Abtak Media Google News

ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે જે વ્યક્તિને સંપૂર્ણપણે ભાંગી નાખે છે: આવી પરિસ્થિતિ વ્યક્તિ પોતાની જાતનું  અને આસપાસની દુનિયા વિશેનું સંપૂર્ણ ભાન ભૂલી દિશાહીન બની જાય છે. સાદી ભાષામાં નર્વસ બ્રેકડાઉન તરીકે ઓળખાતી આ પરિસ્થિતિને આજે થોડું વિગતવાર સમજીએ

દરેકના જીવનમાં ઉતાર-ચડાવ તો આવ્યા જ કરે છે. કહેવાય છે કે આ ઉતાર-ચડાવમાં માણસ જે રીતે વર્તે છે એના પરી જ વ્યક્તિ તરીકેની તેની ક્ષમતા પુરવાર થાય છે. કેટલાક મની એટલા મજબૂત હોય છે કે ગમે તેટલી મુસીબતોની વચ્ચે પણ પહાડની જેમ હસતા મુખે ઊભા રહી શકે છે, જ્યારે કેટલાક એટલા નર્બિળ હોય છે કે તનાવમાં પાણીની જેમ વહી જાય છે. વ્યક્તિની આવી ભાંગી ગયેલી માનસિક અવસ માટે નર્વસ બ્રેકડાઉન શબ્દ વારંવાર વાપરવામાં આવે છે. અલબત્ત, આ શબ્દ એટલો જૂનો અને જાણીતો છે અને એટએટલી બાબતો માટે વપરાઈ ચૂક્યો છે કે એનો ખરો ર્અ ગુમાવી બેઠો છે. તેથી આ વખતે વિજ્ઞાન કોને નર્વસ બ્રેકડાઉન તરીકે ઓળખે છે એ સમજવાનો પ્રયાસ કરી જોઈએ.

મનોવૈજ્ઞાનિક ડિસઑર્ડર

મનોવિજ્ઞાનમાં નર્વસ બ્રેકડાઉન શબ્દ ખરેખર તો પારાવાર તાણ અને ચિંતાના ગંભીર હુમલા માટે વાપરવામાં આવે છે. એક સંપૂર્ણપણે સ્વસ્થ વ્યક્તિમાં મર્યાદિત સમય પૂરતો જોવા મળતો આ એક મનોવૈજ્ઞાનિક ડિસઑર્ડર છે જેમાં તે મની એટલીબધી વેરવિખેર ઈ જાય છે કે પોતાની જાત પરનો સંપૂર્ણ કાબૂ ગુમાવી બેસે છે. જીવનની કટોકટીનો સામનો કરવાની તેની બધી શક્તિઓ ખરી પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ જીવનમાં બહુ લાંબા સમયી પારાવાર સ્ટ્રેસનો સામનો કરી રહી હોય અવા કોઈના જીવનમાં અચાનક એવા સંજોગો ઊભા થાય જે તેને અસહ્ય તાણ અને ચિંતામાં મૂકી દે ત્યારે તે નર્વસ બ્રેકડાઉનનો શિકાર બની શકે છે. જોકે આવું તો કોઈના પણ જીવનમાં બની શકે. એી વાસ્તવમાં તો આપણામાંથી કોઈ પણ નર્વસ બ્રેકડાઉનનો શિકાર બની શકે છે. ફરક માત્ર એટલો જ છે કે કઈ વ્યક્તિ ટકી જશે અને કોણ નમી પડશે એનો બધો આધાર તેના ઉછેર, પારિવારિક સંજોગો, અભ્યાસ, સંસ્કૃતિ, સ્વજનોનો સા વગેરે જેવી અઢળક બાબતો ઉપરાંત ખાસ તો તેના પોતાના મનોબળ પર છે. અલબત્ત, પરિવારજનોનો સાથ થતા યોગ્ય સારવાર મળી રહે તો આ ડિસઑર્ડરને સરળતાી દૂર કરી શકાય છે.

અધકચરી છતાં સર્વમાન્ય સંજ્ઞા

નર્વસ બ્રેકડાઉન ખરેખર તો એક ઉપજાવી કાઢેલી અધકચરી ટર્મ છે. દર વર્ષે બહાર પડતી ડાયગ્નોસ્ટિક ઍન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઑફ મેન્ટલ ડિસઑર્ડર તરીકે ઓળખાતી માનસિક બીમારીઓની સત્તાવાર યાદીમાં એને એક પણ વાર સન આપવામાં આવ્યું નથી. તેમ છતાં દુનિયાભરના ડોક્ટરો જ્યારે કોઈ બાહ્ય પરિબળને કારણે એક સ્વસ્થ વ્યક્તિ મર્યાદિત સમય માટે અતિશય ચિંતા અને ડિપ્રેશનનો ભોગ બને છે ત્યારે એને નર્વસ બ્રેકડાઉન તરીકે ઓળખી જ કાઢે છે. કેટલાક હેલ્થ એક્સપર્ટ્સ તો એને મોડર્ન મેન્ટલ હેલ્ ક્રાઇસિસ તરીકે પણ ઓળખે છે, કારણ કે દરેકના જીવનમાં દોડધામ અને તાણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. લોકો ડગલે ને પગલે ક્રાઇસિસનો ભોગ બન્યા જ કરે છે. આવામાં કોઈ તબક્કે વ્યક્તિ તકલીફો સામે સાવ ભાંગી પડે એ નવાઈની વાત રહી નથી. આ જ કારણ છે કે ઇંગ્લેન્ડના મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અનુસાર એકલા બ્રિટનમાં દર વીસમાંથી ૧ વ્યક્તિ નર્વસ બ્રેકડાઉનનો ભોગ બની રહી છે.

