Abtak Media Google News

બદલી પ્રક્રિયા અટકાવવા માટે ૧૦ તબીબોનાં રાજીનામાની ચીમકીની અફવા ફેલાઈ

કોરોના વાયરસની મહામારી વચ્ચે તબીબો કોરોના વોરીયર્સ તરીકે લોકોમાં પ્રતિત થાય છે ત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે વોર્ડ નં.૧૦નાં હેડ એસ.કે. ગઢવીની ભાવનગર ખાતે વહિવટી બદલી થતા જુનિયર ૧૦ તબીબોએ બદલી અંગે મેડિકલ કોલેજ ડીન અને કલેકટરને રજુઆત કરી હતી. આ સાથે ૧૦ તબીબોએ એક સાથે રાજીનામું આપશે તેવા મેસેજ પણ વાયરલ થયા હતા.

સિવિલ હોસ્પિટલ ખાતે વોર્ડ નં.૧૦માં હેડ તરીકે ફરજ બજાવતા એસ.કે.ગઢવીની ભાવનગર ખાતે બદલી થતા તેમના ૧૦ જુનિયર તબીબો બદલી અંગે મેડિકલ કોલેજનાં ડીન ડો.ગૌરવી ધ્રુવને રજુઆત કરી રાજીનામાની ચીમકી આપવાના મેસેજ વાયરલ થયા હતા પરંતુ મોડે સુધી મેડિકલ કોલેજનાં ડીન સુધી કોઈ તબીબો પહોંચીને રજુઆત કરી ન હતી ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.એ.પી.ત્રિવેદી, ડો.પી.જે. દુધરેજીયા, ડો.એમ.એન. ઉનડકટ, ડો.આર.એમ. ગંભીર, ડો.એમ.ડી. પંચાલ, ડો.ડી.એ.બુધરાણી, ડો.એમ.એસ. ભપલ, ડો.એચ.એન. મકવાણા, ડો.એમ.એમ. રાઠોડ, ડો.પી.એસ. પાટીલ સહિતનાં તબીબો ડો.એસ.કે.ગઢવીની બદલી બાદ પોતે રાજીનામું આપવાની અફવાઓ ફેલાઈ હતી.

પરંતુ આ તમામ તબીબોએ મેડિકલ કોલેજનાં ડીન ડો.ગૌરવી ધ્રુવને બદલી અંગે માત્ર મૌખિક રજુઆત કરી હતી અને ત્યારબાદ કલેકટર ઓફિસે પહોંચી કલેકટર સાથે પણ મૌખિક રજુઆત કરવામાં આવી હતી. કલેકટરમાં રજુઆત કર્યા બાદ કલેકટરે મધ્યસ્થી બની વાતચીત કરતા હાલ પુરતો મામલો થાળે પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.