Abtak Media Google News

ડીસેમ્બર ૧૧, ૧૯૮૮, ના રોજ માત્ર ૧૫ વર્ષ અને ૨૩૨ દિવસ ના તેંડુલકરે પોતાની પ્રથમ ગુજરાત સામેની બોમ્બે ની મેચ માં અણનમ 100 રન બનાવ્યા, જેણે તેને પ્રથમ શ્રેણી ના સૌથી નાની ઉંમરનો સદી ફટકારનાર બનાવ્યો. જેના પછી તેમણે તેમની પ્રથમ દેઓધર એન્ડ દુલીપ ટ્રોફી માં પણ સદી ફટકારી.. મુંબઈ ના કેપ્ટન દિલીપ વેન્ગસરકારે તેને નેટ માં કપિલ દેવ સાથે રમતા જોઈ ને સિલેક્ટ કર્યો. ,અને બોમ્બે ના સૌથી વધારે રન સાથે શ્રેણી સમાપ્ત કરી. તેણે ઈરાની ટ્રોફી ફાઈનલ માં અદ્વિતીય સદી ફટકારી હતી, અને તે પછી ના વર્ષે ફક્ત એક પ્રથમ શ્રેણી ની સીઝન પછી પાકિસ્તાન ટુર માટે ચૂંટાયો હતો.

579493 Sachin Socialતેમણે કારકિર્દી ની પ્રથમ બેવડી સદી ૧૯૯૮ માં બ્રેબોર્ન સ્ટેડીમ ખાતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઇ માટે ફટકારી હતી. તેંડુલકર એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઇરાની ટ્રોફી ની કારકિર્દી ની પ્રથમ મેચ માં જ સદી ફટકારી હોય.

24 Sachjpg૧૯૯૨ મા ૧૯ વર્ષ ની ઉંમરે તેંડુલકર યોર્કશાયર નું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો. તેંડુલકરે દેશ માટે ૧૬ પ્રથમ શ્રેણી ની મેચ રમી ને ૧૦૭૦ રન ૪૬.૫૨ ની એવરેજ થી કર્યા હતા.

  1. સચિન તેંદુલકરાજ્યસભા માટે નિયુક્ત થયેલા પ્રથમ સક્રિય ક્રિકેટર છે.
    2. સચિન શરૂઆતના સમયમાં ઝડપી બોલર બનવા માંગતા હતા,પણ એમઆરએફ પેસ ફાઉંડેશનના તત્કાલીન પ્રમુખ ડેનિસ લિલીએ 1987માં તેમને રિજેક્ટ કરી દીધા હતા.
    3. 1987 વર્લ્ડકપ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઝિમ્બાબવે વચ્ચે રમાયેલ મેચમાં સચિન ‘બોલ બોય’ હતા, એ સમયે તેઓ 14 વર્ષના હતા.
    4. 1988માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલ એક પ્રેકટિસ મેચમાં સચિન તેંદુલકરે પાકિસ્તાની ટીમ માટે સબ્સ્ટીચ્યૂટના રૂપમાં ફિલ્ડિંગ કરી હતી.
    5. બાળપણમાં જો સચિન નેટ્સના આખા સત્રમાં આઉટ થયા વગર રમી લેતા તો તેમના કોચ રમાકાંત અચરેકર તેમને એક સિક્કો આપતા. સચિન પાસે આવા તેર સિક્કા છે.
    6. ઓક્ટોબર 1995ના રોજ સચિન સૌથી શ્રીમંત ક્રિકેટર બની ગયા. તેમણે વર્લ્ડ ટેલ સાથે 31.5 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
    7. બાળપણમાં સચિન તેંદુલકર ક્રિકેટની પોતાની કીટ સાથે સૂતા હતા.
    8. સચિન તેંદુલકરને પરફ્યૂમ અને ઘડિયાળ એકત્ર કરવાનો શોખ છે.
    9. મારૂતિ 800 સચિન તેંડુલકરની પ્રથમ કાર હતી.
    10. થર્ડ અંપાયર દ્વારા આઉટ થનારા સચિન પ્રથમ બેટ્સમેન છે. 1992માં ડરબનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમતી ટેસ્ટ મેચના બીજા દિવસે જોંટી રોડ્સના થ્રો પછી આ મામલો ત્રીજા અંપાયરને સોંપવામાં આવ્યો. અંપાયર કાર્લ લાએનબનબર્ગે સચિનને આઉટ આપ્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.