Abtak Media Google News

સકારાત્મક અને નકારાત્મક વિચારો વ્યક્તિના વિકાસ પાછળ જવાબદાર: માનસીક દબાણ શરીરને વધુ નુકશાન કરતા હોવાનું તારણ

ડરની પરિસ્થિતીમાં શરીર જકડાઈ જવા પાછળ જવાબદાર કારણો અંગે અમેરિકામાં થયો અભ્યાસ

માણસ જાતના વિકાસ સો તેના મગજની લાક્ષણીકતાઓ સંકળાયેલી હોય છે. સારો પાક જેમ સારા બિયારણી નહીં પરંતુ સારા નિંદામણી થાય તેવી રીતે મગજનો વિકાસ પણ સારા વિચારો કરવાી તો હોય છે. માનવના મગજમાં પોઝીટીવ અને નેગેટીવ એમ બે પ્રકારનું નેટવર્ક જોવા મળે છે. પોઝીટીવ નેટવર્કના કારણે વ્યક્તિ વિકાસ થાય છે જ્યારે નેગેટીવ નેટવર્ક આપઘાત કે હત્યા સહિતના નકારાત્મક ઘટનાઓ પાછળ જવાબદાર રહે છે. માટે આ બન્ને લાઈનને ઓળખવી મહત્વની છે.

વ્યક્તિની સફળતા પાછળ સકારાત્મક વિચારસરણી સૌી શ્રેષ્ઠ ભાગ ભજવે છે. પરંતુ નકારાત્મક વિચારો પણ કુદરતી રીતે ઘણી વખત નેગેટીવ નેટવર્કના કારણે વ્યક્તિ પર હાવી ઈ જતાં હોય છે. તાજેતરમાં યુકેની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ ખાતે એક અભ્યાસ યો હતો. જેમાં ફલીત યું હતું કે, વ્યક્તિના મગજમાં પોઝીટીવ અને નેગેટીવ એમ બે લાઈન હોય છે જે બન્ને વ્યક્તિ વિકાસને મહદઅંશે અસર કરે છે. નેગેટીવ લાઈનના કારણે વ્યક્તિને હિંસાના વિચારો આવે છે. તેના વર્તનમાં એકાએક બદલાવ જોવા મળે છે.

આ અભ્યાસ મુજબ દર વર્ષે વિશ્ર્વમાં ૮ લાખ જેટલા લોકો આપઘાત કરે છે. દર ૪૦ સેકેન્ડે એક વ્યક્તિનું મોત આપઘાતના કારણે થાય છે. આપઘાતમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોનું પ્રમાણ વધી રહ્યું છે. વ્યક્તિના મગજમાં રહેલી નેગેટીવ અને પોઝીટીવ લાઈનના કારણે તેના વર્તનમાં ફેરફાર થાય છે. આ બન્ને લાઈન વચ્ચે ક્યાંકને ક્યાંક જોડાણ પણ જોવા મળે છે. આવી જ રીતે મગજમાં રહેલું સીરોટોનીન નામનું તત્વ તેને ડરના વાતાવરણમાં શરીરના ધ્રુજવા પાછળ જવાબદાર હોય છે.  તાજેતરમાં વેન્ટરલ નર્વ કોડ બાબતે યેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, શેરોટોનીન નામનું તત્ત્વ વ્યક્તિના શરીરમાં એક ડોપામાઈન નામના કેમિકલને છોડે છે. જેના કારણે વ્યક્તિના શરીરમાં ધ્રુજારી છુટે છે. જ્યારે કોઈ ખતરો વાની સંભાવના હોય કે, કોઈ ધમકાવતું હોય ત્યારે વ્યક્તિ એકાએક ધ્રુજવા લાગે છે. તેના પગ ફફડે છે. આ પાછળ બાયોલોજી જવાબદાર છે. ભૂતકાળના અનુભવો પરી વ્યક્તિના મગજમાં એક સ્ટ્રકચર ઘડાય જાય છે. અમેરિકાની કોલંબીયા યુનિવર્સિટીમાં વ્યક્તિના ડર અને મગજમાં ઉદ્ભવતા હાર્મોન્સ અંગે મસમોટુ રિસર્ચ થયું હતું. જેમાં અનેક રહસ્યો ખુલ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.