Abtak Media Google News

પ્રેમી પંખિડા અમે ….. બે વ્યક્તિનો પ્રેમ જ્યારે એકબીજાના પ્રેમમાં આકાશને આંબે છે ત્યારે તેને કોઈ સીમાઓ નડતી નથી જાણે તેઓ પંખીડાની જેમ આકાશમાં વિહંગાવલોકન કરી રહ્યા હોય તેમ એકબીજામાં તલ્લીન થયા હોય છે. અને એકબીજામાં સ તો એવા સમાઈ ગયા હોય છે કે જાણે થોડા સમયની દૂરી પણ સહેવાત નથી હોતી. આ છે પ્રેમનો એક રંગ હવે વાત કરીએ પ્રેમના બીજા રંગની જે આ લાગણી બાદની લાગણી છે જેમાં પ્રેમી પંખિડા એકબીજામાં તન અને મનથી સમાઈ જાય છે. જી હ અહી વાત કરિવી છે પ્રેમની એ લાગણીની જેમાં શારીરિક સંબંધ અસ્તિત્વમાં આવે છે, જેમાં પહેલી વાત એ છે કે કામક્રીડા સમયે બંને સાથી એકબીજાને સંપૂર્ણ રીતે શારીરિક સુખનો સંતોષ આપી શકે. પરંતુ વર્તમાન સમયની વાત કરીએ તો દરેક વ્યક્તિ કોઈને કોઈએ તણાવનો શિકાર હોય છે જેની અસર તેની સેક્સ લાઈફ પર પણ પડે છે અને સાથીને સંપૂર્ણ રીતે સંતોષ આપવા સક્ષમ નથી રહેતો, તો ને પરિસ્થિતિને દૂર કરવા માટે કેટલીક એકસરસાઈઝ છે જેની અહી વાત કરીશું.

28755

સ્વસ્થ સેક્સ લાઈફ અને પુરુષની ફર્ટાલિટી વધારવા માટે જો તમે પણ કાઈને કઈ નુસ્ખાઓ અપનાવતા હો તો અટકી જજો તેના નકારાત્મક પરિણામો પણ આવી શકે છે. જેના માટે તમારે કરવાની જરૂર છે કેટલીક મહત્વની કસરતો , પહેલા તો જ્યારે તમે સેક્સ માટે તૈયાર હો ત્યારની 15 મિનિટ પહેલા ડોક અને ખંભાનું મસાજ કરવું જોઈએ. જે તમારી સેક્સ કેપેસિટી વધારવાની સાથે સાથે તમારી ફર્ટાલિટી પણ વધારે છે.

Hero 1

 સેક્સ પહેલાની 15 મિનિટ ડોક અને ખંભાનું મસાજ કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે તેમજ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિજોલ ઓછા થવાથી સીમનનું પ્રમાણ વધે છે સાથે સાથે વીર્ય પણ સ્વસ્થ બને છે.      

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.