Abtak Media Google News

‘અબતક’ ન્યુઝ દ્વારા તા.૧લી જુલાઈના રોજ દર વર્ષે ઈન્ટરનેશનલ ડોકટર ડે ઉજવવામાં આવે છે. જ્યારે ‘અબતક’ ન્યુઝ દ્વારા કેટલાંક ડોકટરો સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે ડોકટરે પોતે જ પોતાની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે, ડોકટર એટલે શું ? તો તેની ભાષામાં ડોકટર એટલે જન્મથી મૃત્યુ સુધીની સફરનો સાથી હોય છે. આજના યુગમાં બાળકના જન્મ સમયે ડોકટરનું હોવું એ આવશ્યક જ્યારેે વ્યક્તિના મૃત્યુ સુધી જ નહીં પરંતુ મૃત્યુ થયા પછી પણ તેનું મૃત્યુ થયું જ છે કે નહીં તેની પરખ સુધી ડોકટરનો રોલ હોય છે.

સેવાના પર્યાય એવા ડો.પ્રફુલભાઈ શિરોયાની સેવાઓ અવિરત રહી છે. તેઓ કેટલીક એવી સંસ્થા સાથે જોડાયેલા છે કે લખવા બેસો તો પાના ભરાય પરતું તેમની કેટલીક કામગીરી જે લોકોને આંખે ઉડીને આવે તેવી સેવા કે સમદ્રષ્ટિ ક્ષમતા વિકાસ અનુસંધાન મંડળ (સક્ષમ) લોક દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક દ્વારા કેટલાક લોકોને દેખાતા કર્યા છે. એવી જ રીતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાંચ સુરત લાયન્સ કલબ સુરત, રોટરી કલબ હોમગાર્ડઝ કમાન્ડર તેમજ વિકલાંગો માટે પણ કામ કરે છે. તેઓ સક્ષમમાં પણ પ્રોજેકટમાં પશ્ચિમ ભારત વિભાગના ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસન, કેન્દ્ર શાસિત પ્રદેશના કાર્યવાહક ક્નવીનર પણ છે.

અત્યાર સુધીમાં મૃતક શરીરમાંથી ૩૨૮૧૦ ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યા છે જે ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં વિનામુલ્યે ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતકના પરિવાર સદ્ભાવમાંથી ૪૬૦ દેહદાન પણ સ્વીકારવામાં આવ્યું હતું જે વિવિધ મેડિકલ કોલેજને અભ્યાસ અર્થે અર્પણ કરવામાં આવ્યા હતા. તેમના ઈન્ડિયન રેડક્રોસ બ્લડ બેંક દ્વારા ૨૯૦૦૪ બ્લડ યુનિટ વિવિધ પેશન્ટને મોકલવામાં આવ્યું છે. સાથે ૫૪૨૪૯ જેટલા આઈ ચેક-અપ કેમ્પના આયોજનો અત્યાર સુધીમાં કર્યા છે. તેમજ ૩૫૨૦ના આંખનું ઓપરેશન વિનામુલ્યે કરાયું છે. સાથે વિનામુલ્યે આરોગ્ય ચેકઅપ શાળાઓમાં પણ હેલ્થ ચેકઅપ પણ કર્યું છે. મેટરનીટી એન્ડ ચાઈલ્ડ વેલ્ફેર દ્વારા ૫૫૫૮ દર્દીને લાભ મળ્યો હતો. આખરે ડો.પ્રફુલભાઈ શિરોયા માટે સેવાને લઈને જેટલું લખુ ઓછું છે. એટલે જ તેમને સેવાના પર્યાય કહેવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.