Abtak Media Google News

સિલિકોન બિનઝેરી મટીરિયલ હોવાને લીધે એમાંથી બ્રેસલેટ, રિસ્ટ બેન્ડ, નેકલેસ તેમજ ઇયર-રિંગ્સ જેવી એસેસરીઝ પણ બની રહી છે. સિલિકોન એક એવું મટીરિયલ છે જેને પાણી, તેલ, સૂર્યનો તડકો જેવી બાબતોની કોઈ અસર નથી થતી તેમ જ એનો રંગ પણ ઝાંખો નથી પડતો.સિલિકોનને ધોઈ શકાય છે અને વજનમાં ખૂબ હલકું હોય છે તેમ જ એમાંથી કોઇ પ્રકારની ગંધ નથી આવતી. સિલિકોન એક ટકાઉ મટીરિયલ પણ છે જેમાંથી બનેલી એસેસરીઝમાં જ્યાં સુધી કોઈ કટ ન થાય ત્યાં સુધી એ ટકે છે.

સિલિકોનને એક વાઇબ્રન્ટ અને વર્સેટાઇલ મટીરિયલ ગણવામાં આવ્યુ છે જેનું પહેલું કારણ તો એ છે કે એમાંથી કંઈ પણ બની શકે છે અને બીજું એ કે એમાંથી બનાવેલી ચીજ હાથમાં હોય તો એ હાઇલાઇટ થયા વિના નથી રહેતી. સિલિકોન દરેક રંગમાં મળી શકે છે અને એમાંથી જુદી-જુદી પેટર્ન બનાવવી પણ શક્ય છે.

સિલિકોનમાં સૌથી વધુ વેરાઇટી મની-પર્સ અને કોઇન-પાઉચમાં છે જેમાં જૂના પર્સની ડિઝાઇનથી લઇને મોડર્ન સ્ટાઇલની હેન્ડબેગ સુધીની ડિઝાઇનો મળી રહે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.