Abtak Media Google News

શિયાળામાં લીલોતરી  તાજી ખૂબ સારા પ્રમાણમાં બજારમાં મળતી હોય છે ત્યારે પાલક એક એવી વસ્તુ જેમાંથી તમે અનેક વસ્તુ બનાવી હશે જેમાં શાક,ખિચડી તો શું તમે  બનાવ્યા તેમાથી પુડલા જે ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ હેલ્થી છે. તો આ પુડલા આ શિયાળામાં અવશ્ય ઘરે બનાવો આ રીતથી.

પુડલા બનવા મુખ્ય સામગ્રી :

  • ૨ ૧/૨ વાટકી બેસન
  • ૧ વાટકી પાલક પ્યુરી
  • ૧ નંગ બાફેલું બીટ
  • ૨૫૦  ગ્રામ દહીં
  • ૨ ટી સ્પૂન આદુ મરચાં પેસ્ટ
  • ૧  ટી સ્પૂન લીંબુનો રસ
  • ચપટી અજમો
  • ૧ ટીસ્પૂન દળેલી ખાંડ
  • ૧ ટીસ્પૂન ચાટ મસાલો
  • ૧ ટીસ્પૂન શેકેલા જીરુનો પાવડર
  • તેલ
  • મીઠું

પુડલા બનવવાની રીત :

  • એક બાઉલમાં બેસન,પાલક પ્યૂરિ,આદું મરચાં પેસ્ટ,મીઠુ,લિમ્બુનો રસ અને અજમો નાખીને પુડ્લા ઉતરે તેવુ બેટર બનાવો .(જરૂર પડે તોજ પાણી ઉમેરવું ) તેને ઢાંકીને 10 મિનીટ રેસ્ટ આપો .
  • ત્યાં સુધી બાફેલા બીટને ખમણીલો .દહીં વલોવીને તેમાં ખમણેલું બીટ,બૂરૂ ખાંડ,જીરુ પાવડર અને ચાટ મસાલો એડ કરીને મિક્ષ કરીલો .તેને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો .
  • હવે પુડ્લા બેટરમાં થોડું તેલ નાખીને ફેંટીલો .
  • નોન સ્ટીક તવા પર તેલ ચોપડી પુડ્લા ઉતારો,બંને બાજુ ચોડવી ,ગરમા ગરમ રાયતા સાથે સર્વ કરો.

તો તૈયાર છે શિયાળાને અનુરૂપ પાલક અને બીટમાંથી પુડલા.

7537D2F3 24

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.