Abtak Media Google News

વર્તમાન સમયમાં લોકોનાં ટેન્શનો વધી રહ્યા છે, પછી તે ઓફિસની ટેન્શન હોય કે ઘરનો તણાવ, તેનાથી માનસિક સંતુલન બગડી જાય છે. જેની અસર શરીર પર પણ પડે જ છે, જે સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક છે જો કે આ તકલીફોથી બચવા માટે લોકો જાત-જાતની દવાઓ લેતા હોય છે. પરંતુ આ સમસ્યા દુર ન થવાનું કારણ નિરાશા છે.

એક એવો સમય આવી જશે જ્યારે તમને નુકશાન કરનાર વ્યક્તિ તરફની તમારી દ્રષ્ટિ બદલાશે અને તમે તમારા જુસ્સાને વધારવા અને આગળ વધવા પ્રયત્ન કરશો. આ માટેની કેટલીક સારી ટિપ્સ છે જેનાથી ફરી આત્મવિશ્ર્વાસ વધારી શકશો અને તમે સારું ફિલ કરશો.

– શુધ્ધ આહાર

સ્વસ્થ્ય ભોજન લેવાથી શરીરનું સંતુલન વ્યવસ્થિત રહે છે આ ઉપરાંત તે તમારા મનને શાંત અને ખુશ કરે છે.જેથી તળાવ દૂર થવામાં મદદ મળે છે.

– કસરત કરો

કસરત તળાવને દૂર કરવા માટેનો ઉત્તમ ઉપાય છે. એક્સરસાઇઝ ફક્ત સ્વાસ્થ્ય માટે જ સારી નથી પરંતુ શરીરમાં ઉર્જા અને રક્તનો સંચાર પણ કરે છે. જેથી તમારો મગજ સ્થિર અને તળાવમુક્ત રહે છે.

-પુરતી ઉંઘ

તળાવનું મુખ્ય કારણ પુરતી ઉંઘ ન મળતી હોવાનું પણ હોય છે, માટે પુરતી ઉંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આવશ્યક છે.

– સકારાત્મક વિચારો

આ એક ફોર્મ્યુલા કહી શકાય, જો તમે સકારાત્મક વિચારતા થઇ જાવ તો તળાવ આપોઆપ દૂર થઇ જશે.

– વધુ લોકો સાથે વાત કરો…..

જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે બધાથી દૂર ભાગવું એ કોઇ ઉપાય નથી. પરંતુ  તમારા આત્મવિશ્ર્વાસને વધારવા માટે સકારાત્મક વિચારો ધરાવતાં વધુને વધુ લોકો સાથે વાત કરવી જોઇએ. આથી તેમની સકારાત્મક વાતો, ડહાપણ વગેરે તમારો ખોવાયેલ વિશ્ર્વાસ મેળવવામાં મદદરુપ બનશે અને તમે તણાવમુક્ત બનશો.

– ચાલવા માટે જાઓ…..

તણાવયુક્ત તથા નિરાશામાં ડૂબેલો વ્યક્તિ હંમેશા એકાંત શોધ તો હોય છે, આથી તે ઘર કે ઓફિસમાં જ ક્યાંક ને ક્યાંક કોઇ જગ્યાની શોધમાં રહી ત્યાં બેસી રહે તેવું બની શકે છે. તેને બદલે તે પોતાની જાતને પ્રકૃતિની તાજી હવામાં ઢાળીને ચાલવા જાય તો સોલિટેશનનો શ્રેષ્ઠ આનંદ માણી શકે છે. ચાલવા જવાથી તમારુ મન મુક્ત થશે અને સકારાત્મક બનશે જે આત્મનિરિક્ષણ કરવામાં મદદ‚પ બની શકે છે.

peppy(તીવ્ર) સંગીત સાંભળો…..

તમને જાણીને આશ્ર્ચર્ય થશે પરંતુ હકીકત એમ છે કે તીવ્ર સંગીત તમારા મૂડને જીવંત બનાવવા માટે ખૂબ અસરકારક કામ કરી શકે છે. એ તમને કોઇ વાત કે ઘટના. માટે કોઇને માફ કરવા કે ભૂલી જવા માટેની શક્તિ આપે છે.તેની સામે હળવું સંગીત તમારા હદ્યમાં ઉંડી લાગણી છોડી જાય છે.

– રસોઇ કરો કે સર્જનાત્મક પ્રવૃતિ/વસ્તુઓ કરો :-

એક અભ્યાસના તારણ પરથી જાણવા મળ્યું છે કે રસોઇ કે સર્જનાત્મક વસ્તુ કરવાને કારણે તણાવમાંથી ઝડપથી બહાર આવી શકાય છે. આમ, પણ કહેવાય છે ને છે વ્યસ્ત વ્યક્તિને આંસુ માટે પણ સમય નથી હોતો. આથી પોતાની જાતને માનસિક અને શારીરીક એમ બંને રીતે વ્યસ્ત રાખો.

– ચોકલેટ ખાઓ….

કેલેરી તમારા મૂડને ફરીથી તાજા કરવામાં મદદ કરે છે અને ચોકલેટથી ખુશ કેલેરીઓ મળતી હોવાથી તે તમારા તણાવને દૂર કરી તમને તરોતાજા કરવામાં ક્યારેય નિષ્ફળ નહીં રહે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.