Abtak Media Google News

જાગના શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે આવતીકાલી પદ-પ્રવ્રજયા પ્રદાન મહોત્સવ: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં અપાઈ વિગતો

ટેકનોલોજી પાછળ દોડી રહ્યાં છો, નવી નવી ટેકનોલોજીનું સુખ માણો છો પરંતુ પરમનેન્ટ (કાયમી) સુખનું શું ? સુખ બધાને જોઈએ છે પરંતુ કાયમી સુખ કયાંથી અને કયારે મળશે તેનાી અજાણ છે. વર્તમાનનું સૌ કોઈ વિચારે છે પરંતુ ભવિષ્યનું, આવતા ભવનું કોઈ વિચારતું ની તેમ કહી કાયમી સુખ મેળવવા ધર્મના રસ્તે ચાલવાનો યુવાનોને સંદેશ મુમુક્ષુ સૌરવ કુમારે ‘અબતક’ની મુલાકાત દરમિયાન આપ્યો હતો.

જાગના શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આગામી તા.૨૧ થી મુમુક્ષુ રત્ન સૌરવકુમારની પદ-પ્રવ્રજયા પ્રદાન પર્વોત્સવ ઉજવાશે જેમાં તા.૨૫ના રોજ પદ-પ્રવ્રજયા પ્રદાન વિધિ વહેલી પરોઢે ૪.૪૫ કલાકે થશે. પિતા નિલેશભાઈ શાહ અને માતા જલ્પાબેન શાહના પુત્ર સૌરવકુમારનો દિક્ષા મહોત્સવ આચાર્ય ભગવંત ગુરૂદેવ યશોવિજયસુરિશ્ર્વરજી મહારાજના સાનિધ્યમાં ઉજવાશે.

આવતીકાલે તા.૨૧ને શનિવારે સવારે ૮ કલાકે ધર્માભિષેક-પુષ્પ વૃષ્ટિ બપોરે ૨:૩૦ કલાકે નવગ્રહાદીક પાટલા પૂજન રાત્રે ૮ કલાકે પ્રીત ભવોભવની નાટીકાનું આયોજન શે. તા.૨૨ને રવિવારે સવારે ૮:૩૦ કલાકે ઉપકરણ વંદનાવલી તેમજ રાત્રે ૮ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ ‘જા સંયમ પેં દિર્ક્ષાી’ યોજાશે. તા.૨૩ને સોમવારે સવારે ૮:૩૦ કલાકે શાંતિ સ્નાત્ર મહાપૂજન બપોરે ૨:૩૦ કલાકે સંયમ સાંઝી, દિર્ક્ષાીના કપડા રંગવાના, દિર્ક્ષાીની મહેદી રસમ અને સામૂહિક સાંઝી તા રાત્રે ૮ કલાકે ભાવભીનો કાર્યક્રમ ‘અલવિદા સંસાર’ ઉજવાશે.

તા.૨૪ને મંગળવારે સવારે ૮:૦૦ કલાકે શોભાયાત્રા, ૧૦:૩૦ કલાકે રાજાશાહી વરસીદાન, રાત્રે ૮ કલાકે ઋણ સ્વીકાર સહિતના કાર્યક્રમો ઉજવાશે. જયારે તા.૨૫ને બુધવારે વહેલી પરોઢે ૪.૪૫ કલાકે મુક્તિ મહેલના શિલાન્યાસ વિધિનો પ્રારંભ થશે.

દિક્ષા મહોત્સવને સફળ બનાવવા જાગના સંઘના પ્રમુખ દિનેશભાઈ પારેખ, ઉપપ્રમુખ હેમેન્દ્રભાઈ શાહ,સેક્રેટરી દિલેશભાઈ શાહ અને ટ્રેઝરર દિપક મહેતા સહિતનું ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.