Abtak Media Google News

ડો. મેહલ મીત્રાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુંં હતુ કે ડોકટર એટલે દર્દીના રોગને સમજવાની એને દૂર કરવાની દીલથી સતત કોશિષ કર તેને ડોકટર કહેવાય છે. નાનપણથી જ દર્દીઓને કણસત જોઈ કે દુ:ખમાં જોઈને એવું થતુ કે પોતે આની માટે કંઈક કરી છૂટવું જોઈએ દર્દીને ઉપયોગી થઈ શકીએ દીનચર્યામાંઓપીડીમાં ૮ થી ૧૦ કલાકનો કલીનીકમાં સમય આપે છે. પણ ઈમરજન્સી અથવા બીજા કોઈપણ વસ્તુનું જોઈએ તો ડોકટરની કામની ૧૩ થી ૧૫ કલાક થતી જ હોય છે. આ ડોકટર લાઈન ખૂબજ મહેનત અને લગન માંગી લે તેવું પ્રોફેશન છે આમા ઘણા વર્ષોથી મહેનત થતી હોય છે. મેડીકલમાં એડમીશન મેળવ્યા બાદ તે પૂરૂ કરી બહાર નીકળ્યા બાદ ૧૨ થી ૧૫ કલાક વાંચવું લખવું લેકચર સંભાળવા ત્યારપછી ઘણીમહેનતો થતી હોય છે. મેડીકલ સાયન્સમાં આવતા અપડેટથી સતત જોડાયેલું રહેવું પડે કેમકે તે ખૂબજ જ‚રી છે.

અલગ અલગ દવાઓની ઈમરજન્સી કેરની ફેસેલીટી એટલી વધતી જાય છે. તેથી તેની સાથે અપડેટ રહેવું જોઈએ કોઈપણ હકિકત બીમારી ન સમજાય તો અથવા બુક દ્વારા જોતુ રહેવું પડે દર્દીની સારવાર કરતા હોય અથવા તેને સાભંળતા હોય તેની પાછળ ઘણા ફેકટ હોય છે. કયા કારણે થયું તે ભવિષ્યમાં પાછો ન ઉભા થાય તે દૂર કરવાની કોશિષ કરતુ રહેવું પડે લોકોની જો હેલ્થ હોય તેની સંભાળ લેતુ રહેવું પડે તેનું આસપાસનું વાતાવરણ હોય કે તેના પરિવારનાં પણ તે સાર સંભાળ વિશે કહેતુ રહેવું પડે અને પાછા બીમાર ન પડે

અને જે બીમારીમાં હોય તેનાથી ઝડપથી બહાર નીકળે તે ધ્યાન રાખવું પડે છે. જન્મ વખતે પણ ડોકટરની જરૂર હોય છે મૃત્યુ સુધી પણ ડોગકટરની જરૂર હોય છે. ડોકટરને આવતા દર્દીઓ સાથે લાગણીનો સંબંધ હોય છે. એકલાગણી જ્ઞાનને અભ્યાસથી જોડાયેલ છે. જયારે દર્દીમાં કોઈ દર્દ ન સમજાય તેના વિશે જયારે જયારે મોકો મળે ત્યારે લેકચર બુક દ્વારા સમજવાની પ્રયાસ કરી તેમની લાઈફમાં દીનમાં શુ થયું તેના વિશે જાણી ખૂદને મોટીવેટ કરે છે. એક ડોકટર માટે તે પોતે ર્અક સારી વ્યકિત હોવું જરૂરી છે. તો જ તે બીજાની સંવેદના, ભાવના, સામાજીક, આર્થિક પરિસ્થિતિ બધી વસ્તુને સમજી શકે અને સારો નાગરીક હોવો જરૂરી છે. ઈમીજન્સી વખતે તે પોતાની જીવનમાં જમત હોય કે સુતા હોય તો પણ દર્દી પાસે જવું પડે ફેમીલી સાથે બહાર હોય તો તે પણ કેન્સલ કરી જવું પડે છે. ડોકડર્સ ડે નિમિતે અબતકના દર્શક મિત્રોને સંદેશ ડોકટર એ ભગવાન કે ભગવાનનું સ્વરૂપ નથી તે પોતે પણ એક પ્રોફેશનલ તો માણસ છે તે તેની પાસે રહેલુ નોલેજ છે. તેનો ઉપયોગ કરે છે. દરેક દર્દને ૧૦૦% મટાડી શકાતા નથી. દરેક દર્દીને એકજવારમાં નિદાન થઈ જાય તે દર્દ મટી જાય તેવું થતુ નથી તો એ માટેની તૈયારી રાખવી પડે ધીરજ રાખવું પડે ડોકટરની પરિસ્થિતિ સમજવી પડે છે. તેથી ડોકટર પર આક્ષેપો કરવા નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.