Abtak Media Google News

મોદી સરકારે ભારતના હિતોને ધ્યાને રાખી વિદેશો સાથે વ્યાપાર-ખરીદીના કરારો પ્રામાણિકતા સાથે કર્યા છે

હજુ ગઇકાલે ૨૧મી તારીખે સમગ્ર વિશ્વે માતૃભાષા ગોરવ દિવસની ઉદવણી કરી. ગુજરાતીઓ પણ એમાં સામેલ હોય જ. પરંતુ આ વર્ષે ગુજરાત માટે આ ઉજવણી બેવડા ઉત્સાહ સાથે થઇ એમ કહીએ તો પણ ખોટું નથી. આપણને માતૃભાષાનું ગૌરવ છે જ પણ માતૃભૂમિનું પણ ગૌરવ છે. અને એ ગૌરવ આ વર્ષે આ દિવસની આસપાસ જ અનેક ગણું વધી ગયું છે. તા. ૨૪મી ફેબ્રુઆરીએ વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એમનો પરિવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ ઘટના આપણા સૌ માટે આનંદ અને ગૌરવની છે એમ ભાજપના અગ્રણી  રાજુભાઇ ઘ્રુવે જણાવ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ગુજરાત-ભારત મુલાકાત અંગે અનેક ચર્ચા તમામ માધ્યમો પર છે. આ સમયે અત્યંત માર્મિક અને મહત્વના મુદ્દા વિશે વાત કરતાં રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે ટ્રમ્પની ગુજરાત મુલાકાત એ જરાય સાધારણ ઘટના નથી. આટલા વર્ષોથી આપણે આઝાદ છીએ પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આ રીતે મહેમાન બનીને અહીં આવતા હોય એવી આ પ્રથમ ઘટના છે. બિલ ક્લિન્ટન કચ્છ આવ્યા હતા પરંતુ એ તો ધરતીકંપને અનુલક્ષીને મુલાકાત હતી. ટ્રમ્પ ગુજરાતના મહેમાન બનીને આવે છે. હું એટલું કહીશ કે એ મહેમાન તો સમગ્ર ભારતના છે પણ સૌથી  પ્રથમ ગુજરાતને એમની મહેમાનગતી કરવાનો અવસર પ્રાપ્ત થઇ રહ્યો છે.

Admin 1

જરાય અતિરેક વગર કહું છું કે મોદી હૈ તો મુમકિન હૈ સૂત્ર દેશના વિકાસની જેમ અહીં પણ લાગી પડે છે એમ કહીને રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે શા માટે ટ્રમ્પની ગુજરાત મુલાકાત આટલી અગત્યની છે, આ માત્ર કોઇ ઔપચારિક મુલાકાત નથી પરંતુ નરેન્દ્રભાઇ મોદી અને એમની સરકારની સફળ વિદેશ નિતિનો એક બોલતો, જીવતો જાગતો પુરાવો છે. આ અગાઉ જિન પીંગ પણ ભારત-અમદાવાદ આવ્યા હતા. વિશ્વના મોટા અને પ્રગતિ કરી ચૂકેલા તમામ દેશ સાથે ભારતના સંબંધો વધુ મૈત્રીપૂર્ણ અને મજબૂત બન્યા છે. બની રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ભારતમાં આવે છે એ વૈશ્વિક ઘટના છે અને બની રહી છે ગુજરાતના આંગણે. એમ રાજુભાઈ એ જણાવ્યું હતું.  જેને ટીકા જ કરવી છે, નકારાત્મક રાજનિતિ જ કરવી છે એ લોકો એ જ કરશે. પરંતુ એ પછી પણ એ હકીકત તો નહીં જ બદલાય કે વિશ્વના આવડા મોટાદેશના પ્રમુખ આમ ગુજરાતના આંગણે આવશે. આ કક્ષાએ દેશ અને ગુજરાતને પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીના સુશાસનને નરેન્દ્રભાઈ મોદી ના દુરંદેશી-દીર્ઘદ્રષ્ટિ ધરાવતા નેતૃત્વ શ્રેય આપવું જ રહ્યું. ગુજરાત-દેશ ના મહેમાન અમેરિકા ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને આવકાર સાથે શુભેચ્છા અને તેમને ગુજરાત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને અભિનંદન સહ શુભેચ્છાઓ આપતા તથા ગુજરાત ની પ્રજા વતી સુંદર વ્યવસ્થા-આયોજન બદલ મુખ્યમંત્રી વિજયભાઈ ને અભિનંદન સહ શુભેચ્છા પાઠવતા રાજુભાઇ ધ્રુવે હર્ષ ની લાગણી વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.