Abtak Media Google News

અંતે જનતાનો નિર્ણય શિરોમાન્ય રખાશે: તબીબો

ગોંડલ શહેર તાલુકાની જનતાની સુખાકારી માટે સરકારની ગાઈડલાઈન્સ મુજબ નગરપાલિકાના નવા સ્પોર્ટ સેન્ટર ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ થઈ છે છાશવારે તોતિંગ બીલ ઉઘરાવાતા હોવાના આક્ષેપો સામે તબીબોએ રોષે ભરાય નિશુલ્ક સેવા આપવા ફરમાન કર્યું છે.

કોવિડ ૧૯ હોસ્પિટલના તબીબો ડો. પિયુષ સુખવાલા, ડો. વિદ્યુત ભટ્ટ, ડો. ચેતન બેલડીયા, ડો ગૌતમ પિત્રોડા, ડો. કૌશલ ઝાલાવાડીયા, ડો કેતન અટારા તેમજ ડો જનક નંદાણીયા એ જણાવ્યું હતું કે સરકાર અને કલેકટરની ગાઈડ લાઈનથી થી પણ કોરોનાના દર્દીઓની ઓછા ભાવે ગોંડલની કોવિડ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે તેમ છતાં પણ જો કોઈ દર્દીઓના સગા વ્હાલા કે કોઈ  લોકોને તોતિંગ બિલ ઉઘરાવવાનું જણાતું હોય તો તબીબી વર્તુળ ગોંડલ કોવિડ હોસ્પિટલ મેનેજમેન્ટ સંભાળવા આહવાન કરી રહ્યું છે જેમાં બીડું ઝડપનારે નાણાકીય વહીવટ સંભાળવાનો રહેશે અને પી.પી.ઇ કીટ પહેરીને ખડે પગે ડોક્ટરો સાથે રહેવાનું રેહશે. તબીબો નિશુલ્ક સેવા આપશે આવા સરાહનીય આહવાન થી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે અને ત્યારે જ સમાજને સાચો ખ્યાલ આવશે કે ખરેખર તોતિંગ બિલ ઉઘરાવાય છે કે તબીબો જીવના જોખમે કરોના ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ બાબતે તબીબી વર્તુળ દ્વારા ડેપ્યુટી કલેકટર તેમજ કલેકટરને પણ રજૂઆત કરવામાં આવશે  ખોટા અને વાહિયાત આક્ષેપોના કારણે જીવના જોખમે ફરજ બજાવતા તબીબ અને મેડિકલ સ્ટાફ નું મોરલ ડાઉન કરવાનું સડયંત્ર જણાઈ રહ્યું છે. ગોંડલ ને આંગણે આ તબીબી સેવા કરવામાં આવે છે તેનો લાભ જો લોકો ને જરૂર ના જણાતી હોઇ તો સેવા બંધ કરવા કરવા પણ ગોંડલના તબીબો તૈયાર છે અને ગોંડલ ની જનતા નો નિર્ણય શિરોમાન્ય રાખવામાં આવશે.તેવું તબીબો એ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.