શું તમારે પ્રોટીનની જરૂરીયાત છે ??

109

આ પાંચ સરળ ટીપ્સ તમારા ખોરાકને પ્રોટીનયુકત બનાવશે

આજના સમયે લોકો પોતાના સ્વસ્થ સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે. અને તેમાં પણ સુંદર અને ફીટ દેખાવા ડાયટ પ્લાન સહીતના વિવિધ નુસખાઓ અપનાવતા થયા છે. પરંતુ જો આ ડાયટ પ્લાન યોગ્ય ન હોય એટલે કે શરીરને જરુરીયાતના તમામ વિટામીનો તેમાંથી ન મળતા હોય તો તેની વિપરીત અસર પણ પડી શકે છે. એટલે કે એક સંપૂર્ણ ડાયટ પ્લાનમાં કાયબોહાઇફેડ, ફેટ, પ્રોટીન, વીટામીન અને મીનરલ્સ સહીતના તમામ કોમ્પોનેન્ટ હોવા જોઇએ. કાયબોહાઇફેડ, ફેટ, વીટામીન સહીત મીનરલ્સ તો આપણે દુધ, શાકભાજી અને ફળમાંથી પુરતા પ્રમાણમાં મેળવી શકીએ છીએ પરંતુ પ્રોટીન તો વધતુ પડતુ નોનવેજમાં જ હોય છે. આથી પ્રોટીન મેળવી સ્વસ્થ ડાયટ પ્લાન અપનાવવો શુઘ્ધ શાકાહારી લોકો માટે અધરું પડી જતું હોય છે પરંતુ હવે નોનવેજ ન ખાતા શાકાભાજી લોકોએ ગભરાવવાની જરૂર નથી કારણ કે માંસ, મટન આરોગ્યા વગર પણ અન્ય ખોરાકમાંથી પ્રોટીન મેળવી શકાય છે. અને આ માટેના પાંચ સરળ રસ્તાઓ છે હવે આપણે તેના વિશે જાણીએ.

સ્પેટ-૧: ખોરાકમાં મસુર લેવાનું વધારે રાખવું જોઇએ

માંસ-મટન કરતાં પણ મસુરમાં વધુ પ્રોટીન હોય છે પ્રોટીનની સાથે સાથે ફાયબર અને કાયબોહાઇફેડ પણ મસુરમાંથી મળે છે. દરરોજ લંચમાં મસુર ખાવાથી સ્વાસ્થ્યને ખુબ જ લાભ થાય છે.

સ્પેટ-ર: ખોરાકમાં ઘંઉનું પ્રમાણ ઘટાડી કિવનોઆ વધુ ખાવું જોઇએ

કિવનોઆમાં ભરપુર માત્રામાં પ્રોટીન રહેલું છે. આ અનાજનો જ એક પ્રકાર છે જે સુપરફુડ તરીકે પણ ઓળખાય છે. તેમાં લોહ, પોટેશીયમ, સોડીયમ અને ઝીંક જેવા પણ પોષક તત્વો છે. કિવનોઆ એક ૧૦૦ ટકા શાકાહારી ખોરાક છે અને પ્રોટીન વધારવા જીમ ટ્રેઇનરો પણ કિવનોઆ વધ ખાવાની સલાહ આપે છે.

સ્ટેપ-૩: સોયા દુધ પીવાનું વધુ રાખવું જોઇએ

સામાન્ય રીતે દુધ વિશેની માન્યતા એવી છે કે, દુધમાં કેલ્શિયમ અને પ્રોટીન વધુ માત્રા છે જે ખરેખર સાચું પણ છે પરંતુ અત્યારના સમયે ડેરીમાંથી મળતા દુધમાં ભેળસેળ થવાથી પ્રોટીન કેલ્શિયનના પુરતા લાભો મળતા નથી આથી ડેરીના દુધ કરતાં સોયાબીનનું દુધ  પીવા તરફ વધુ આગ્રહ રાખવો જોઇએ જેમાં ડેરીના દુધ કરતા ૨૫૦ ટકા વધુ પ્રોટીન હોય છે અને ૫૦ ટકા ઓછી ચરબી હોય છે.

સ્ટેપ-૪: ડ્રાયફુટસ અને માખણ ખાવાની ટેવ કેળવવી જોઇએ

ખોરાકમાં પ્રોટીન ઉમેરવાનો સૌથી સરળ માર્ગ છે. ડ્રાયફુટસ કાજુ, બદામની સાથે ખોરાકમાં માખણ ઉમેરી પણ સારી એવી માત્રામાં પ્રોટીન મેળવી શકાય છે. પરંતુ ખોરાકમાં ડ્રાયફુટસ મેળવ્યા પહેલા ચકાસી લેવું જોઇએ કે તે શેકેલા અને મીઠું ચડાવેલા ન હોય નટસમાં પ્રોટીન  ઉપરાંત ફાઇફર અને ફેટનું તેમજ વીટામીન ઇ કેલ્શીયમ અને સેલેનીયમનુ પ્રમાણ પણ હોય છે.

સ્ટેપ-પ: પ્રોટીન યુકત શાકભાજી અને ફળ વધારે ખાવાનું રાખવું જોઇએ

ન્યુટ્રીશનલ ગુડનેસ મેળવવા ફળ અને શાકભાજી અતિ મહત્વના છે પરંતુ તેમાંના ઘણા શાકભાજી અને ફળમાં યોગ્ય માત્રામાં પ્રોટીન હોતું નથી જે શાકભાજીઓમાં પ્રોટીન છે. તેમાં બોકોલી, આર્ટિકોકસ, સ્પિનચ, એસ્પેરેગસ અને શકરીયાનો સમાવેશ છે. આ ઉપરાંત ચેરી, બ્લેકબેરી, મલબેરી અને કેળા ખાવાનું વધુ રાખવું જોઇએ.

આ પાંચ સરળ પગલાઓ છે કે જેના દ્વારા તમે તમારા આહારમાં પ્રોટીનની માત્ર વધારી શકો છો

Loading...