્ર શિતળતા પ્રદાન  કરે છે.નદી નીર વનસ્પતિ ફળ-ફુલનું દાન કરે છે. દાન શબ્દ દ ધાતુથી બન્યો છે.દે એટલે દેવું કોઈને કશુંક  આપવું અને આપણું  દર્પણ ચોખ્ખું કરવું શ્રીમદ ભાગવત માં પણ દ અક્ષરના નામોની જ પ્રધાનતા છે.દેવકી, નંદ, યશોદા,વસુદેવ, વાસુદેવ આ દરેક પાત્રોએ સમાજને બસ આપ્યું જ છે.એટલે જ એની પૂજા થાય છે. દ એટલે  દેવુ જે દે એ દેવતા બાકી બધા લેવતા અને એટલે જ કહેવાય છે…

પાની બાઢે નાવમે ઘરમે બાઢે દામ,

દોનો હાથ ઉલેચીએ યહી સજ્જનકા કામ.

આમ દાનથી મનુષ્ય મુંઠી ઉચેરો બને છે.કારણ દાન આપનારનો હાથ હમેશાં ઉચો રહે છે.મનુષ્ય જન્મ મૂંઠી ઉચેરો બને છે.કારણ દાન આપનારનો હાથ હમેશાં ઉચો રહે છે.મનુષ્ય જન્મ સફળ, સફળ સાર્થક કરવો હોય તો દાન કરો, દાન કરો યાર એનો મહિમા અપાર આપણા શાસ્ત્રોએ દાનની ત્રણ ગતિ કહી છે.દાન, ભોગ અને નાશ અને એના ચાર વારસ છે.ધર્મ, અગ્નિ, રાજય અને ચોર,એટલે જ કહેવાય  છે.

યહી પશુ પ્રવૃતિ હૈ કી આપ હી આપ ચરે,

વહી મનુષ્ય હૈ જો ઔરો કે લિયે મરે.

જીવન કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવુ જીવ્યા એ મહત્વનું છે.કેટલુ કમાયા એ મહત્વનું નથી, પરંતુ પરોપકારાર્થે કેટલુ વાપર્યુ એજ અગત્યનું છે.પૈસા તો ઘણા પાસે પરસેવાની જેમ ગંધાય છે, પરંતુ એ પૈસા જયારે પર -સેવા માટે વપરાય ત્યારે લક્ષ્મી બની  જાય, એમાં પણ ઘાસના તણખલા માટે ટળવળતી, પાણીના બુંદ માટે બળબળતી, બિમારીથી બચવા માટે વલખા મારતી વિવશ અને વિષાદ ભરી આંખોથી આંસુ સારતી બેબસ લાચાર બિચારી મોતના આરે ઉભેલી ભૂખી દુ:ખી મંગલમયી મૂંગી ગૌમાતની આંતરડી ઠારવાથી અદકે‚ કોઈ પૂન્ય નથી, એના જેવું કોઈ દાન નથી, આ શાસ્ત્રનું વિધાન છે.જીવનને કૃતાર્થ કરવું હોય પૈસાને મહાલક્ષ્મીનારૂપમાં પરિવર્તિત કરી, પૂણ્ય કમાઈ મોક્ષનો માર્ગ મોકળો કરવો હોય તો દાન કરો, ગૌમાતાને તૃપ્ત કરો,

ગાયોને ઘાસ ખવડાવવા અંગે તો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે તિર્થ સ્થાનોમાં જવાથી, બ્રાહ્મણોને ભોજન  કરાવવાથી,અનેક વ્રત,તપ ,ઉપવાસ કરવાથી,પૃથ્વીની પરિક્રમા કરાવાથીન હરિનું પૂજન  કરવાથી તથા શાસ્ત્રોમાં અને વેદ વાકયોમાં પુણ્ય પ્રાપ્તિ અંગેના જે પણ કંઈ વિધાન વર્ણવવામાં આવ્યા છે તે તમામ પુણ્ય માત્ર ગાયને ઘાસ નાખવાથી અને ગાયની  સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. નિર્ણય સિંધુમાં તો એવું વર્ણન આવે છે.કે, જે વ્યકિત પોતાના પિતૃઓનું શ્રાધ્ધ કાર્ય કરવા સક્ષમ ન હોય તો તે ફકત ગાયને શ્રધ્ધા પૂર્વક ઘાસ ખવડાવે તો એને સંપૂર્ણ શ્રાધ્ધ કાર્યનું  પૂણ્ય પ્રાપ્ત થાય છે.

