કેન્સર પીડિત માટે ઘરેણાં સમાન વાળનું દાન: જુનાગઢ જિલ્લાની દીકરીએ સમાજને નવો રાહ ચીંધ્યો!

લાંબા, મખમલી વાળ મોટાભાગની મનુની ઈચ્છે છે. વાળની માવજત કરે છે. વાળ ખરે તો ચિંતામાં મુકાઈ જાય છે, તેના પરથી જ વાળની ચાહતનો ખ્યાલ આવી જાય છે. આજે કેશોદના ખીરસરા ગામની યુવતી સોંદરવા રવિનાએ પોતાના વાળ કેન્સરગ્રસ્ત માટે દાન આપી અનોખો દાખલો બેસાડ્યો છે.

સોંદરવા રવિનાએ સવા ફૂટ જેટલા લાંબા વાળ કપાવીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રવીનાએ બાળપણથી પોતાના માથાના વાળ પર એકપણ વાર કાતર પણ ફેરવવા દીધી નથી અને આજે તેણીએ પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે દાન આપ્યા છે

કેન્સર પીડિત મહિલાઓ માટે વાળ દાન આપવાનું અભિયા
કીમિયોથેરાપી અને અન્ય રેડિયેશન ટ્રીટમેન્ટથી કેન્સર પીડિતો પોતાના વાળ ગુમાવી દે છે ત્યારે એવી યુવતીઓ અને મહિલાઓની પડખે ઉભા રહેવા, તેમને કોઈપણ જાતની શરમનો અનુભવ ન થાય તે માટે છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરની બહેનો આ અભિયાનમાં જોડાઈને તેમના વાળ વિગ બનાવવા માટે Education of social science and Research Center Mehsana (N.G.O) 9723211354 પર ડોનેટ કરી રહી છે.

દીકરીને તેના લુકથી જજ કરવાનું બંધ કરો: રાવીનાનો સમાજને સંદેશ

જૂનાગઢ જિલ્લામાં આ પહેલો કિસ્સો છે. આમ રવિનાના પરિવારમાં સાત સભ્યો છે. પરિવાર મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ ડીવાઇન હેર સલૂન ખાતે મુંડન કરાવીને વાળને NGOમાં ડોનેટ કર્યા હતા. સોંદરવા રવિના પણ તેનો જ એક ભાગ બની હતી. આ અભિયાન માટે દરેક સમાજને એક સંદેશો પણ આપવા માંગે છે કે કોઈપણ દીકરીને તેના લુકથી જજ કરવાનું બંધ કરો.

નાના એવા ગામની યુવતીએ સમાજને નવો રાહ ચીંધ્યો

કેન્સર પીડિતો માટે સામાજિક મેન્ટાલીટી ચેન્જ કરો, બાલ્ડ લુક આમ પણ એક ટ્રેન્ડ બની ગયો છે. ગુજરાતમાં હજુ બહુ ઓછી યુવતીઓ આગળ આવીને આવી હિંમત દર્શાવે છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાના એવા ખીરસરા ઘેડ ગામની યુવતીએ સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે

Loading...