Abtak Media Google News

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત ટાગોર રોડ પર ૨૦ સ્થળે પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણોનો કડુસલો

વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૭માં કિશાનપરા ચોકથી ભકિતનગર રેલવે સ્ટેશન સર્કલ સુધીના વિસ્તારમાં ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડોમીનોઝ પીઝા અને કોર મોબાઈલ સેન્ટરના તોતીંગ હોર્ડિગ્સ બોર્ડ હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અલગ-અલગ ૧૮ સ્થળો પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા. ગંદકી ફેલાવવા સબબ ૧૩ આસામીઓ પાસેથી રૂ.૪૩૫૦નો દંડ વસુલ કરાયો હતો.

Dsc 2587આજે હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓટલા તોડમાં ડોમીનોઝ પીઝાનું એડવર્ટાઈઝમેન્ટ હોર્ડિંગ્સ બોર્ડ દુર કરાયું હતું. જયારે મુંબઈ સ્નેકસ સેન્ટર, હરેકૃષ્ણ સ્ટેશનરી અને ઝેરોક્ષ, સંતોષ હેર સલુન, મોમાઈ ટી સ્ટોલ, રામનાથ ટી સેન્ટર, જય રાજમંદિર ફરસાણ, ગોપાલ ભજીયા હાઉસ, હરી પેલેસ કોમ્પ્લેક્ષ, પાર્થ ડેવલોપર્સ, પારસધામ વાયર ઈન્ડસ્ટ્રીઝ, ચંદન સેનીટરીરેજ, રેડ એપલ વુડ, યુનિકોન સિસ્ટમ કોમ્પ્લેક્ષ, ડીકો સીટી એસેસરીઝ, બાવીસી પ્લાયુડ માર્કેટીંગ અને જે.પી.ટાવર કોમ્પ્લેક્ષમાં પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા ઓટા, એન્ગલ અને પાઈપનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૧૩ આસામીઓ પાસેથી ગંદકી સબબ રૂ.૪૩૫૦નો દંડ વસુલ કરી બે કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો હતો.

Dsc 2615

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.