Abtak Media Google News

જો તમને પણ ધનકુબેર અને સોના-ચાંદીથી ભરેલી બેગ આપીને માત્ર તમારા ઘરની અંદર જ રહેવાનું કહે તો શું કરશો?

કોઈ વ્યક્તિને સોના, હિરા અને ધનકુબેરથી ભરેલો ઘડો મળે તો ? જો આ પ્રશ્ર્ન કોઈને પુછવામાં આવે તો મોટાભાગના લોકોનો જવાબ હશે તે આખી જીંદગી બેસીને આરામથી વિતાવશે…, ખરેખર વર્તમાન સમયની પરિસ્થિતિ પણ એવી છે. ફીનલેન્ડમાં કરાયેલા એક સર્વેમાં સામે આવ્યું હતું કે, છુટથી મળતા પૈસા લોકોને આળશુ બનાવે છે. જેવી રીતે નબળા લોકો માટે આરક્ષણની માંગ કરવામાં આવતી હોય છે તેમ આરંક્ષણ મેળવ્યા બાદ લોકો વધુ નબળા બને છે. એક સામાજીક માનસીકતાના તારણ મુજબ જે વસ્તુ કે પ્રવૃતિ ‘મફત’ હોય તેની મજા માણી જ લેવી છે.

જો બેરોજગાર નાગરિકોને મફતમાં પૈસા આપવામાં આવે તો તે પહેલા તો ખુબજ રાજીના રેડ થઈ જશે કારણ કે લોકો બને તેટલા કામથી છટકબારી કરી માત્ર એસો આરામની જીંદગી વીતાવવા માંગે છે. પરંતુ તેને કારણે લોકોમાં આળસનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે. ફિનલેન્ડમાં કરાયેલા પરીક્ષણ અંતર્ગત ૨૫ થી ૫૮ની ઉંમરના ૨૦૦૦ લોકોને માસીક રૂ.૪૫૦૦૦ વ્યક્તિ દીઠ આપવામાં આવ્યા.

આ લોકોને અપાયેલા પૈસા તેમની આવડત કરતા વધારે હતા. માટે તેમણે કયારેય તે પૈસાની કિંમત ન કરતા આળસવૃતિને મહેમાન બનાવી લીધી. જયારે બીજી તરફ કરાયેલા સર્વેમાં લોકોને માત્ર જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓ જ લઈ શકાય તેટલા જ પૈસા આપવામાં આવ્યા અને આ પ્રકારના લોકોમાં જે ડેડીકેશન જોવા મળ્યું તે અદ્ભૂત હતું.

વધુ પૈસા અપાતા લોકોની સરખામણીએ ઓછા પૈસા અપાતા લોકો વધુ સંવેદનશીલ, દયાળુ અને નિષ્ઠાપ્રેમી સાબીત થયા. સામાન્ય રીતે કોઈપણ કંપનીમાં કર્મચારીઓની આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે જયારે લોકો વધુ શ્રમ કરે, મહેનત કરે ત્યારે જ તેને વળતર મળવું જોઈએ. કેટલીક વખત કર્મચારીને મળતા વધારાના વેતનથી તેઓ આળસવૃતિ ધરી લે છે જયારે કેટલાક લોકો એવા પણ હોય છે જે નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને પોતાના સમર્પણને સાબીત કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.