ભારતીય સંસ્કૃતિના તો ગાય, ગંગા, ગાયત્રી, ગુરૂ અને ગોવિંદ ગહેકતા, મહેકતા પરમ પાવક પ્રચંડ પ્રભાવક પૂર્ણરૂપ અડીખમ પાયા છે.સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં આપણે ગાયને જ માત્ર માતાનું બિરૂદ લક્ષ્ય છે, એનો પ્રેમ રામનો ભાવ અને લાલાની લાગણીના તાંતણે બંધાયો છે.પશુધનમાં સૌથી શ્રેષ્ઠ ગોધન છે.એમ આપણા પ્રાચીન શાસ્ત્રો પહેેલેથી કહેતા આવ્યા છે. ઋગવેદ કહે છે.ગાય ‚દ્રોની માતા, વસુઓની પુત્રી,આદિત્યોની બહેન અને અમરત્વનું કેન્દ્ર છે.ગાયમાં તેસીસ કરોડ દેવતાઓનો વાસ છે.ગાયની પૂજા કરવાથી તમામ દેવી-દેવતાઓની પૂજા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.કહેવાય છે કે,ઋષિ-મુનિઓ ઉપર પ્રસન્ન થઈ, પરમાત્માએ વરદાન માંગવાનું કહ્યુ ત્યારે મુનિ-મહર્ષિઓએ સ્વર્ગમાં રહેતી કામઘેનું ગાયને પૃથ્વી પર મોકલવાનું વરદાન માંગ્યું,અને વરદાન સ્વરૂપ ગાયનું અવની પર અવતરણ થયું,આમ ગાયએ ભગવાન તરફથી મનુષ્યને મળેલું  મોઘેંરુ વરદાન છે, આપણા શાસ્ત્રોએ ગાયને પૃથ્વીનું પ્રગટ સ્વરૂપ માન્યુ છે, અર્થાત ગાય છે તો આપણે છીએ, માતા વિના બાળકનું અસ્તિત્વ ન હોઈ શકે આપણા જીવનનું અવલંબન છે. ગાય માતા છે.ગાય સર્વ મંગલોનું પરમ ધામ છે. ગાય ભૂત અને ભવિષ્યનો આધાર છે.મહાત્મા ગાંધીજીએ તો એટલે સુધી કહ્યુ છે કે ગૌ-માતા આપણી જન્મદાત્રી માતા કરતા પણ કેટલીક રીતે આગળ છે. કારણ કે, માતાનો આપણને એક-બે વર્ષ દુધપાન કરાવે છે, જયારે ગાયના દુધથી તો આપણેને જીવનભર પોષણ મળે છે.

ભારતીય સંસ્કૃતિમાં ગાયને બીજા સામાન્ય પશુઓની માફક પશુ ગણવામાં આવેલ નથી, તલ એ ધાન્ય નથી અને ગાયએ પશુ નથી, કારણ તલ અને ગાયના ઘી, દુધ, દહીં, છાણ, અને મૂત્રમાંથી વિવિધ ઔષધિઓ બને છે, જે અનેક રોગોનું  નિવારણ કરે છે.આયુર્વેદમાં તો ઘી નું બીજુનામ આયુ છે.વેદોમાં તો ગાયોના અર્થ સભર એવા પૂર્ણાક સમા અઢાર નામ છે. અને એના અંગેના સો જેટલા શબ્દો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.