Abtak Media Google News

સહેલાણીઓનું પ્રિય દિવ-દમણ

માર્ગ દમણની લંબાઈ ૧૯૧ કી.મી. છે. અને દીવની લંબાઇ ૭૮ કિ.મી. છે. નજીકનું રેલ્વે સ્ટેશન રેલવેના દિલ્હી-મુંબઇ માર્ગ પર સ્થિત છે. વાપી ગુજરાતનું નિકટતમ રેલવે સ્ટેશન છે. મીટર ગેજ રેલવે લાઇન સાથે જોડાયેલ છે

ગુજરાત અને મહારાષ્ટ્રથી નજીક હોવાના લીધે, દીવ-દમણ પર્યટન સ્થળને વધારે પસંદ કરવામાં આવે છે. દમણ અને દીવ પર પહેલા પોર્ટુગીઝોનું શાસન હતું. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ ગોવાને સામેલ કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્રને ૧૯૮૭માં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. દમણ મુંબઇથી ૧૯૩ કી.મી. દૂર છે. જે ભારતનું પ્રમુખ વાણિજીયક કેન્દ્ર છે. ઉતરમાં કોલા નદી અને દક્ષિણમાં કલાઇ નદી છે. વલસાડ ગુજરાતમાં દમણ નજીકનો એક જીલ્લો છે. દીવ દ્રીપ બે પુલ સાથે જોડાયેલ છે. જે ગુજરાતના જુનાગઢ જીલ્લા સાથે જોડાયેલ છે.

ચક્રવતીર્થ બીચ

આ બીચ હરિયાલીથી ભરપુર છે. સુંદર ઉદ્યાનો સાથે ખુલ્લુ સ્ટેડીયમ પર્યટકોને આનંદ લેવાનો મોકો આપે છે. વાસ્તવમાં દમણ અને દીવના સમુદ્ર  તટ પર વર્ષના કોઇપણ સમયે જઇને આનંદ લઇ શકાય છે. છતાં પણ અહીંનું  વાતાવરણ ઓકટોબર  અને મે મિ!ના વચ્ચે સૌથી રમણીક હોય છે.

માર્ગ દમણની લંબાલ ૧૯૧ કી.મી. છે. અને દીવની લંબાઇ ૭૮ કી.મી. છે. નજીકનું રેલ્વે સ્ટેશન રેલવેના દિલ્હી-મુંબઇ માર્ગ પર સ્થિત છે. વાપી ગુજરાતનું નિકટતમ રેલવે સ્ટેશન છે. મીટર ગેજ રેલવે લાઇન સાથે જોડાયેલ છે.

દમણમાં જોવા લાયક સ્થળ

દમણને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. મોતી દમણ અને નાનું દમણ  દમણ ગંગા નદી તેને વિભાજીત કરે છે. મોતી દમણમાં ઘણા પૌરાણિક  ચર્ચ છે. તેમાં એક મોટું ચર્ચ છે. જેને ‘કેથેડ્રલ બોલ જીજસ’ કહે છે.

આ ચર્ચના દરવાજા પર ઇસા મસિહના જીવનની સાથે સાથે લાકડા પર કરવામાં આવેલા નકશી કામ પણ પર્યટકોને આકર્ષિત કરે છે. મુખ્ય આકર્ષણ નાની દમણમાં સંત જેરોમનો કિલ્લો છે.

આ સિવાય બોમ જીસસ ચર્ચ, આવર લેડી ઓફ સી ચર્ચ, અવર લેડી ઓફ રેમેડીઝ ચર્ચ, પરગોલા ગાર્ડન, મનોરંજન પાર્ક, દમણ ગંગા ટુરિસ્ટ કોમ્પલેકસ, કાચીગામ, સત્યસાગર ઉદયન, મિરસોલ ગાર્ડન, મિરાસોલ વોટર પાર્ક વગેરે સ્થળોનો સમાવેશ થાય છે.

: દમણમાં સમુદ્ર તટ:

અરબ સાગરે દમણને પોતાની પ્રાકૃતિક સુંદરતા બક્ષી હોય તેમ લાગે છે. દેવિકા અને જમ્પોર અહંના બે સમુદ્ર તટ છે.

દેવિકા બીચ આ સમુદ્ર તટ દમણથી પ કી.મી. દૂર છે. ત્યાંથી અમુક અંતરે મોટા મોટા બાર અને રેસ્ટોરન્ટસ છે. અહીં સ્થિત પાર્ક બાળકોને આકર્ષિત કરે છે. કારણ કે તેમાં એક પાર્ક અને અન્ય રમકડા મોજુદ છે.

જમ્પોરે બીચ નાની દમણમાં આ સમુદ્ર તટ એક પ્રખ્યાત પિકનીક સ્થળ છે. અહીંની શાંતિ પર્યટકોને આકર્ષિત કરે છે. આજ કારણ છે કે અહીં યુગલો બહુ આવે છે. આ બીચ તેરૈયાઓ માટે પણ શાનદાર છે.

Diu

દીવમાં જોવા લાયક સ્થળો

પ્રમુખ પર્યટક આકર્ષપ સેન્ટ પોલ ચર્ચ, દીવ ફોર્ટ, પૈનિકોટા ફોર્ટ, ઘોઘલા બીચ, ચિલ્ડ્રન પાર્ક અને સમર હાઉસ છે.

દીવમાં સમુદ્ર તટ: નાગવા બીચ આ દિવથી માત્ર ર૦ મીનીટના અંતરે આવેલ સુંદર રમણીય સમુદ્ર તટ છે. બુટના આકારમાં ર કી.મી. સુધી ફેલાયેલ આ સમુદ્ર તટ પર્યટકોની પ્રથમ પસંદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.