Abtak Media Google News

વાગ્યુ હોય કે ઘા થયા હોય આપણે થોડુ એવું પણ તો કેટલા દિવસ સુધી દર્દ રહે છે. અને જો ઘા મોટો હોય તો લોહી પણ નીકળે છે. એમ જ આપણે પર્યાવરણને શુદ્વ રાખવા ઝાડ લીલોતરી બચાવવી જોઇએ અને તેના માટે પૂરતા પ્રયાસો કરવા જોઇએ. પણ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઇ વૃક્ષને કાપવાથી લોહી નીકળ્યા હોય ? ડ્રેગન બ્લડ ટ્રી હિંદ મહાસાગરના ચાર ટાપુઓમાં જ જોવા મળે છે.

Sઆ ઝાડની ખાસીયત છે કે તેને કાપવાથી અંદરથી લોહી જેવું તરલ પદાર્થ નીકળે છે. જેવી રીતે માણસને ઘા લાગ્યો હોય અને લોહી નીકળે છે એ પ્રકારે આ વૃક્ષોને જોઇ શકાય છે. ડ્રેગન બ્લડ ટ્રી વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કારણ કે આ વૃક્ષો ખૂબ જ ઝડપી પ્રકારમાં લુપ્ત થઇ રહ્યાં છે. હવે માત્ર ચાર ખંડોમાં જ આ વૃક્ષો જોવા મળે છે. પ્રાચીનકાળમાં આ વૃક્ષોના લોહી એટલે કે તેમાંથી નીકળતા તરળ પદાર્થને લોકો દવા તરીકે ઉપયોગમાં લેતાં હતાં. મહાકાય મશરુમ જેવા દેખાતા છત્રી આકારના આ વૃક્ષની ડાળીઓમાંથી કાપવાથી લોહી નીકળે છે. તે અન્ય ઝાડની જેમ જ લાકડાનાં છે. પરંતુ તેની રચનાં લાંબી હોય છેે. આ ઝાડનો મુખ્ય હેતૂ વાયુમાંથી મોઇશ્ર્ચર ગ્રહણ કરીને તેને મૂળીયા સુધી પહોંચાડવાની છે. આ ઝાડમાં નારંગી રંગના ફળો પણ  આવે છે. આ ઝાડને કાપવાથી નિકળતા પદાર્થની ક્ષમતા ઉંડામાં ઉંડા ઘાને રુઝાવવાની છે. ડ્રેગન ટ્રી પોતાની સ્થિતિમાં હજારો વર્ષ સુધી રહી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.