Abtak Media Google News

અમેરિકામાં ભારતીયોના દબાદબાની વાતથી કોઈ અજાણ નથી. આ વખતેની ચૂંટણીમાં હારજીત પાછળ મૂળ ભારતીયોના મત નિર્ણાયક રહ્યા છે. હવે અમેરિકાના રાજકારણ અને સત્તામાં પણ ભારતીયોનો દબદબો વધ્યો છે. જેના પુરાવા બીડનની કેબિનેટમાં 12 ભારતીય અમેરિકનને સ્થાન મળવા જઈ રહયું છે તેના પરથી મળી રહ્યા છે.

Screenshot 1 21
મૂળ ભારતીય નિરા ટંડનને વાઇટ હોઉસ ઓફીસના મેનેજમેન્ટ અને બજેટની જવાબદારી સોંપાઈ છે. જેઓ વિવિધ ફેડરલ એજન્સીના બજેટનું ધ્યાન રાખશે.

Screenshot 2 9

બીજી તરફ અમેરિકાના સર્જન જનરલ તરીકે ડો. વિવેક મુર્થીનું નામ સામે આવ્યું છે.

Screenshot 3 7

ઉપરાંત વનિતા ગુપ્તાને ન્યૂ યોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ લૉના એસોશિએટ એટર્ની જનરલ તરીકે જવાબદારી સોંપાશે.

Screenshot 4 6

વાઇટ હોઉસની ડિજિટલ રણનીતિની કમાન આઇશા શાહના હાથમાં રહેશે.

Screenshot 5 1

ભારતમાં જન્મેલા અને સીએટલમાં ઉછરેલા ગૌતમ રાઘવન ઓફીસ ઓફ પ્રેસિડેન્ટન્સિયલ પર્સનલના નાયબ ડીરેક્ટર તરીકે સેવા આપશે.

Screenshot 6

નેશનલ ઇકોનોમીક કાઉન્સિલના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ભરત રામામૂર્તિને જવાબદારી સોંપાશે. તેઓ બોસ્ટનના રહેવાસી કજે. હાર્વર્ડ કોલેજ એન્ડ એલ સ્કૂલ ઓફ લૉમાંથી તેમણે અભ્યાસ કર્યો હતો.

Screenshot 7

સ્પીચ રાઈટિંગના ડિરેક્ટર તરીકે વિનય રેડ્ડી રહેશે. જેઓ ઓહીયોના ડેટોનમાં ઉછરેલા છે.

Screenshot 9

ટેકનોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષાના વરિષ્ટ ડિરેક્ટર તરીકે તરૂણ છાબરા શપથ લેશે. જેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી અને સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી જેવી નામાંકિત વિશ્વવિદ્યાલયોમાંથી અભ્યાસ કર્યો છે. ઉપરાંત સાઉથ એશિયા માટેની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વરિષ્ટ ડિરેક્ટર તરીકે સુમોના ગુહા કામ કરશે. તેઓ મેરીલેન્ડના છે.

Screenshot 10

બીજી તરફ નાયબ પ્રેસ સચિવ તરીકે સેબ્રિના સિંઘ શપથ લેશે.

Screenshot 11

ઉપરાંત ગુજરાતમાં જન્મેલા અને કેલિફોર્નિયામાં વસવાટ કરતા વેદાંત પટેલ એસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરીનો હોદ્દો સંભાળશે.

Screenshot 12

મૂળ ભારતીય કેલિફોર્નિયાના શાંતિ કલાઠીલ લોકતંત્ર અને માનવ અધિકારના કોર્ડિંનેટર તરીકે જવાબદારી સંભાળશે. તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના પૂર્વ વિદ્યાર્થી છે.

આ નામ પરથી કહી શકાય કે , બીડન સરકારમાં ભારતીયોનો દબદબો વધુ રહેશે. મંત્રી મંડળમાં ભારતીયોને સ્થાન મળતા ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.