“ટાઈગર મચ્છર” કોને કહેવાય તમને ખબર છે ?

ભારત સરકાર દ્વારા વર્ષ 2016થી 16 મેના રોજ ‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’ ઉજવવામાં આવે છે.

હાલમાં કોરોના મહામારી છે પરતું આવી જ એક બિન ચેપી બીમારી 2015થી ફેલાય હતી અને ભારત સહિત વિશ્વમાં તેણે ઘણા લોકોનો ભોગ લીધો હતો ત્યારબાદ આપણા દેશની સ્વાસ્થ્ય સંસ્થાઓ દ્વારા આ દિવસ ઉજવવાનો શરૂ થયો. જેનું મુખ્ય ઉદ્દેશ દેશમાં વધતા ડેન્ગ્યુના કેસો ધ્યાનમાં લઈ તેને નિયંત્રણમાં લાવવા તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ઉજવવામાં આવે છે.

જેની વર્ષ 2020 ની થીમ Zero Malaria Start with Me.

ડેન્ગ્યુ એડીસ ઇજીપ્તી (Aedes Aegypti) નામના મચ્છર કરડવાથી થાય છે.

ડેન્ગ્યુનાં લક્ષણોમાં માથું દુખવું, તાવ આવવો, સાંધા અથવા પીઠના સ્નાયુમાં દુખાવો થવો તેમજ શરીરમાં ત્રાક કણોની સંખ્યા ઘટી જવી અને વાગ્યું હોય ત્યાં લોહી જામવું નહીનો સમાવેશ થાય છે આ રોગ જીવલેણ પણ છે વ્યક્તિનું સારવારના મળવાથી મુત્યુ થઈ શકે છે અથવા કાયમી ખોટ ખાપણ પણ રહી શકે છે.

ડેન્ગ્યુ તાવ (Dengue Fever)ના વાયરસનું નામ અરબો વાઇરસ છે.

ડેન્ગ્યુ તાવ ના 4 પ્રકાર છે.

(1) અસ્પષ્ટ ડેન્ગ્યુ તાવ (Undifferential fever)

(2) સ્પષ્ટ ડેન્ગ્યુ તાવ (Classic dengue fever)

(3) રક્તસ્ત્રાવ ડેન્ગ્યુ તાવ DHF(Dengue Hemorrhagic fever)

(4) આંચકા સહલક્ષણ ડેન્ગ્યુ તાવ DSS(Dengue Shock Syndrome)

એડીસ ઇજીપ્તી મચ્છર દિવસે કરતા હોવાથી તેને ટાઈગર મચ્છર કહેવાય

25 એપ્રિલ ના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. જેની વર્ષ 2020 ની થીમ Zero Malaria Start with Me.

Loading...