ડિપ્રેશન જેવાં જ લક્ષણો

નર્વસ બ્રેકડાઉનનાં લક્ષણો ડિપ્રેશન સાથે બહુ મેળ ખાય છે, કારણ કે નર્વસ બ્રેકડાઉનનું પ્રમુખ લક્ષણ જ ડિપ્રેશન છે. મની આવી વ્યક્તિઓ એટલી અસ્વસ્થ હોય છે કે આ પરિસ્થિતિમાંથી બહાર ન આવે ત્યાં સુધી જીવનમાંથી તેમનો સંપૂર્ણ રસ જ ઊડી જાય છે. પરિણામે તેઓ લોકો સો બોલવા-ચાલવાનું બંધ કરી દે છે; સ્કૂલ, કોલેજ કે નોકરીધંધાના સ્ળે જવાનું બંધ કરી દે છે; કાં તો ખૂબ બોલી-બોલીને એકનો એક લવારો કર્યા કરે છે અવા કલાકોના કલાકો સાવ ચૂપચાપ બેઠા રહે છે અને ઘડિયાળ અવા પંખાને તાક્યા કરે છે. ખાય તો ખૂબ ખાય છે અને ન ખાય તો ક્યારેક દિવસો સુધી મોઢામાં અન્નનો એક દાણો પણ મૂકતા નથી. એવી જ રીતે ઊંઘે તો ખૂબ ઊંઘે અવા દિવસો સુધી જરાય ઊંઘે જ નહીં. તેમના મન પર તાણ અને ચિંતાનો બોજો ૨૪ કલાક મણ-મણના ભારની જેમ લદાયેલો રહે છે. આ બધાની અસર ક્યારેક તેમના શરીર પર પણ જોવા મળે છે, જેને પગલે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે, તેમનું બ્લડ-પ્રેશર ઉપર-નીચે જતું રહે છે, હૃદયના ધબકારા વધી જાય છે, ચક્કર આવતાં એકાએક શરીર પર ખૂબ પસીનો ઈ જાય છે.

ખાવાપીવાનું બંધ કરી દે તો પોષક તસવોના અભાવમાં તેમને નબળાઈ, ગભરામણ, પેટમાં દુખાવો, વારંવાર ઊલટી વી કે ધ્રુજારી ચડવા જેવી સમસ્યાઓ પણ સતાવી શકે છે. ગંભીર કિસ્સાઓમાં દરદી પોતાને અવા કોઈ બીજાને નુકસાન પહોંચાડવાના વિચારોમાં પણ રાચી શકે છે અને તક મળે તો એ દિશામાં પગલું ભરી બેસે તો પણ કહેવાય નહીં. જૂજ કિસ્સાઓમાં આવી વ્યક્તિ સાઇકોસિસનો ભોગ પણ બની શકે છે, જેને પગલે તેને ન હોય એવી વસ્તુઓ કે વ્યક્તિઓ દેખાય અવા ન હોય એવા અવાજો સંભળાય છે. ક્યારેક આવી વ્યક્તિને જાણે હજારો કીડીઓ એકસો તેના શરીરને કરડી રહી હોય એવા ચિત્રવિચિત્ર અનુભવોની માંડી દેશદુનિયાના લોકો તેને મારી નાખવા માટે ષડયંત્ર કરી રહ્યા છે વગેરે જેવા તદ્દન પાયાવિહોણા વિચારો પણ સતાવી શકે છે. ટૂંકમાં નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનેલી વ્યક્તિનો વાસ્તવિકતા સો સાવ સંબંધ જ છૂટી જાય છે, જેને પગલે કેટલીક વાર તેમને સંભાળવી ખૂબ મુશ્કેલ પણ પડી શકે છે.

