Abtak Media Google News

નવરાત્રિ આવતાની સાથે જ ગરબાની ધૂમ છવાઈ જતી હોય છે. ગુજરાતનું આ પારંપારિક નૃત્ય ધીરે ધીરે હવે પૂરા દેશમાં નવરાત્રિ દરમ્યાન ઘણા ઉત્સાહથી રમવામાં આવે છે.

ઘણા લોકો તો એવા છે કે નવરાત્રિની રાહ એટલા માટે જ જોતાં હોય છે કે તેમણે આ સમયે ગરબા રમવા અને રંગ-બેરંગી કપડાં પહેરવા મળે.

નવરાત્રિ દરમ્યાન લાખો લોકો ગરબા રમે છે પરંતુ શું તમે એ ક્યારેય વિચાર્યું છે કે નવરાત્રિમાં જ ગરબા શા માટે રમવામાં આવે છે.

દીપ ગર્ભના સ્થાપિત થયા બાદ મહિલા અને યુવતીઓ રંગ-બેરંગી કપડાં પહેરીને માં શક્તિ સમક્ષ નૃત્ય કરી તમને પ્રસન્ન કરે છે. ગર્ભ દીપ સ્ત્રીની સૃજનશક્તિનું પ્રતિક છે અને ગરબા આ જ દીપ ગર્ભનો અપભ્રંશ થયેલૂ રૂપ છે. ઘટ સ્થાપના ગરબાને લોકો પવિત્ર પરંપરા સાથે જોડે છે. એવું કહેવામા આવે છે કે આ નૃત્ય માં દુર્ગાને ઘણું પસંદ હતું. એટલા માટે નવરાત્રિના દિવસોમાં આ નૃત્ય કરી માંને પ્રશન્ન કરવાની કોશિશ કરવામાં આવે છે. એટલા માટે ઘટ સ્થાપના બાદ આ નૃત્યનો પ્રારંભ કરવામાં આવે છે.

દીપગર્ભ ને જ ગરબા કહેવામાં આવે છે. એટલા માટે દરેક દાંડિયા અને ગરબા રમતા સમયે મહિલાઓ તૈયાર થઈને ઘટ સાથે દેખાઈ છે ત્યાર બાદ દીવો પ્રગટાવીને આ નૃત્યનો પ્રારંભ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.