Abtak Media Google News

શું તમને ગરમ ચા સાથે સ્મોક કરવાની આદત છે? તો એક વાત જાણી લો આવું કરીને તમે ગળા અને પેટ બંનેને ખરાબ કરી રહ્યા છો. બધા જાણે જ છે કે સ્મોક સ્વાસ્થ માટે હાનિકારક છે. જો તમે ગરમ ગરમ ચા અને સ્મોક એક સાથે લઈ રહ્યા છો તો તમને એસોફૈગલ કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જાય છે. જે ગળાને ખરાબ કરવાની સાથે પેટ માટે પણ ઘણું હાનિકારક છે.

ગરમ ચા એસોફૈગલ ટિશૂને ખરાબ કરે છે. જેનાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે.જો ચા અને સ્મોક સાથે કરવામાં આવે તો આ કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

સંશોધનથી જાણવા મળ્યું છે, કે લિમિટમાં ચાનું સેવન કરવાથી ટ્યૂમર જેવી  ગંભીર બીમારીથી બચી શકાય છે. પરંતુ જો તમે ગરમ ખાધ્ય પદીર્થ સાથે સ્મોક  કરી રહ્યા હોવ અથવા વધુ માત્રામાં કરી રહ્યા હોવ તો તમારા ગળાનું એસોફૈગલ ખરાબ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.