Abtak Media Google News

નરેન્દ્ર મોદીએ ગ્લોબલ સમિટમાં મહેમાનોને આવકાર્યા હતા.તે સાથે જ જણાવ્યુ હતું કે, વાઇબ્રન્ટએ અડઓપ્શન કરી વેસ્વીક તમામ મુદ્દાઓ ને આવરી લીધા છે. હું 15 ભાગીદાર દેશો ને આવકારું છું. અહીંયા જે કંપની એ પોતાના સેમિનાર રાખ્યા છે તેને પણ આવકારું છું. આ આયોજનને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. ભારતીય સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા અને વૈશ્વિક રીતે વાઇબ્રન્ટએ આવકારી છે.

આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ માત્ર રાષ્ટ્ર પૂરતા નહીં પરંતુ રાજ્ય સુધી પહોચી ગયા છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની ક્વાલિટીમાં પણ સુધારો જોયો છે. જે વારંવાર ભારત ની મુલાકાતે આવે છે તેવો એ હવામાં બદલાવ જોયો હશે.સરકાર તમામ મુદ્દાઓ ને ધ્યાનમાં લઇ રહ્યું છે. ભારત એ ટ્વિન બિઝનેશમાં પોતાનું સ્થાન સુધાર્યું છે.આવતા વર્ષમાં ભારત ટોપ 50 દેશોમાં આવું જોઈએ જે માટે અધિકારીઓ તનતોડ મેહનત કરી રહ્યા છે.


ડિજિટલ પ્રોસેસથી વ્યાપાર કરવામાં આવી રહ્યો છે. 263 બિલ્લીયન ડોલરનું FDI ભારત માં નોંધાયું છે. ડિજિટલ પેમેન્ટ સરકાર દ્વારા અપાતા લાભો પણ લોકો ને મળી રહ્યા છે. લોકો ની ખરીદ શક્તિ માં પણ વધારો થયો છે. ઇનસોલ્વએંસી એન્ડ bankrupcy નું પ્રમાણ ઘટી ગયું છે. ભારતએ જોબની જરૂરિયાત ઉભી કરવાની છે.ડિજિટલ અને સ્કિલ ઇન્ડિયાને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.ભારત 5 મો દેશ બન્યો છે જે રેન્યુએબલ અને સોલાર એનર્જીમાં આગળ છે. લોકોને ગુણવતા વાળું જીવન આપવા સરકાર કટિબદ્ધ છે

123 1સાથે જ તેમના મુખ્યમંત્રીકાળ સહિતના 8 વાઈબ્રન્ટ ગુજરાતને સફળ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અહીં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ વિવિધ દેશનોનાં લોકોને જોઈને મને ગર્વ થાય છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સ્તરનો થયો છે. ભારત હવે વેપાર માટે તૈયાર થયું છે. આપણે વિશ્વ બેંકના ઈઝ ડુઈંગ બિઝનેસમાં (142થી હવે 77માં ક્રમે) 65ની છલાંગ લગાવી છે, હવે એક વર્ષમાં 50ની અંદર જાવું છે.


અદાણીએ 55 હજાર કરોડના રોકાણ સાથે મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ, સિમેન્ટ અને 1 ગીગાવોટનું ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી. તો રિલાયન્સના મુકેશ અંબાણીએ ગુજરાતમાં 10 વર્ષમાં બમણું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી રિલાયન્સે ગુજરાતમાં 3 લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.