અનેકાનેક કારણો

નર્વસ બ્રેકડાઉન વાસ્તવમાં પારાવાર સ્ટ્રેસને તમારા શરીરે આપેલી પ્રતિક્રિયાનું પરિણામ હોય છે. કેટલીક વાર તમારું શરીર તાણભરી પરિસ્થિતિનો સામનો કરી શકતું ની અવા કેટલીક વાર જીવનમાં તાણનું પ્રમાણ એ હદે વધી જાય છે કે શરીર એની સામે ટકી શકતું નથી. આવા સંજોગોમાં વ્યક્તિને પારાવાર ચિંતાનો અનુભવ થઈ શકે છે, જે તેને નર્વસ બ્રેકડાઉન સુધી દોરી જાય છે. એક સંશોધન મુજબ નર્વસ બ્રેકડાઉન દરમ્યાન દરદીના મગજ અને શરીર વચ્ચે સંદેશાઓની આપલે કરતા રાસાયણિક ન્યુરોટ્રાન્સમિટર્સમાં અસંતુલન પણ જોવા મળે છે. જેમના પરિવારની કોઈ વ્યક્તિ ભૂતકાળમાં આ ડિસઑર્ડરનો શિકાર બની હોય તેમને એ વાની શક્યતા હંમેશાં વધારે રહે છે. એ સિવાય કેટલીક દવાઓની આડઅસરરૂપે અવા દારૂનું વ્યસન ધરાવતા લોકોને પણ ક્યારેક નર્વસ બ્રેકડાઉન થઈ શકે છે. વધુમાં પેનિક ડિસઑર્ડર, ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર, ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર, ફોબિયા થતા પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડરના દરદીઓને એ થવાની સંભાવના રહ્યા કરે છે. સામાન્ય રીતે પરીક્ષામાં નાપાસ થવું, પ્રિયપાત્રી વિખૂટા પડી જવું, જીવનસાથીનું મૃત્યુ, છૂટાછેડા, નોકરી છૂટી જવી, ધંધામાં ખોટ જવી, ર્આકિ પાયમાલી, અકસ્માત, ગંભીર બીમારી વગેરે સંજોગો નર્વસ બ્રેકડાઉનનું કારણ વધુ બનતા હોવાનું જોવા મળે છે.

સારવારની સાથે સંગા આવશ્યક

ગંભીર નર્વસ બ્રેકડાઉનનો ભોગ બનેલી વ્યક્તિને ઍન્ટિ-ઍન્ગ્ઝાયટી તા ઍન્ટિ-ડિપ્રેસન્ટ જેવી દવાઓની આવશ્યકતા પડે છે. આ દવાઓ તેમની માનસિક સ્થિતિને કાબૂમાં લાવવામાં મદદરૂપ બને છે. એ સિવાય દરદી ઉપરાંત પરિવારજનો બન્નેને કાઉન્સેલિંગ આપવાથી પણ પરિસ્થિતિ ખાસ્સો સુધારો લાવી શકાય છે. શરત માત્ર એટલી જ છે કે બન્નેમાંથીઓ કોઈએ દરદીની સારવાર અધવચ્ચેથી બંધ કરવી નહીં.

વ્યક્તિ ખાવાપીવાનું બંધ કરી દે કે પછી રોજિંદા જીવનનાં આવશ્યક કામો કરવાનું પણ બંધ કરી સાવ ચૂપ થઈ જાય તો એને ઇમર્જન્સી જેવી પરિસ્થિતિ ગણી તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. મનોવિજ્ઞાન આ પરિસ્થિતિને કેટાટોનિયા અવા સ્ટુપર તરીકે ઓળખે છે, જે સાદી ભાષામાં સમજીએ તો કોમા જેવી પરિસ્થિતિ હોય છે જેમાં દરદીની આંખો ખુલ્લી હોય છે; પરંતુ આસપાસ શું થઈ રહ્યું છે એનું ભાન તેને રહેતું નથી. આવા વખતે જરૂર લાગે તો ડોક્ટર ઇલેક્ટિક શોકની ભલામણ પણ કરી શકે છે. ક્યારેક પારિવારિક સંજોગો બરાબર ન હોય તો દરદીને એમાંથી બહાર કાઢી થોડા દિવસ માટે હોસ્પિટલમાં કે અન્ય કોઈ એકાંતવાળી જગ્યાએ શિફ્ટ પણ કરવો પડી શકે. હળવું નર્વસ બ્રેકડાઉન હોય તો બ્રીધિંગ ટેક્નિક, પ્રાણાયામ, યોગ, નિયમિત ધોરણે કસરત કરવી વગેરે જેવા લાઇફ-સ્ટાઇલ પરિવર્તની સ્ટ્રેસ હળવું કરી શકાય છે. આવા દરદીઓના ખાવાપીવાનું અને પૂરતી ઊંઘનું ધ્યાન રાખવામાં આવે તો સારવારની અસરકારકતા ઝડપી બને છે. જોકે એ બધાની સાથે આવી પરિસ્થિતિમાં દરદીને સૌથી વધારે જરૂર મિત્રો, પરિવારજનો કે સ્વજનોના સાથ અને સમજની હોય છે. આ લોકોએ દરદી સાથે વાત કરીને તેનું મન હળવું કરવાનો બને એટલો વધુ પ્રયત્ન કરવો જોઈએ. એક વાર મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની હિંમત પાછી આવી જાય પછી દરદીને વધુ સારવારની જરૂર રહેતી નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.