Abtak Media Google News

શિયાળામાં ફાટેલી એડીની સમસ્યા ખાસ કરીને દરેક લોકોમાં જોવા મળે છે. કેટલાક લોકોની એડી એટલી ખરાબ રીતે ચીરા પડી ગયા હોય છે જેનાથી તે લોકોને ચાલવામાં પણ મુશ્કેલી થાય છે અને સાથે અતિશય દુખાવો પણ થાય છે. એડીમાં ચીરા પડી ગયા હોવાથી કેટલીક વખત લોકોની સામે શરમ અનુભવવી પડે છે.ઘણા લોકો ક્રીમનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ તેનાથી કઈ ખાસ ફેર પડતો નથી.પગમાં સ્લીપરના પહેરવાથી કે પગની સાળ-સંભાળના રાખવાથી પણ એડી ફાટવાની શક્યતા વધે છે.

જો તમે તમારી એડીને મુલાયમ રાખવા માંગો છો તો અમે તમારા માટે એક સહેલો નુસખો લઇને આવ્યા છીએ. જેનાથી તમારી એડી એકદમ મુલાયમ થઇ જશે.

૧) સામગ્રી :What Causes Swollen Ankles 731826

વિક્સ વેપો રબ

મોજા

નવશેકું પાણી

મીઠું

સૌ પ્રથમ પગની એડી પર વિક્સ વેપો રબ લગાવો અને મોજા પહેરીને સૂઈ જાવ ત્યારબાદ સવારે ઊઠીને પગને નવશેકા પાણીમાં મીઠું નાખી ધોઈ લો. તમે ૧૦-૧૫ મિનિટ સુધી નવશેકા પાણીમાં પગને રાખી શકો છો.

૨ ) સામગ્રી :Bain De Pied Comparatif

બેકિંગ સોડા

વિનેગર

નવશેકું પાણી

સૌ પ્રથમ બેકિંગ સોડા અને  વિનેગર બંનેને મિક્સ કરો ત્યારબાદ તેને પગની એડી પર ૧૫-૨૦ મિનિટ સુધી રાખી ત્યારબાદ તેને નવશેકા પાણીમાં પગને ધોઈ લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.