Abtak Media Google News

બાળકો જમવામાં ખૂબ જીક જીક કરે છે તેને સારો દેખાતો આહાર અથવા તો જંક ફુડ વધુ ભાવે છે. અને એમાં પણ નુડલ્સ, ચીપ્સ, પીઝા, બર્ગર જેવા ખોરાકનો સમાવેશ થાય જે બાળકો તો શું….. મોટાઓને પચાવવામાં પણ ભારે પડે છે. તેની સાથે જ આ પ્રકારનો ખોરાક બાળકોના શારિરિક, માનસિક, અને સ્વાસ્થ્યનાં વિકાસમાં કંઇ ફાયદાકારક નથી હોતું. અને એમાં પણ જ્યારે બાળકોનો ગ્રોથ પિરિયડ ચાલતો હોય ત્યારે તેને ન્યુટ્રીશન્સ, વીટામીન્સથી ભરપુર એવો આહાર આપવો જોઇએ જે તેને વધુ સ્માર્ટ અને સ્ટ્રોંગ બનાવે છે. તો અહિં કેટલાંક એવા જ સ્વાસ્થ્યસભર આહાર વિશે વાત કરીએ…. જે તમારે તમારા બાળકને આપવા જરુરી છે.

– અખરોટ :

મગજને વધુ કાર્યદક્ષ બનાવતુ તત્વ એટલે ઓમેગા ૩ જે અખરોટમાં ભરપૂર માત્રામાં રહેલું છે. આ ઉપરાંત DHAપણ બનાવે છે. જે ન્યુરોલોજીક લ સીસ્ટમ માટે ખૂબ જરુરી છે.

– એવોકાડો :

બાળપણ દરમિયાન ફેટ ખૂબ જ જરુરી છે. ત્યારે એવોકાકો એવું ફ્રુટ છે. જેમાં ચરબી ભરપુર હોય છે. પરંતુ તે બજારમાં સહેલાયથી નથી મળતુ. પરંતુ જ્યારે પણ મળે ત્યારે બાળકને અચુંક ખવડાવવું જોઇએ. જે તેના મગજનાં યોગ્ય વિકાસમાં મદદરુપ થાય છે.

– સફરજન : એન  એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે’ એ કહેવત દરેકને લાગુ પડે છે. આ ખાટુમીઠુ જ્યુસી ફ્રુટ બાળકના દિમાગ માટે ખૂબ ઉપયોગી છે.જે એન્ટી ઓક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે. તેમજ બાળકોની એર્લ્ટર્નસ અને તેની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિને વધારે છે.

– ઓટમીલ : શરીર માટે જરુરી એવા જુદા-જુદા ન્યુટ્રીશન્સથી ભરપુર હોય છે. ઓટમીલ, બાળકોનાં લોહીમાં રહેલી ખરાબ કેલેરીને દૂર કરે છે. તેમજ લોહી પ્રવાહની ધમનીઓને સાફ કરે છે. અને યાદશક્તિ વધારે છે.

– ઇંડા :

તમારા અને બાળકનાં સ્વાસ્થ્ય માટે ઇંડા એ સારામાં સારો આહાર છે. જેને સહેલાઇથી બનાવી શકાય છે. જેમાં અનેક પ્રકારનાં ન્યુટ્રીશન્સ છે જેને વિવિધ સ્વાદ સાથે માણી શકાય છે. ઇંડાની જરદી એટલે તેની અંદરનો પીળો ભાગ જે નર્વસ સિસ્ટમને મદદરુપ એવા તત્વને બનાવે છે. અને બાળકની યાદશક્તિ વધારે છે.

– યોગર્ટ (દહિં) :

કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપુર હોવાની સાથે સ્વાદિષ્ટ હોય છ.ે પોગર્ટ એટલે દહિં. દહિંમાં રહેલી ફેટ મગજનાં વિકાસ માટેનું જરુરી તત્વ છે. બાળકના જુદા-જુદા વર્તનને વધુ સારુ બનાવવામાં પણ દહિં મહત્વની ભૂમિકા ભજવે છે.

– લીલા પાંડદા વાળા શાકભાજી :

બાળકોનાં બપોરનાં જમણમાં આ શાકભાજી હોવા ખૂબ જ જરુરી છે. તે મગજને નુકશાન કરતાં તત્વોથી રક્ષણ આપે છે. અને શરીરનાં ન્યુરોલોજીકલ ફંક્શનને પણ સરળ બનાવે છે.

– ફીશ (માછલી) : બાળકને ક્યારેક ક્યારેક ફીશ ખવડાવો તો પણ એ સારી છે. બાળકનાં મગજનાં વિકાસ માટે ફેપ્ટી ફીશ સાલમન આપો જેમાં ઓમેગા-૩, ફેપ્ટી એસીડ ભરપૂર માત્રામાં હોય છે.

– ઓલિવ ઓઇલ : જો બાળકને આપવામાં આવતા ખોરાક રાંધવામાં તમે તેલ બદલી નાંખો તો બાળકને ભાગ્યે જ ખબર પડશે. અને તેનું ભોજન ઓલિવ ઓઇલમાં બનાવવાથી બાળકને મગજના વિકાસમાટેના જરુરી તત્વો પૂરતી માત્રામાં મળી રહે છે.

– બદામ : યાદશક્તિ વધારવી છે તો બદામ ખાવ…..એવું અનેકવાર સાંભળ્યું હશે. બદામમાં ફેટી એસિડ પ્રોટીન હોય છે જે મગજનાં સેલ્સને રીપીટ કરે છે , દિમાગને વધુ વિચારશીલ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.